આજથી ર0મી સુધી પતંગ દોરાથી ઘાયલ પક્ષીઓને બચાવવા કરૂણા અભિયાન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરણા અને માર્ગદર્શનમાં જીવો-જીવવા દો-જીવાડોનો જીવદયા અભિગમ સાકાર થશે

રાજ્યભરમાં 700થી વધુ પક્ષી નિદાન કેન્દ્રો:6ર0થી વધુ તબીબો: 6 હજારથી વધુ સેવાભાવી સ્વયંસેવકો કરૂણા અભિયાનમાં સહભાગી થશ

 

અબતક, રાજકોટ

આગામી ઉત્તરાયણ પર્વ દરમ્યાન પતંગની દોરીથી કોઇ અબોલ પક્ષી-પશુ ઘાયલ ન થાય તેની પૂરતી સતર્કતા સાથે આજથી ર0મી જાન્યુઆરી-ર0રર દરમ્યાન રાજ્યવ્યાપી કરૂણા અભિયાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરણા અને દિશાદર્શનમાં યોજાશે. આ અભિયાનના દિવસો દરમ્યાન સમગ્ર રાજ્યમાં  દરરોજ સવારે 7 થી સાંજે 6 કલાક સુધી તમામ તાલુકાઓમાં વન વિભાગ દ્વારા કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવશે.જીવો, જીવવાદો અને જીવાડોની જીવદયા ભાવના સાથે મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં વન વિભાગે આ વર્ષે ઉત્તરાયણ પર્વ દરમ્યાન ઘાયલ થતાં પક્ષીઓની ત્વરિત સારવાર વ્યવસ્થા માટે વોટ્સએપ નંબર તથા વેબસાઇટ પણ કાર્યરત કર્યા છે.

પક્ષી સારવાર કેન્દ્રોની વિગતો વોટ્સએપ અને વેબસાઇટ દ્વારા મેળવી શકાશે

તદ્દઅનુસાર, વોટ્સએપ  8320002000 ઉપર ઊંફિીક્ષફખમેસેજ ટાઇપ કરવાથી કે વેબસાઇટ વિિંાંત://બશિ.ંહુ.સફિીક્ષફફબવશુફક્ષ ઉપર કલીક કરવાથી જિલ્લાવાર પક્ષી સારવાર કેન્દ્રોની વિગતો મળી શકશે. એટલું જ નહિ, પશુપાલન વિભાગના હેલ્પ લાઇન નંબર 1962 ઉપર ઘાયલ પક્ષીઓની સારવાર માટે મદદ લઇ શકાશે.

આગામી ઉત્તરાયણ દરમ્યાન જો કોઇ પક્ષી ઘાયલ થાય તો તેની સારવાર માટે રાજ્યભરમાં આ વર્ષે 700થી વધુ પક્ષી નિદાન સારવાર કેન્દ્રો, 6ર0થી વધારે તબીબો તેમજ 6000 ઉપરાંતની સંખ્યામાં સેવાભાવી સ્વયંસેવકો સેવારત રહેવાના છે. ઉત્તરાયણ જેવા તહેવારો અને લોકોત્સવોની ઉજવણી દરમ્યાન અબોલ જીવોની ચિંતા કરી તેની સારવાર-માવજતનું આ કરૂણા અભિયાન ગુજરાતની આગવી પહેલ બન્યું છે. પાછલા પાંચ વર્ષોમાં અંદાજે પ0 હજારથી વધુ પક્ષીઓની કરૂણા અભિયાન અન્વયે સારવાર-સુશ્રુષા કરવામાં આવી છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે આ વર્ષે ઉત્તરાયણ તહેવારોમાં પક્ષીઓ પતંગ દોરીથી ઘાયલ ન થાય તેની તકેદારી રાખીને તહેવાર ઉજવવા સૌને અપિલ કરી છે.