Abtak Media Google News

પ્રેરણા લાઇફ સાયન્સ નામની કંપનીના ડિ કમ્પોઝ  200 લીટર જલદ કેમીકલ્સના ના 7 બેરલ જાહેર રસ્તા પર ફેંકી દેવાયા

ધ્રોલ પંથકના સરમરીયાદાદાના મંદિરથી જાયવા ગામ જતા રોડની બાજુમાં તથા સણોસરા ગામ તરફ જતા રોડની બાજુમાં ડી-કમ્પોઝ થઇ ગયેલ જલદ પ્રવાહી કેમીકલ્સના 7 બેરલ જાહેર રસ્તા ઉપર ફેંકી દઇ મનુષ્ય-પ્રાણીના જીવ જોખમમાં મુકી અને પર્યાવરણને પણ નુકશાન પહોંચાડવાના કાર્ય કરવા બદલ રાજકોટ રહેતા  કાંતીભાઇ ગોપાલભાઇ સાવલીયા અને  કેતનભાઇ (રહે.વિજાપુર) સામે કલ્પનાબેન નિલેશભાઇ પરમાર પ્રાદેશિક અધિકારી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પ્રાદેશિક કચેરી જામનગર એ ફરિયાદ નોંધાવી છે.

આ બનાવ અંગેની વિસ્તૃત વિગત મુજબ,  કે કાંતીભાઇ ગોપાલભાઇ સાવલીયાએ પ્રેરણા લાઇફ સાયન્સ નામની કંપનીમા ડિ.કમ્પોઝ ગયેલ જલદ કેમીકલ્સના 200  લીટર કુલ-7 બેરલનો નિકાલ કરવા કેતનભાઇ (રહે.વિજાપુર)ને કહેતા કેતનભાઇએ અશોક લેલનની ટેમ્પો/પીકપ જેવી નાની ગાડી રજી નં-જીજે-02-એટી-6069ની તથા માણસો મોકલી આ ડિ.કમ્પોઝ થઈ ગયેલ કેમીકલ્સના કુલ-7 બેરલ આ ગાડીમાં ભરાવી કેતનભાઇના માણસોએ ધ્રોલ તાલુકાના સણોસરા ગામના રસ્તા પાસે બે  બેરલ  તથા સરમરીયા દાદાના મંદિરથી વાગુદળ જતા રસ્તા પર જાયવા પાસે અલગ અલગ જગ્યાએ પાંચ(પ) બેરલ જલદ કેમીકલ્સના ભરેલ ખુલ્લી જગ્યામા માણસોની તથા માલઢોર અવર જવર હોય

તેવા વિસ્તારમા નાખી પર્યાવરણ તથા જાન 5 નુકસાન થાય તેવુ બેદરકારી ભર્યું કુત્ય કરી ગુન્હામા એકબીજાએ મદદગારી કરી કર્યાની ફરિયાદ નોંધાઇ છે. આ અંગે પોલીસે બંને  સામે  ઈ.પી.કો કલમ- કલમ-278.284.336.114 તથા પર્યાવરણ સુર અધિનીયમ 1986 ની કલમ-15(1) મુજબ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.