Abtak Media Google News

ઇન્ટરનેશનલ એલાયન્સ ઓફ વુમનના ચેર પર્સનનું ભારતમાં પ્રથમ સંબોધન

સમાજ જીવનના દરેક ક્ષેત્રમાં મહિલાઓની અસરકાર હિસ્સેદારીથી સક્ષમ નેતૃત્વ ઉભું કરવાની નેમ: શેરીલ

મહિલા દિને વિવિધ સમુદાયને સાંકળી ઐતિહાસિક ઓનલાઇન કાર્યક્રમ સંપન્ન

વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં રાષ્ટ્રીય એકતાનું અભૂતપૂર્વ દર્શન: ડો. ભાવના જોશીપુરા

કોરોના મહામારીએ સમગ્ર વિશ્ર્વને એક કર્યુ છે. કોરોના વચ્ચે સરકારના જંગમાં સામુદાયિક પ્રયત્નોએ મહત્વની ભૂમિકા નિભાવી છે તેમ સંયુકત રાષ્ટ્રય સંઘના પ્રો. શેરીલ હેઇલ્સે જણાવ્યું હતું.

આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિતે અખિલ હિન્દ મહિલા પિરષદનાં આશ્રયે, આણંદ કોલેજ ઓફ લીગલ સ્ટડીઝ તેમજ એ.એમ઼પી. લો કોલેજનાં સહયોગથી ઢઢકોરોના મહામારી પછીનાં વિશ્વમાં મહિલાઓની અસરકારક હિસ્સેદારી અને સક્ષમ નેતૃત્વઢઢની સંયુક્ત રાષ્ટ્રસંઘની ર0ર1 ની સંકલ્પનાં અનુસંધાને આયોજીત આંતરરાષ્ટ્રીય સેમિનારમાં ભારતનાં વિવિધ રાજયો અને વિશ્ર્વનાં અનેક દેશોમાંથી અગ્રણી મહિલાઓની ઉપસ્થિતિમાં ઐતિહાસીક વરચ્યુઅલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.  અખિલ હિન્દ મહિલા પિરષદના રાષ્ટ્રીય અધ્યક્ષ શીલા કાકડેના અધ્યક્ષ સ્થાને આયોજીત આ આંતરરાષ્ટ્રીય સેમિનારમાં ઈન્ટરનેશનલ એલાયનસ ઓફ વુમનના ચેરપર્સન શેરીલ હેઈલ્સ, મૂળ ભારતીય કુળના ઓસ્ટેલીયન ગ્રેજયુએટ એસોસીએશનના અધ્યક્ષ તથા ડીન  જયા ડંટાસ, પિરષદના રાષ્ટ્રીય મહામંત્રી કુલજીત કૌર તથા રામકૃષ્ણ સેવા મંડળના સેક્રેટરી જયોત્સનાબેન કે. પટેલ તેમજ ઈન્ટરનેશનલ એલાયન્સ ઓફ વુમનના એકઝીક્યુટીવ  વાઈસ પ્રેસીડન્ટ મંજુ કાક ઉપસ્થિત રહયા હતા. અખિલ હિન્દ મહિલા પિરષદના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ્ા અને સેમીનારના સંયોજક ડો. ભાવના  જોશીપુરાના નિમંત્રણથી વિશ્ર્વના અગ્રણી મહિલાઓ કાર્યક્રમમાં જોડાયા હતાં. કોઓર્ડિનેટરર્સ તરીકે સરદાર પટેલ યુનિવર્સિટીના કાયદા વિદ્યાશાખાના ડીન ડો. રેખાકુમારી સીંઘ અને એ.એમ઼પી. લો કોલેજના પ્રિન્સિપાલ ડો. મીનળબેન રાવલ હતાં. પ્રથમવાર ભારતના અગ્રણી મહિલાઓના સમૂહને સંબોધીત કરતાં સંયુક્ત રાષ્ટ્ર સંઘ ઈકોસોક દરજજો ધરાવતા ઈન્ટરનેશનલ એલાયન્સ ઓફ વુમનના ચેરપર્સન (વૈશ્ર્વિક વડા) પ્રોફેસર શેરીલ હેઈલ્સ એ જણાવ્યું હતું કે, સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ર0ર1ના વર્ષમાં સમાજજીવનના પ્રત્યેક ક્ષેત્રોમાં મહિલાઓની અસરકારક હિસ્સેદારી, નિર્ણયની પ્રક્રિયામાં ભાગીદારી અને સક્ષમ નેતૃત્વના લક્ષ્યાંક સાથે વિશ્ર્વભરના મહિલા સંગઠનોની પ્રતિબધ્ધતા છે, કોરોના મહામારી એ સમગ્ર વિશ્ર્વને એક ર્ક્યું છે, માનવ માત્ર મુશ્કેલીને માત્ર એટલે કે વર્ગ ભેદ વગર પ્રત્યેક માનવ સંકટ સમયે સમાન રીતે મુશ્કેલીમાં મુકાય છે તે પૂરવાર થયું છે અને આ સ્થિતિમાં સરકારના પ્રયત્નોમાં સામુદાયીક પ્રયત્નોએ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે.

