ઈલેકટ્રોનીક વોટીંગ મશીન ઝિંદાબાદચૂંટણી પંચે સબ સલામતીની મ્હોર મારી!!

election |
election |

ઈવીએમમાં છેડછાડ શકય જ નથી: વિપક્ષે મુકેલા આક્ષેપોને રદીયો આપતુ ચૂંટણીપંચ.

ઉત્તરપ્રદેશ વિધાનસભામાં કારમી હાર પછી માયાવતીએ ભાજપ પર ઈલેકટ્રોનિક વોટિંગ મશીનમાં ગરબડી કરીને જીત મેળવી હોવાનો આરોપ મુકયો હતો. બાદમાં નવી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી ઈવીએમના બદલે બેલેટ પેપરથી કરાવવાની માંગ કરી રહ્યા છે.

આ દરમિયાન ચૂંટણી પંચે ઈવીએમમાં ગરબડી થઈ શકે છે. એ શંકાને ફગાવી દીધી. આ વખતે અમને ઈવીએમમાં છેડછાડ થઈ હોય એવી એકપણ ફરિયાદ મળી નથી. આ પહેલા કોઈ રાજકીય પક્ષે પણ આવી ફરિયાદો કરી નથી અમે ચૂંટણી વખતે ઉપયોગમાં લીધેલા એકપણ ઈવીએમમાં છેડછાડ કરવી શકય જ નથી. ચૂંટણીપંચે કહ્યું છે કે, ઈવીએમમાં કથિત છેડછાડનો મુદ્દો સુપ્રીમ કોર્ટ સુધી લઈ જવાયો છે પરંતુ અમે આ આરોપોને ફગાવીએ છીએ. ઈવીએમની મજબુત ટેકનોલોજી અને ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા દરમિયાન ચાંપતા સુરક્ષા બંદોબસ્તને પગલે ઈવીએમ સંપૂર્ણ ફુલપ્રુફ છે. આ ઉપરાંત ચૂંટણી પ્રક્રિયાની સત્ય નિષ્ઠા બરકરાર રાખવા પણ ચૂંટણીપંચે જ‚રી તમામ પગલા ઉઠાવ્યા છે. આ મુદ્દે એકેય પક્ષે બેફામ નિવેદનોના બદલે મજબુત પુરાવા રજુ કર્યા નથી. ઈવીએમમાં ગરબડ કરવી શકય જ નથી. જો આ અંગે પુરાવા આપવામાં આવશે તો અમે કડક પગલા લઈશું એ વાતમાં પણ બિલકુલ શંકા નથી. પંચે બહુજન સમાજ પક્ષનું નામ લઈને કહ્યું હતું કે, બસપાએ ફકત આરોપો મુકયા છે. આવા કોઈ જ પુરાવા મૌજુદ નથી. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પારદર્શક રીતે કરવામાં આવે છે. જેની વિરોધપક્ષોના આક્ષેપ પાયામાંથી જ આધારહીન છે.