Abtak Media Google News

ડોર-ટુ-ડોર સર્વે, લોકોની આરોગ્ય વિષયક વિગતોને એકત્ર કરી વર્ગીકરણ તેમજ જરૂરી માર્ગદર્શન અપાય છે

કોરોનાવાયરસના સંક્રમણની ખાળવા માટે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શ્રેણીબદ્ધ પગલાં ભરવામાં આવી રહ્યા છે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં મેડિકલનો મેડિકલ કર્મીઓ ટુકડીઓ બનાવી સઘન હેલ્થ સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહી છે. જન આરોગ્ય અને કોરોના વાયરસના સંક્રમણનો યોગ્ય તાગ મેળવવા નિયત પત્રકમાં લોકોના આરોગ્ય વિષયક માહિતી એકત્ર કરીને તેનું વર્ગીકરણ કરવામાં આવી રહ્યું છે. આમ, સચોટ માહિતીના આધારે સંક્રમણ અટકાવવા અને યોગ્ય સારવારની તકેદારી લેવામાં આવી રહી છે.

જસદણના મદાવા ગામ ખાતે સર્વે કામગીરીનું નિરીક્ષણ કરવા પોહચેલા કમળાપુરના પેટા આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર  ધવલ દેસાઇ  કહે છે કે, આશાવર્કર, આંગણવાડી વર્કર, એમ. પી.એચ. ડબલ્યુ, પી.એચ.ડબલ્યુ અને શિક્ષકોનો સમાવેશ કરેલ ટુકડીઓ ડોર-ટુ-ડોર જઇને લોકોના આરોગ્ય વિષયક માહિતી એકત્ર કરવાની સાથે લોકોને કોરોના વાયરસના સંક્રમણી બચવા માટે માર્ગદર્શન આપવામાં આવી રહ્યુ છે. સર્વેલન્સ દરમિયાન કોઈ શંકાસ્પદ જણાય તો તુરંત તેમને રેપિડ એન ટેસ્ટ કરાવવા માટે અનુરોધ કરવામાં આવે છે.હેલ્થ સર્વેલન્સ દરમિયાન પલ્સ ઓક્ષીમીટર, થર્મલ ગન, મેડિકલ ઉપકરણો સાથે લોકોનું ચેકઅપ કરવામાં આવે છે. સાથે જ જરૂરી દવાઓ પણ લોકોને ઉપલબ્ધ કરાવવામાં આવે છે. તેમ ડો. ગોંસાઈએ જણાવ્યું હતું.

સર્વે નિયત પત્રકમાં જનઆરોગ્યનું સંપૂર્ણ સ્વાસ્થ્ય, ૬૦થી વધુ ઉંમરના અન્ય કોઈ બિમારી અંગેની દવાઓ લઇ રહ્યા હોય, ક્નટેનમેન્ટ ઝોનમાં રહેતા હોય તેમજ સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોય અને હેલ્થ ચેકઅપમાં અસહકાર આપ્યો હોય. આમ, ચાર પ્રકારે લોકોના આરોગ્યનું વર્ગીકરણ કરવામાં આવે છે. અને હેલ્થ ચેકઅપના આધારે સારવાર અંગે માર્ગદર્શન આપવામાં આવે છે તેમ ડો. ગોંસાઈએ ઉમેર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.