સમાજજીવનની પ્રત્યેક મહિલાઓમાં આગવી સૂઝ પડેલી જ છે આપણે સૌએ તેનું વિશેષ પ્રગટીકરણ કરવાનું છે. ભારતમાં વિવિધ રાજયોમાંથી સમાજીક અગ્રણીઓ, સંશોધકો, સમાજશાસ્ત્રીઓ, માનવ વિજ્ઞાનીઓ, તબીબોને એક મંચ ઉપર લાવી ભાવના જોશીપુરાએ કરેલ આયોજનની પ્રશંસા કરી હતી. અત્રે એ ઉલ્લેખનીય છે કે,  શેરીલ હેઈલ્સે કેનેડાના સમય મુજબ મધ્ય રાત્રીથી સવાર સુધી સંપૂર્ણ સમય કાર્યક્રમમાં હાજરી આપી હતી. ભારત વર્ષ વતી પિરષદના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષશીલા કાકડે એ શેરીલ હેઈલ્સને આવકાર્યા હતા. સેમીનારની પ્રાસ્તાવિક ભૂમિકા આપતા ભાવનાબેન જોશીપુરાએ જણાવ્યું હતું કે, ભારતની ભૂમિ ઉપરથી કોરોના મહામારીથી પીડીત વિશ્ર્વને વસુધૈવ કુટુંબકમના મંત્ર દ્વારા સામુદાયીક હિસ્સેદારી, સામાજીક ઐક્ય અને દેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સક્ષ્ામ નેતૃત્વમાં રાષ્ટ્રીય એક્તાના અભૂતપૂણર્વ દર્શન દવારા એકાત્મ સમાજનું ઉતમ ઉદાહરણ પ્રસ્થાપિત ર્ક્યુ છે. ભાવનાબેને કોરોના મહામારી દરમિયાન સવિશેષ રીતે મહિલાઓમાં મનોવૈજ્ઞાનિક, સામાજીક સમસ્યાઓના સંદર્ભમાં ભારતમાં સ્વૈચ્છિક સંગઠનાઓ દવારા કરાયેલ કામગીરીની જાણકારી વિશ્ર્વ સમુદાય સમક્ષ્ા આપી હતી.

ભારતીય મૂળના આંતરરાષ્ટ્રીય ખ્યાતી પ્રાપ્ત શિક્ષણ વિદ અને વિશ્ર્વના અનેક દેશોમાં શિક્ષણના પ્રચાર-પ્રસાર માટે સતત ઘુમતા કરટેઈન યુનિવસિર્ટી પર્થના ડીન ઈન્ટરનેશનલ જયા ડંટાસે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, કોરોના મહામારી પછીના વિશ્ર્વમાં વિશ્ર્વ સમુદાયે પુન: નિર્માણ – પન: પ્રાપ્ત ઉર્જા અને પુન: રચના દ્વારા મહિલાઓની સામુદાયીક હિસ્સેદારીનું લક્ષ્ય હાંસલ કરવાનું છે, સવિશેષ રીતે કોરોના મહામારી દરમિયાન પશ્ર્ચિમી મહિલાઓમાં અનેક સ્થાનો ઉપર મહિલાઓને વિવિધ મુશ્કેલીઓનો વિશેષ સામનો કરવો પડયો છે.

હું ભારતીય મૂળના સંદર્ભમાં મારુ ઉદાહરણ આપ સૌ સમક્ષ મુકું છું જેમા મારી માતાએ પ્રથમ શિક્ષકની ગરજસારી અને મારું સંસ્કાર નિર્માણ ર્ક્યું છે ત્યારે સંસ્કાર નિર્માણની આ પધ્ધતિ ઉત્કૃષ્ટ અને આદર્શ છે. કોરોના મહામારી દરમ્યાન ભારતમાં સરકારી તંત્રને સહાયરૂપ થવાં ગામડે ગામડે પથરાયેલા સ્વસહાય બચત જૂથોએ અભૂતપૂર્વ કામગીરી કરી છે.  જયા ડંટાસે સશક્ત મહિલા – ઉન્નત સમાજની સંકલ્પના વ્યક્ત કરી હતી.

રામકૃષ્ણ સેવા મંડળ, વલ્લભ વિદ્યાનગરના માનદ મંત્રી જયોત્સનાબેન પટેલે આ પ્રકારના આંતરરાષ્ટ્રીય કક્ષનો કાર્યક્રમ માટે સહ યજમાનની તક કોલેજ પિરવારને મળી  તે માટે આનંદની લાગણી વ્યક્ત કરી મહિલાઓમાં શિક્ષણનો વ્યાપ વધે તે બાબત ઉપર ભાર મૂક્યો હતો.

કાર્યક્રમનું સંચાલન કોઓર્ડિનેટર અને રાજકોટની એ.એમ઼પી. લો કોલેજના પ્રાચાર્ય મીનળબેન રાવલે કયુ. સરદાર પટેલ યુનિવર્સિટીના કાયદા વિદ્યાશાખાના ડીન ડો. રેખાકુમારી સીંઘે આ પ્રસંગે ખાસ ઉદબોધન કરી અને આ ઔતિહાસિક કાર્યક્રમ કાયમી સંભારણું બની રહેશે તેવી લાગણી વ્યક્ત કરી હતી.

આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિતે અખિલ હિન્દ મહિલા પિરષદ દવારા આણંદ કોલેજ ઓફ લીગલ સ્ટીઝ તથા એમ઼એ.પી. સરકાર લો કલેજ દવારા આયોજીત આંતરરાષ્ટ્રીય વરચ્યુઅલ સેમીનારમાં ઉપસ્થિત ઈન્ટરનેશનલ એલાયન્સ ઓફ વુમનના અધ્યક્ષ શેરીલ હેઈલ્સ (કેનેડા) રાષ્ટ્રીય અધ્યક્ષ શીલા કાકડે તથા  કુલજીત કૌર (દિલ્હી), ઓસ્ટ્રેલીયા ગે્રજયુએટ એસોસીએશનના પ્રમુખ ડીન પ્રોફેસર જયા ડંટા (પર્થ), સેમિનારના મુખ્ય સંવાહક અને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડો. ભાવનાબેન જોશીપુરા, કોઓર્ડિનેટર ડો. રોખા કુમારી સીંગ અને ડો. મીનળ રાવલ નજરે પડે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.