Abtak Media Google News

રાજય અને કેન્દ્ર કક્ષાએ યોજાતી વિવિધ ભરતીઓ અંગે વ્યાજબી ફીમાં માર્ગદર્શનના આપતા કોચીંગ કલા

સરકારી નોકરી અને ક્લાસ-૩ માટે વિદ્યાર્થીઓમાં ક્રેઝ વધ્યોસીસ 

વર્તમાન સમયમાં સરકારી નોકરી માટે વિદ્યાર્થીઓનું આકર્ષણ વધ્યું છે. વિદ્યાર્થીઓના સ્વપ્નને સાકાર કરવામાં સ્પર્ધાત્મક પરીક્ષાના કોચીંગ કલાસીસોમહત્વની ભૂમિકા ભજવે છે. આવા કોચીંગ કલાસીસો વિવિધ કક્ષાની યોજાતી સ્પર્ધાત્મક પરીક્ષાઓના સીલેબસ મુજબ વિદ્યાર્થીઓને વિવિધ વિષયો અંગેનું માર્ગદર્શન આપીને તૈયાર કરતા નથી. પરંતુ સામાન્ય જ્ઞાન અંગેની છેલ્લામાંછેલ્લી માહિતી આપીને તેના જ્ઞાનને અપડેટ રાખે છે. આવા કોચીંગ કલાસીસોમાં અન્ય શહેરોની સરખામણીમાં ઓછી ફી વસુલાતી હોય અનેક કલાસીસો વિદ્યાર્થીઓનીધમધમી રહ્યાં છે.

કોચીંગ કલાસીસ વિદ્યાર્થીઓ માટે મહત્વનું બની ચૂકયું છે. ધો.૧૨ અભ્યાસ બાદ કેટલાક વિદ્યાર્થીઓ કલાસ-૧, કલાસ-૨, કલાસ-૩ એમ પરીક્ષાની તૈયારીઓ કરતા હોય છે. કોચીંગ કલાસીસ દ્વારા વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શનની સાથે સ્ટડી મટીરીયલ અને અભ્યાસક્રમની માહિતી પણ મળીરહે છે. જેવી રીતે શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓ માટે ટયુશન કલાસીસોનો ક્રેઝ હતો એમ કોમ્પીટીટીવ એકઝામ્સ માટે હાલ કોચીંગ કલાસીસનો દબદબો છે.

કલાસ-૩ માટે વિદ્યાર્થીઓમાં વધુ ક્રેઝ: ધર્મેશ દવે

Vlcsnap 2018 12 13 01H24M48S899 1

એસ.એસ.આઈ.કમ્પીટીટીવ એકઝામ ઈન્સ્ટિટયુટ કિશાનપરા ચોક પાસે આવેલ છે. જેના એડમીનીસ્ટ્રેશનનું કામ કરતા “ધર્મેશ દવે જણાવેલછે કે, એસ.એસ.આઈ.કલાસીઝમાં અમો કલાસ-૩, કલાસ-૨, કલાસ-૧ના વર્ગો ખૂબ સફળ રીતેચલાવીએ છીએ. સૌરાષ્ટ્રમાં ખુબ ફેસીલીટી ધરાવતું આ ઈન્સ્ટિટયુટછે. સામાન્ય રીતે ધોરણ-૧૨થી લઈને ગ્રેજયુષનાકમ્પલીટ કર્યા પછી કમ્પીટીટીવ એકઝામનો ક્રેઝ વધ્યો છે. ખાસ કરીને ધોરણ-૧૨ પછી વિદ્યાર્થીઓ અમારી સાથે જોડાય છે. અમારી ઈસ્ટિટયુટમાં કમ્પીટીશનમાં આવતા દરેક વિષયના અભ્યાસ કરાવામાં આવે છે.ખાસ કરીને મેથ્સ અને ભાષામાં ગુજરાતી અને ખાસ કરીને પબ્લીક એહમીનીસ્ટ્રેટનું માર્ગદર્શન અહીં પૂરું પાડવામાં આવે છે. અત્યારે કલાસ-૩ માટે વિદ્યાર્થીઓમાં જાગૃતિ આવે છે અને સમગ્ર સૌરાષ્ટ્રમાંથી લોકો કલાસ-૩ની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે આવે છે. જેમાંકલાર્કની પરીક્ષા આપવા મોટી સંખ્યામાં આવે છે. કલાર્ક કોન્સ્ટેબલનીપરીક્ષા માટે ખુબ મહેનત કરતા હોય છે. વિદ્યાર્થીઓને સવારથી રાતસુધી લાયબ્રેરીમાં વાંચવા પુસ્તકની પણ સુવિધા આપવામાં આવે છે અને એડમીશનથી જ અમારી સાથે સવારથી રાત સુધી જોડાય છે અને અમે ખૂબ જ વ્યાજબી ફી, ૬ થી ૭ મહિનાનો હોય છે.આ માટે સરકારની કોઈ વિશેષ માન્યતા લેવાની હોતી નથી વિદ્યાર્થીને ચોકકસ વિષયોમાં પાવર ફુલ કરવા અમારી સંસ્થા ખૂબ સફળતાથી કામ કરે છે.

