“ફૂલથી નાજુક કોમલ સ્ત્રી”

woman-flower
woman-flower

– “કુદરત” એ માણસને આપેલી અમુલ્ય દેન છે. અને તેની સાથે જો કાંઇ વસ્તુને માણસ સાથે સરખાવામાં આવે તો પ્રકૃતિના પણ આંખોમાં આ આંસુ સરી પડે છે. જેની ગણના કોઇ કરી શકતુ નથી.

– પ્રકૃતિનો એક સુંદર ભાગ ‘ફુલ’ને માણસના એક સુંદર અવતાર સ્વરૂપ ‘સ્ત્રી’ સાથે સરખામણીનું વર્ણનથી એક અલગ રચના બની જાય છે.

– કહેવાય છે કે જેમ ફુલએ પોતાની સુંદર પાંખડીથી નાજુક હોય છે. તેમ એક સુુંદર છોકરી પોતાની શરીરથી નાજુક હોય છે.

– જેમ ફુલથી આખો બગીચો ખીલી ઉઠે છેે. એ જ રીતે દિકરીથી આખુ ઘર ખીલી જાય છે.

– જેમ ફુલની એક કડી પોતાની ખુબસુરતીનું વર્ણન કરે છે. તેમ એક છોકરી પણ તેના ઘરેણા, તેનો મેકઅપ, બંગડીથી અનેક અલગ વસ્તુઓ દરેક કડી જોડીને ખુબસુરતીનું સુંદર વર્ણન કરે છે.

  • પણ ક્યારેય એવુ વિચાર્યુ છે?…….

– એક ફુલને પણ અડવાથી એની કળીઓ કરમાઇ જાય છે એવી રીતે એક છોકરીને પણ અડવાથી ફુલની જેમ કરમાઇ જાય છે.

– ફુલની જેમ તુટી જાય છે. તેની દરેક પાંખડીઓ તેનાથી અલગ થઇ જાય છે.

– અને એક તુટેલુ ફુલ ક્યારેય ફરીથી ખીલી શકતુ નથી એવી ક્યાંક સ્ત્રી પણ પોતાનાથી જ ખામોશ થઇ જાય છે. અને ફરી ખીલી શકતી નથી.

– એની તેની ખુબસુરતી, પોતાની આઝાદી થી ડરી જાય છે, ને  ક્યાંક પોતાની ઈરછાઓને ખતમ કરી નાખે છે.

– આવી જ હાલત જો કુદરત જોવેને  તો પોતે બનાવેલી સુંદર રચના પર અફસોસ કરી મુકે……!!!