Abtak Media Google News

સંઘ પ્રશાસન દાદરાનગર હવેલી ખેલતેમજ યુવા મામલાના વિભાગ દ્વારા આયોજીત નેશનલ સ્કુલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડીયા અંતર્ગતઅંડર ૧૪ બોયઝએન્ડ ગર્લ્સચેસ ટુર્નામેન્ટનું સમાપન થયું આ સમારોહ પોલીસ ટ્રેનીંગ સ્કૂલ સાયલીના મેદાન પર આયોજીત કરાયો આ પ્રકારની ટુર્નામેન્ટ દાદરાનગ હવેલીમાં પહેલીવાર આયોજીત કરાઈ કુલ ૨૨ રાજયો અને ૫ સંઘ પ્રદેશો એ શૃંખલામાં પોતાનું નામ નોંધાવી હર્ષોલ્લાસથી કાર્યક્રમમાં સહભાગી થયા.

Imgl0789 Large

આ કાર્યક્રમની શરૂઆત પદમશ્રી સુશિલકુમારના ભવ્ય સ્વાગતથી થઈ આ સમાપન કાર્યક્રમના મુખ્ય અતિથિ દાદરાનગર હવેલીના કે રવિચંદ્રન આઈ.એફૅએસ. મુખ્ય વન સંરક્ષક હતા આ ઉપરાંત પૂજા જૈન,રાકેશ કુમાર તથા અન્ય નામાંકીત વ્યકિતઓ હાજર હતા આ સાથે દાદરાનગર હવેલીના બાલભવનમાં બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો આ ટુર્નામેન્ટમાં તામિલનાડુની બોઈઝટીમ વિજેતા રંહીતો મહારાષ્ટ્રની ગર્લ્સ ટીમે પણ સૂવર્ણ પદક મેળવ્યો સુશિલકુમારે વિજેતાટીમને પુરસ્કાર આપી અભિનંદન પાઠવ્યા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.