Abtak Media Google News

 અમદાવાદના ઓઝન ગ્રુપના ચાર અને રાજકોટના બે મળી સાત શખ્સો સામે મરવા મજબુર કરનાર અને ઠગાઇનો નોંધાતો ગુનો

અબતક,રાજકોટ

ન જાણ્યુ જાનકી નાથે સવારે શું થવાનું છે તે ઉક્તિ કરૂણ રીતે સાર્થક શહેરના જાણીતા એડવોકેટ અને પટેલ આગેવાન સાથે ઘટના બની છે. શહેરના 1પ0 ફુટ રીંગ રોડ પર રૈયા ટેલીફોન એક્ષચેન્જ પાસે આવેલા નક્ષત્ર-3 બીલ્ડીંગમાં આવેલી કલ્પતરૂ પ્રોપર્ટીઝ નામની ઓફીસમાં સીનીયર ધારાશાસ્ત્રી અને પાટીદાર અગ્રણીએ ઝેરી દવા પી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાના બનાવમાં અમદાવાદના પાંચ અને રાજકોટના બે મળી સાત બિલ્ડરોના ત્રાસથી આ પગલુ ભરી લીધાનું યુનિ. પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

પોલીસે કબ્જે કરેલા મોબાઇલમાંથી સુસાઇટ નોટ, ઓડીયો કલીપ સહીતના ડીઝિટલ એવીડન્સના આધારે કલમ 306, 406, 420 હેઠળ ગુનો નોંધી યુનિ. પોલીસ મજકના પી.આઇ. ચાવડા તપાસનો ધમધમાટ આદરી નાશી છુટેલા બિલ્ડરોને ઝડપી લેવા ચાર ટીમો બનાવી આશ્રય સ્થાનો પર દરોડા પાડવામાં આવ્યા છે.

ઘોરાજી તાલુકાના ઝાંઝમેર ગામના વતની અને રાજકોટના 150 ફુટ રીંગ રોડ પર અંજલી ટાવરમાં રહેતા એડવોકેટ મહેન્દ્રભાઇ કેશવલાલ ફળદુ નામના 56 વર્ષના પાટીદાર આગેવાને 150 ફુટ રીંગ રોડ પર રૈયા ટેલિફોન એકસચેન્જ પાસે આવેલા નક્ષત્ર બિલ્ડીંગમાં કલ્પતરૂ નામની ઓફિસમાં ઝેરી દવા પી પંખાના હુક સાથે દોરી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કર્યાનું યુનિર્વસિટી પોલીસમાં નોંધાયું છે.

મહેન્દ્રભાઇ ફળદુએ ગઇકાલે પોતાની ઓફિસના સ્ટાફને સવારે ઓફિસે મોડા આવવાનું કહ્યા બાદ પોતે સવારે કલ્પતરૂ ઓફિસ ખાતે પહોચી ગયા હતા. પોતાની ઓફિસે લખેલી વિસ્તૃત સ્યુસાઇડ નોટ લઇ વાયરલ કરી આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.ગતરાતે જ મહેન્દ્રભાઇ ફળદુએ આપઘાત કરવાનો નિર્ણય કયોઈ હોય તેમ પોતાના સ્ટાફને ઓફિસે મોડા આવવાનું કહ્યું હતું પરંતુ તેમને ત્યાં દુધ આપવા આવતા ખોડાભાઇ ડ્રાઇવર તરીકે પણ ફરજ બજાવતા હોવાથી તેઓ ઓફિસે ગયા ત્યારે મહેન્દ્રભાઇ ફળદુ પંખાના હુક સાથે લટકતા જોઇ અવાચક થઇ ગયા હતા. તેઓએ પોતાની ઓફિસના અન્ય કર્મચારીને જાણ કરતા તેઓ દોડી આવ્યા હતા.

યુનિર્વસિટી પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોચ્યો ત્યારે તેમને પણ સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં 30 થી 33 કરોડની મિલકતનો દસ્તાવેજ કરી ન આપતા અમદાવાદના ઓઝન ગૃપના જયકુમાર કાંતીલાલ પટેલ, દિપક મણીલાલ પટેલ, પ્રકાશ ચંદુલાલ પટેલ, પ્રણયકુમાર કાંતીલાલ પટેલ, રાજકોટના બિલ્ડર એમ.એમ.પટેલ (સુરેજા), અમિત ચૌહાણ અને અતુલ મહેતાના કારણે આપઘાત કર્યાનો ઉલ્લેખ કર્યો છે.

ઓઝન ગૃપ દ્વારા અમદાવાદના બાવળા નજીક બલદાણા ગામે આવેલી પાંચ લાખ ચોરસ વાર જગ્યામાં ધ તસ્કની બીચ સિટી નામનો પ્રોજેકટ બનાવ્યો હતો. જે પ્રોજેકટમાં મહેન્દ્રભાઇ ફળદુએ 48000 ચોરસ મીટર જમીન 2007માં પોતાના અને પોતાના સગા-સંબંધીઓના નામે ખરીદ કરી હતી. તેમજ નાના ભાઇ રમેશ ફળદુ, શૈલેષ ફળદુ અને કાકા વિનયકાંત ફળદુએ મહેન્દ્રભાઇ ફળદુ મારફતે એક લાખ ચોરસ વાર જમીન બુક કરાવી હતી. પેમેટ આપ્યા બાદ અવાર નવાર દસ્તાવેજ કરવાની વિનંતી કરવા છતાં દસ્તાવેજ કરી આપતા ન હતા. મહેન્દ્રભાઇ ફળદુને કંપનીના ડાયરેકટરો સમાધાનના બદલે અવાર નવાર ધમકીઓ આપતા હતા. જેમાં ખોટા કારણો ઉભા કરી એમ.એમ.પટેલ, તેનો પુત્ર યતિન મનસુખ સુરેજા અને અતુલ મહેતા પોલીસ ફરિયાદ કરી હોવાના સ્યુસાઇડ નોટમાં આક્ષેપ છે.

