Abtak Media Google News

પાંચ દિવસીય વેબિનારમાં દેશ-વિદેશના ૩૨૦૦ વ્યક્તિઓ જોડાયા

સરકારી વિજ્ઞાન કોલેજ, વેરાવળ દ્વારા  “પરિવર્તન: ચેંજિંગ સિનારિયો ઇન સાયન્સ, એજ્યુકેશન એન્ડ સાયકોલોજી-અ કંબાઇન્ડ એપ્રોચ” વિષય પર ભારતની વિવિધ યુનિવર્સિટી, સંશોધન સંસ્થાઓ અને કોલેજીસના ફેકલ્ટીઝ માટે રાષ્ટ્રીય વેબીનાર સીરિઝ યોજી હતી. જે અંતર્ગત સમગ્ર ભારતના વિવિધ રાજ્યોમાંથી ૩૧૯૦ વ્યક્તિઓએ તથા વિદેશથી પણ યુકે, ફિલિપાઈન્સ, ઇન્ડોનેશિયા, ઓમાનથી ૬ વ્યક્તિઓએ એમ આશરે ૩૨૦૦ વ્યક્તિઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.

પ્રથમ દિવસે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના અંગ્રેજી ભવનના પ્રાધ્યાપક ડો. પરેશ જોશીએ “ઓનલાઇન ટીચિંગ ધ ન્યુ નોર્મલ વિષય ઉપર તેમજ બીજા દિવસના વક્તા ગુજરાત વિદ્યાપીઠના વાઇસ ચાન્સલર પ્રોફ. અનામિક શાહે કોવીડ-૧૯ની અસરને લીધે ઉચ્ચ શિક્ષણ પધ્ધતિમાં જરૂરી, થઇ શકે તેવાં પરિવર્તન અને દેશની આર્થિક વ્યવસ્થા પર થતી અસર વિશે વિસ્તૃત છણાવટ કરી હતી.

વેબીનાર સીરીઝના ત્રીજા દિવસે પર્યાવરણ જાગૃતતામાં શિક્ષકોની ભૂમિકા અંગેની વિસ્તૃત ચર્ચા ભાવનગર યુનીવર્સીટીના લાઇફ સાયન્સ ભવનના હેડ ડો. ભારતસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવી.

વેબીનાર સિરીઝના ચોથા દિવસે હિન્દુસ્તાન લીવર, મુંબઈના જનરલ મેનેજર ધર્મેન્દ્ર સોલંકીએ સ્ટ્રેસ મેનેજમેન્ટ અંગેના વક્તવ્યમાં આજની પરિસ્થિતિમાં તણાવમાં સંતુલન કેમ જાળવવું તે માટે સ્ટ્રેસ-તણાવનું મૂળ શોધી એનો ઉકેલ કઈ રીતે લાવવો તે અંગેનું માર્ગદર્શન આપ્યું.

વેબીનાર સિરીઝના પાંચમા અને અંતિમ દિવસે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇલેક્ટ્રોનિક્સ ડિપાર્ટમેન્ટના પ્રોફેસર ડો. મહેશ જીવાણીએ  શિક્ષકો માટે ઓનલાઈન ટીચિંગ માટેના અત્યંત જરૂરી એવા વેબ સાઇટ ક્રિએશન અને ગૂગલ ક્લાસરૂમ વિષય પર નિદર્શન દ્વારા વ્યાખ્યાન આપ્યું હતું.

આ રાષ્ટ્રીય વેબીનાર સીરિઝના અધ્યક્ષ, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરશ્રી પ્રોફ. ડો. ચેતનભાઈ ત્રિવેદીએ અંતિમ દિવસે ઓનલાઈન હાજરી આપીને કાર્યક્રમમાં ભાગ લેનાર સર્વે પ્રોફેસર્સને શુભેચ્છા પાઠવી હતી તથા ઓછા સંસાધનો વચ્ચે પણ આવી ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ કોલેજના પ્રિન્સિપાલ ડો. સ્મિતા બી. છગ તથા સ્ટાફને  બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.

વિશેષમાં, ઉચ્ચ શિક્ષણ વિભાગના એડિશનલ કમિશનર નારાયણ માધુએ પણ આ વેબીનાર સિરીઝના ત્રીજા દિવસે હાજર રહીને  સરકારી વિજ્ઞાન કોલેજના પ્રિન્સિપાલ ડો. સ્મિતા બી. છગ તથા સ્ટાફને  પ્રોત્સાહિત કર્યા હતા.વેબીનાર સફળ બનાવવા કોલેજના પ્રિન્સિપાલ ડો. સ્મિતા બી. છગ, ક્ધવીનર ડો. પરેશ પોરિયા, કો-ક્ધવીનર ડો. કાશ્મીરા ટાંક તથા વાહિદ સુમરા ભારે જહેમત ઉઠાવી સતત કાર્યશીલ રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.