સુરેન્દ્રનગર જિલ્લામાં યોજાનારા કલા મહાકુંભના સ્પર્ધકો 6 જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકશે

6 થી 14, 1પ થી 20, ર1 થી 59 અને 60 વર્ષથી વધુ આમ 4 જુથમાં 30 જેટલી સ્પર્ધાઓમાં યોજાશે

 

અબતક, શબનમ ચૌહાણ

સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર ગુજરાત સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા તથા સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્રની રાહબરી હેઠળ જિલ્લા યુવા વિકાસ અધિકારી, રમત ગમત અધિકારીની કચેરી-સુરેન્દ્રનગર દ્વારા આ વર્ષે પણ કલા મહાકુંભનું તાલુકા તેમજ જિલ્લા કક્ષાએ આયોજન થનાર છે. જે અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવવા માટેના ફોર્મ આગામી તારીખ 06/01/2022 સુધીમાં ભરી શકાશે.

આ વર્ષે કલા મહાકુંભમાં કુલ 30 વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ તેમજ 6 થી 14 વર્ષ, 15 થી 20 વર્ષ, 21 થી 59 વર્ષ અને 60 વર્ષથી ઉપરના એમ કુલ ચાર વયજુથમાં સ્પર્ધાઓ યોજાશે. આ કલા મહાકુંભમાં સમૂહગીત, ગરબા, લોકનૃત્ય, રાસ, એકપાત્રીય અભિનય, ભરતનાટ્યમ, વકતૃત્વ, ચિત્રકલા અને નિબંધ સહિતની કુલ 09 કૃતિઓ તાલુકા કક્ષાએથી શરૂ થશે, સ્કૂલ બેન્ડ, લોકવાર્તા, દુહા-છંદ-ચોપાઈ, કથ્થક, કાવ્ય લેખન, ગઝલ-શાયરી, સર્જનાત્મક કારીગરી અને ઓરગન સહિતની સ્પર્ધાઓ જિલ્લા કક્ષાએથી શરૂ થશે. જ્યારે ઓડીસી, મોહિની અટ્ટમ, કુચીપુડી, સિતાર, ગીટાર, વાયોલીન જેવી સ્પર્ધાઓ સીધી પ્રદેશ કક્ષાએથી શરૂ થશે તેમજ પખવાજ, મૃદંગમ, સરોદ, સારંગી, ભવાઈ, જોડિયા પાવા, રાવણ હથ્થો વગેરે કૃતિઓ સીધી રાજ્યકક્ષાએ યોજાશે.

ઉપરોક્ત સ્પર્ધાઓમાં વધુમાં વધુ કલાકારો ભાગ લે તે માટે તમામ શાળાઓ, કોલેજો વિવિધ સંસ્થાઓ તેમજ ભણતા ન ભણતા કલાકારોને જણાવાયું છે કે, આયોજન સંચાલનની સરળતા અર્થે તાલુકા કક્ષાએથી દરેક તાલુકામાં ક્ધવીનરની નિમણૂક કરવામાં આવેલ છે. જે અન્વયે કોષ્ટકમાં જણાવ્યા મુજબના તાલુકાના કલાકારોએ પોતાનું અરજીફોર્મ જે તે તાલુકાના તાલુકા ક્ધવીનરશ્રીઓને  પહોંચાડવાનું રહેશે.

આ ઉપરાંત સીધી જિલ્લા, પ્રદેશ અને રાજ્યકક્ષાની સ્પર્ધાના ફોર્મ તાલુકા ક્ધવીનરશ્રીઓને અથવા સીધા જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા રમત ગમત કચેરી, બહુમાળી ભવન, બ્લોક એ-5, ખેરાળી રોડ, રતનપર, સુરેન્દ્રનગરથી મેળવીને જમા કરાવવાના રહેશે. આ અંગેની વધુ માહિતી માટે મોબાઈલ નં. 9375445517 ઉપર સંપર્ક કરવા વધુમાં જણાવાયું છે.