Abtak Media Google News

ડિપાર્ટમેન્ટ ઓફ એડમિનિસ્ટ્રેટિવ રીફોર્મ્સ એન્ડ પબ્લિક ગ્રીવન્સ, ભારત સરકાર અને જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ, મહારાષ્ટ્ર સરકાર દ્વારા સંયુક્ત રીતે મુંબઇ ખાતે  કેન્દ્રીય મંત્રી   જીતેન્દ્રસિંહ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી  એકનાથ શિંદે અન નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસની  ઉપસ્થિતિમાં  ઇ-ગવર્નન્સ રિજિયોનલ કોંફરન્સ યોજાઈ હતી. જેમાં રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરવઅમિત અરોરાએ  રાજકોટમાં મનપા દ્વારા સફળતાપૂર્વક અમલમાં મુકવામાં આવેલી ઓટીપી અને ફીડબેક આધારિત ફરિયાદ નિવારણ સિસ્ટમ વિશે પ્રેઝન્ટેશન સાથે સ્પીચ આપી હતી, જેની ઉપસ્થિત સૌએ ભરપૂર સરાહના કરી હતી.

મુંબઈમાં રીજીયોનલ કોન્ફરન્સ ઓન ઈ-ગવર્નન્સમાં સ્પીકર તરીકે
મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ આપ્યું વક્તવ્ય

Rmc 1

આ રિજિયોનલ કોંફરન્સમાં  વક્તા તરીકે ઉપસ્થિત રહેવા મ્યુનિ. કમિશનર અમિત અરોરાને વિશેષ નિમંત્રણ મળ્યું હતું, જે અનુસંધાને તેઓ ગઈકાલે આ કોંફરન્સમાં ઉપસ્થિત રહયા હતા.ઈ-ગવર્નન્સ પ્રોજેક્ટ હેઠળ વિવિધ રાજ્યોમાં ઈ-સર્વિસીસ ડીલીવરી વિષય પર યોજાયેલા સેશનમાં  ઉપસ્થિત મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ રાજકોટ મહાનગરપાલિકાને

ઓટીપી એન્ડ ફીડબેક બેઝડ જાહેર ફરિયાદ નિવારણ સિસ્ટમના સફળ અમલીકરણ માટે પ્રાપ્ત થયેલ એવોર્ડ  અંગે જાણકારી આપવાની સાથોસાથ આ વિષય પર સંબોધન કરતા આ સિસ્ટમ વિશે માહિતી આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.