યુવાનોમાં સરકારી નોકરી અંગે ધગશ વધી: મૌલીક ગોંધીયા

Vlcsnap 2018 12 13 01H25M54S226 1

આઈસીઈ કમ્પીટીટીવ એકઝામ ઈન્સ્ટિટયુટના મૌલીક ગોંધીયાજણાવે છે કે, સામાન્ય રીતે કોમ્પીટીટીવ એકઝામ ૧૨ પાસ કે ગ્રેજયુશન પછી લેવાતી હોય છે. પરંતુ અમારે ત્યાં ધોરણ ૧૨ પછીની ભરતી થતી હોય એવા વિદ્યશર્થીખૂબ આવે છે. જેમાં બીન સચિવાયલય કલબ, કોન્સ્ટેબલની ભરતી માટે ધોરણ ૧૨ની આવશ્યકતા હોય છે. મોટાભાગના વિદ્યાર્થી ગ્રેજયુશનકે માસ્ટર ડીગ્રી બાદ જ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હાયે છે. જેમાં ચીફ ઓફીસરની ભરતી બેન્ક કલાર્કની ભરતી માટેની પરીક્ષાની તૈયારી કરે છે.ખાસ કરીને યુવાનો હવે સરકારી નોકરીમાં જવાનો ક્રેઝ વધ્યો છે કેમ કે સરકારી નોકરી સુરક્ષીત હોય છે. જયારે પ્રાઈવેટ નોકરીમાં કોઈ ફિકસ નથી હોતી માટે સરકારી નોકરી તરફનો ઝુકાવ વધ્યો છે. અમારી સંસ્થાને ૮ વર્ષ થયા છે. અમારે ત્યાંથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ૧૦ હજાર વિદ્યાર્થી સરકારી નોકરી મેળવી ચુકયા છે. ફીની વાત કરીએતો દરેક સ્પર્ધાત્મક પરીક્ષાની ફી અલગ અલગ છે. જેમાં ૮ હજાર થી૧૫ હજાર સુધી છે. કલાસીસ ચલાવા માટે સરકારની માન્યતાની વાત કરવામાંઆવે તો વિદ્યાર્થીઓને સરકારી લાભ મળે તે માટે સરકારમાં નોંધણી કરાવી જરૂરી છે.

ગોખણપટ્ટી નહીં કોન્સેપ્ટલક્ષી અભ્યાસ જરૂરી: ઈલાણી

Vlcsnap 2018 12 13 01H24M06S214

‘અબતક’ સાથેની વાતચીતમાં ઈલાણીએ જણાવ્યુંકે, અમે ૭ વર્ષ થયા કલાસ ચલાવીએ છીએ. ધોરણ-૧૧-૧૨ સાયન્સની સાથે સ્પર્ધાત્મક યુગમાં કમ્પીટીટીવ એકઝામઅંતર્ગત નીટની પરીક્ષાની તૈયારી કરાવીએ છીએ. ખાસ કરીને આપણા ગુજરાતી બાળકો ગોખણપટ્ટીમાં માને છે પરંતુ ગોખણપટ્ટીને બદલે કન્સેપ્તલક્ષી ભણે તો સારૂ પરિણામ મળી શકે છે અને અમે ક્ધસેપ્ટ લક્ષી કામગીરી કરાવીએ છીએ. અમે આજ સુધીમાં ૪૬૮ ડોકટર અને ૧૦૩૮ એન્જીન્યર્સ તૈયાર થઈ ચૂકયા છે.કન્સેપ્તને લીધે જ સારૂ રીઝલ્ટ આવે છે. અલગ અલગ લેકચર લેવામાં આવે છે. વિદ્યાર્થી રોજે ૪ થી૪:૩૦ કલાક ભણે છે અને એટલું જ વર્ક ઘરે પણ આપવામાં આવે છે.જેથી પુરી તૈયારી કરી શકે છે. ફીની વાત કરીએ તો૧૫ હજાર વાર્ષિક ફી લેવામાં આવે છે જે એકદમ વ્યાજબી છે વિદ્યાર્થીની સુરક્ષા-સલામતી માટે કલાસીસ ચલાવા લાયસન્સ હોવું જરૂરી છેઅને ટયુન કલાસીસમાં પણ ફીના ધારાધોરણ હોવા જરૂરી છે. જેથી શિક્ષક અને વિદ્યાર્થી બન્નેની નૈતીકતા જળવાઈ રહેશે એવું મારૂ માનવું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.