Abtak Media Google News

કોરોના દર્દીઓને મળતી સેવાની ચકાસણી, આયુર્વેદિક ઉકાળો પીવા સૂચન

સાવરકુંડલામાં કોરોના પોઝિટીવ દર્દીઓ આવતા ક્નટેઇનમેન્ટ ઝોન બનાવવામાં આવ્યા છે.

જયાં આરોગ્ય વિભાગની ટીમ પ્રસંશનીય કામગીરી બજાવી રહી છે. કોરોના દર્દીઓને મળતી સેવાઓ તેમજ આયુર્વેદીત ઉકાળો પીવા સૂચન કરાઇ રહ્યું છે.

ગઈ કાલ ના રોજ કોરોના પોઝીટીવ કેસ ના ક્નટેઇનમેન્ટ ઝોન બનાવવા માં આવ્યા તથા તે વિસ્તાર માં  મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.એચ.એફ.પટેલ સાહેબ ડો જયેશ પટેલ સાહેબ તાલુકા હેલ્થ ઓફિસર ડો એસ બી મીના સાહેબે ના માર્ગદર્શન હેઠળ ડો મયુર પારધી સાહેબ ડો રીપલબેન મહેતા સુપરવાઇઝર તથા કોમ્યુનિટી હેલ્થ ઓફિસર જાગૃતભાઈ ચૌહાણ  તથા સ્ટાફ  દ્વારા સ્થળ પર જઈ ને સર્વેલેન્સ ની કામગીરી હાથ ધરવામાં આવી, તેઓને જરૂરી સેવાઓ મળે છે કે નહીં, રાખવાની તકેદારી વગેરે બાબતોની ચકાસણી કરી.

લોકોને પોતાના આરોગ્યની તકેદારી રાખવા તથા ઈમ્યુનીટી વધારવા  માટે આયુર્વેદિક ઉકાળાનુ સેવન તથા યોગના ફાયદા જાગૃતભાઈ ચૌહાણ દ્વારા  સમજાવાયા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.