Abtak Media Google News

હાલ ડીજીટલ સેવાઓનો વ્યાપ વિસ્તાર વધતા ‘ઓનલાઈન ટેડિંગ’નો ક્રેઝ ખૂબ વધ્યો છે. ઓનલાઈન ખરીદ-વેચાણ થકી રોકાણ કરવાનો પોર્ટફોલિયો વધુ વિકસ્યો છે. ત્યારે આવા નાનાથી માંડી મોટા રોકાણકારો અને ઓનલાઈન ટ્રેડર્સ માટે એક મોટા સમાચાર છે. કોમોડીટી માર્કેટમાં રોકાણકર્તાઓને માટે એ મહત્વના સમાચાર છે કે આગામી થોડા સમયમાં કોમોડીટી માર્કેટમાં એફપીઆઈ એટલે કે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ (વિદેશી રોકાણકારો)ને રોકાણ અર્થે મંજૂરી મળી શકે છે. જો સેબી (સિકયુરીટી એન્ડ એકસચેંજ બોર્ડ ઓફ ઈન્ડિયા) આ માટે લીલીઝંડી આપી દેશે તો કોમોડીટી માર્કેટ શેર માર્કેટને પણ ટકકર આપી દે તો નવાઈ નહીં.

કૃષિ સહિતની કોમોડીટીઝમાં FPIને છૂટ્ટ આપવા સેબીની વિચારણા

રૂ.40 હજાર કરોડનું ટર્ન ઓવર ધરાવતા કોમોડિટીઝમાં વિદેશી રોકાણકારોને લીલીઝંડી મળતા માર્કેટ 1 લાખ કરોડને પાર થઈ જાય તો નવાઈ નહીં!!

કોમોડીટી માર્કેટ શેર બજારની સમાન જ એક વોલેટાઈલ ઝોન છે. કે જયાં ઓનલાઈન વેપારને અવકાશ છે. કોમોડીટી માર્કેટ અંતર્ગત એગ્રીકોમોડીટી કે જેમાં રોકાણકારો કૃષિ સંબંધીત ચીજ વસ્તુઓના ખરીદ-વેચાણની ડીલ કરી શકે છે. જયારે નોન એગ્રી કોમોડીટી માર્કેટમાં કૃષિ સિવાયની વસ્તુઓ જેવી કે સોનું, ચાંદી, કોપર, ઝીંક કે અન્ય કોઈ કિંમતી ધાતુ કે ચીજ વસ્તુઓનો સમાવેશ થાય છે. હાલ કોમોડીટી માર્કેટમાં વિદેશી રોકાણકારોની એન્ટ્રી પર રોક છે. પરંતુ હવે, ભારતીય બજારમાં કોમોડીટી ફયુચર ડીલ માટે વિદેશી રોકાણકારોને પણ સેબી છૂટ આપે તેવી પ્રબળ સંભાવના છે.

જો આમ બનશે તો કોમોડીટી માર્કેટમાં એપીઆઈનો પ્રવેશ શકય બનશે. અને આનાથી સ્થાનિક સ્તરે બજાર વધુ મજબુત બનશે. આ ક્ષેત્ર હજુ અસંગઠીત છે. છતાં ટર્નઓવર અંદાજે રૂપીયા 40 હજાર કરોડ જેટલું છે. જો વિદેશી રોકાણકારોને મંજૂરી પ્રદાન થઈ જશે તો માર્કેટ એક લાખ કરોડ રૂપીયાને પાર થઈ શેર બજારને પણ ટકકર મારી શકે છે. કૃષિ ક્ષેત્રે ઓનલાઈન ટ્રેડીંગ અને એ પણ આંતરરાષ્ટ્રીય સ્તરે વધતા ખેડુતોને ફાયદો થશે. ઘઉં, ચોખા, બાજરી મકાઈ જેવા કૃષિ પાકોની કોમોડીટી ફયુચર ડીલ થતા યોગ્ય વળતર મળતું થશે અને એમાં પણ સરકાર દ્વારા તાજેતરમાં વધારવામાં આવેલા મહતમ ટેકાના ભાવો પણ તેને અસર કરશે.

ચીન પણ કોમોડિટીઝમાં વધુ ઓફશોર રોકાણની મંજૂરી આપી રહ્યું છે, ત્યારે ભારત પણ હવે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (ઇપીઆઈ)ને સ્થાનિક એક્સચેન્જોમાં સૂચિબદ્ધ વેપાર કોમોડિટી વાયદાને મંજૂરી આપવા દેવાની યોજનાની તૈયારી કરી રહ્યું છે. (સેબી)એ તાજેતરમાં અગ્રણી આંતરરાષ્ટ્રીય કોમોડિટી ટ્રેડિંગ કંપનીઓ, એફપીઆઈએસ સાથે બેઠક યોજી હતી. સ્ટોક, બોન્ડ અને ચલણ જેવા અન્ય નાણાકીય ઉત્પાદનોની જેમ વિદેશી કંપનીઓને એક્સચેન્જ ટ્રેડેડ કોમોડિટી ડેરિવેટિવ્ઝમાં રોકાણ માટે મંજૂરી નથી. પરંતુ હવે તે મળી શકે છે.

ઇક્વિટીઝ અને કોર્પોરેટ બોન્ડ્સ સિક્યોરિટીઝ (કોન્ટ્રેક્ટ્સ) રેગ્યુલેશન એક્ટ હેઠળ કોમોડિટીઝ માર્કેટ પહેલાથી જ ’સિક્યુરિટી’ તરીકે માન્યતા પ્રાપ્ત છે. સેબીની બેઠકમાં ઘણા એક્સચેન્જોએ મીટિંગમાં સક્રિય રસ લઈ હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો. તેથી હવે આગામી ટૂંક જ સમયમાં સોના, ચાંદી વગેરે જેવી કેટલીક બિન-કૃષિ અને ઘણી કૃષિ સબંધિત ચીજવસ્તુઓમાં એફપીઆઈને મંજૂરી આપવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે વિદેશી ભંડોળ વધારી અર્થતંત્રને વધુ મજબૂત બનાવવા નવેમ્બર 2020માં, ચાઇનાએ વિદેશી સંસ્થાકીય રોકાણકારોને માટે નવા નિયમો અમલી કર્યા હતા. જે મુજબ હવે ભારત પણ નિયમો સરળ બનાવી વિદેશી રોકાણકારોને આકર્ષસે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.