બિલ્ડરો પોલીસ મારફતે રોકાણકારોને ધમકી આપતા હતા. તેમજ કંપનીના ડાયરેકટરો એવું પણ કહેતા હતા કે અમારે રાજકીય આગેવાનો સાથે સંબંધ છે. સરકારના મંત્રીઓ અમારા ભાગીદાર છે. રાજકીય આગેવાન અને સંસદ સભ્યો અમારી ઓફિસમાં બેસી તેના કાર્યલય અમારી જગ્યામાં જ ચાલે છે. આઇએસ અને આઇપીએસ સાથે પણ અમારે ધરોબો છે. અમારે ત્યાં લગ્ન સહિતના પ્રસંગોમાં આવા વીઆઇપીઓ મહેમાન બને છે. તેવી સતત ધમકીઓ આપતા હતા. જેના કારણે કરોડોની કિંમતની જમીન મફતમાં પડાવી લેવા ઇરાદાથી દસ્તાવેજ કરી દીધો ન હતો. જેના કારણે પોતે આર્થિક, માનસિક અને શારિરીક ત્રાસથી કંટાળી આપઘાત કરતા હોવાનો સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો છે.

મહેન્દ્રભાઇ ફળદુનો આ ઉપરાંત રાજકોટની ભાગોળે આવેલા ઇશ્ર્વરીયા ખાતે ઇલેઝીયમ નામનો મોટા બંગ્લાના પ્રોજેકટ ચાલુ છે. જેમાં એમ.એમ.પટેલ, અમિત ચૌહાણ અને અતુલભાઇ મહેતા ભાગીદાર હોવાનું સ્યુસાઇડ નોટમાં લખ્યું છે.

મહેન્દ્રભાઇ ફળદુ 1990થી વકીલાતના વ્યવસાય સાથે જોડાયા છે. તેઓ બોર્ડ ઓફ નોમિનીઝ કોર્ટમાં પોતાના અસીલની તરફેણમાં ઘણા મહત્વના ચુકાદા મેળવ્યા છે. સહકારી ઘણી મંડળી અને બેન્કના લીગલ એડવાઇઝર તરીકે જોડાયેલા છે. સિદસર ખાતેના સુપ્રિધ્ધ ઉમિયા મંદિર, સરદારધામ, વીવાયઓ-હવેલી અને કલબ યુવી જેવી ધાર્મિક અને સામાજીક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. મળતાવળા સ્વભાવના મહેન્દ્રભાઇ ફળદુના મૃત્યુના સમાચારથી રાજકીય આગેવાન, બહોળી સંખ્યામાં વકીલો અને સગા-સંબંધીઓ હોસ્પિટલ દોડી ગયા છે.

મૃતક  મહેન્દ્રભાઇ ફળદુના પુત્ર પ્રિયાંકની ફરીયાદ પરથી યુનિ. પોલીસ મથકના સ્ટાફે અમદાવાદના ઓઝન ગ્રુપના દિપક મણીલાલ પટેલ, પ્રણ્ય કાંતિલાલ પટેલ, જયશે કાંતિલાલ પટેલ, પ્રકાશ ચંદુલાલ પટેલ, રાજકોટના બિલ્ડર એમ.એમ. પટેલ (મનસુખ એમ. સુરેજા), અમીત જયમલ ચૌહાણ  અને અતુલ મહેતા સામે કલમ 306, 406, 420 હેઠળ ગુનો નોંધી પી.આઇ. ચાવડા અને પી.એસ.આઇ. એચ.પી. રવિયા  સહીતના સ્ટાફ ચલાવી રહ્યાં છે. નાશી છૂટેલા શખ્સોને ઝડપી લેવા ચાર ટીમો બનાવી ઝડપી લેવા દોડધામ આદર્યો છે.

આપઘાત કેસની તપાસ માટે સીટની રચના

શહેરની અનેક સામાજીક અને ધાર્મિક સંસ્થા સાથે જોડાયેલા અને સીનીયર ધારાશાસ્ત્રી મહેન્દ્રભાઇ ફળદુએ સુસાઇટ નોટ લખી બિલ્ડરો જમીનના દસ્તાવેજ ન કરી આપી અથવા પૈસા પરત ન આપતા અને ખોટી રીતે ફરીયાદમાં ફીટ કરાવી દેવાની ધમકીથી કંટાળી આપઘાત કરી લીધાના બનાવમાં ઇન્ચાર્જ  પોલીસ કમિશ્નર અહેમદ ખુરર્શીદ સીટની રચના કરવામાં આવી છે. જેમાં ડીસીપી ઝોન-ર મનોહરસિંહ જાડેજાના વડપણ હેઠળ એ.સી.પી. અને પી.આઇ. નો સમાવેશ કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.