Abtak Media Google News
  • સમુદ્રમંથન માં 14 રત્નોમાંથી મળેલ એક અદભુત રત્ન એટલે “શંખ”
  • શ્ર્વાસ સંબંધી દરેક સમસ્યાઓ દૂર કરે  તેમજ યકૃત, કિડની અને ફેફસાંને લગતી દરેક બીમારીઓ દૂર થઈ જાય શંખ વગાડવાથી સકારાત્મક ઉર્જા ફેલાવે છે
  • શ્વાસ સંબંધિત સમસ્યાઓ કરે છે ખતમ

શંખ દરિયામાંથી નીકળતા કોડી, છીપલા વિગેરે જેવો જ એક પદાર્થ છે, તો ઘણાં એવું સમજે છે કે, અમુક જળચર જીવોની પીઠ પર આવો પદાર્થ થાય છે, જેના વડે તે જીવ પોતાનું રક્ષણ કરી શકે છે. પરંતુ સત્ય હકીકત એ છે કે સમુદ્રમાંથી જે શંખ આકારનો પદાર્થ નીકળે છે તેને શંખ નહીં હિન્દુ ધર્મની અંદર, શંખને ખૂબ જ પવિત્ર અને શુભ માનવામાં આવે છે. આથી જ ભગવાન વિષ્ણુ દ્વારા શંખનો ઉપયોગ કરવામાં આવતો હતો. સમુદ્રમંથન દ્વારા મળેલા 14  રત્નોમાંનો છઠ્ઠો રત્ન શંખ છે. હિન્દુ ધર્મની અંદર કોઈપણ પ્રકારના શુભ કાર્યો, વિવાહ કાર્ય, ધર્મ અનુષ્ઠાન અથવા તો, નિત્ય પૂજાની અંદર શંખ વગાડવાનો નિયમ બનાવવામાં આવેલો છે. ઘરની અંદર જો મંદિરમાં શંખની સ્થાપના કરવામાં આવે તો તેને પણ ખૂબ શુભ માનવામાં આવે છે. પરંતુ શંખ વગાડો તેની પાછળ માત્ર ધાર્મિક માન્યતા જ છુપાયેલી નથી. શંખ વગાડવા ના કારણે તમે અનેક પ્રકારની બીમારીઓથી દૂર રહી શકો છો.

શંખનાદનો આધ્યાત્મિક મહત્વ

સર્વ દેવોને પ્રિય એવા શંખનું આધ્યાત્મિક મહત્વ ઘણું જ છે. શાસ્ત્રોમાં માગશર માસમાં શંખનો મહિમા વર્ણવવામાં આવ્યો છે. રામાયણ- મહાભારતની કથાઓમાં કોઈ રાજાનો રાજ્યાભિષેક કરવાનો હોય તો શંખમાં પવિત્ર ગંગાજળ ભરીને તે રાજાના મસ્તક પર અભિષેક કરવામાં આવતો હતો. યુદ્ધ વખતે પણ વિવિધ પ્રકારના શંખો ફૂંકવામાં આવતા હતા. મહાભારતમાં પ્રાત:કાળે શંખનાદ થાય તે સાથે યુદ્ધ શરુ થતું હતું અને સંધ્યાકાળે શંખનાદ થતા જ યુદ્ધવિરામ થતો હતો. મહાભારતના યુદ્ધની શરુઆતમાં ભીષ્મ પિતામહે ભયંકર શંખનાદ કર્યો હતો તેની સામે ભગવાન શ્રીકૃષ્ણે પાંચજન્ય નામનો શંખ ફૂંક્યો હતો.

શ્રીકૃષ્ણનો પાંચજન્ય શંખ બહુ ચમત્કારી તથા સમગ્ર સૃષ્ટિમાં વખણાતો હતો અને કદમાં પણ બહુ મોટો હતો એવું કહેવામાં આવે છે કે પાંચજન્ય શંખનો ધ્વનિ યુદ્ધ ભૂમિથી કેટલાય માઇલો સુધી સંભળાતો હતો. દરેક પાંડવ પાસે પોતાનો પ્રિય શંખ રહેતો હતો અને તેઓએ પોતાના શંખનું નામકરણ પણ કરેલ હતું

શંખનાદથી વાતાવરણ શુદ્ધ થાય છે

શંખ ફૂંકવાથી તેની ધ્વનિ જ્યાં સુધી જાય છે, ત્યાં સુધીની અનેક બીમારીઓના કીટાળુ ધ્વનિ-સ્પંદનથી બેભાન થઈ જાય છે કે નષ્ટ થઈ જાય છે. જો દરરોજ શંખ વગાડવામાં આવે તો સકારાત્મક ઉર્જા ફેલાવે છે વાતાવરણ કીટાળુઓથી મુક્ત થઈ જાય છે. શંખના તરંગો બેક્ટેરિયા તથા અન્ય રોગાળુઓને નષ્ટ કરવા માટે ઉત્તમ અને સસ્તી ઔષધિ છે. દરરોજ સવારે-સાંજે શંખ વગાડવાથી વાયુમંડળ કીટાળુઓથી મુક્ત થઈ જાય છે. તેથી સવારે-સાંજે શંખ વગાડવાની પરંપરા છે.

શંખનાદ માટે પ્રાણાયામ ની જેમ ફુક મારવાની ટેક્નિક

શંખનાદ ને શિવ સ્તુતિ અને પવિત્ર પૂજા વિધિ ગણવામાં આવે છે શંખનાદ થી શારીરિક અને આધ્યાત્મિક ઘણા ફાયદા દર્શાવવામાં આવ્યા છે શંખનાદ માટે ફેફસામાં હવા ભરી દબાણથી ટ્રકમાં ફૂંક મારવાની એક આગવી ટેકનિક કામ કરે છે શંખનાદ માટે ફેફસાના બળ ના બદલે ફૂંક મારવાની કળ વધુ કામ કરે છે શંખ વગાડવામાં પણ સતત પ્રેક્ટિસ કરી તેની ટેકનીક વિકસાવીને શંખનાદ માટે લોકો માહેર બને છે

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.