- ચેમ્બર ઓફ કોમર્સ ખાતે માતૃભાષા મહોત્સવનું સમાપન
- તમામ મહેમાનોને શાલ, પુસ્તક અને પુષ્પ દ્વારા કરાયા સન્માનિત
- એ. કે. સિંગ સાહેબ, ડો. પ્રીતિ સુબંડ, નિખિલ આશર, વિજય ગઢવી વગેરે રહ્યા ઉપસ્થિત
- સમગ્ર કાર્યક્રમનું સંચાલન આચાર્યા કૈલાસબેન ચિત્રોડાએ કર્યું
ગુજરાત સાહિત્ય અકાદમી અને સેન્ટ પોલ હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા મહોત્સવ 2025નું સમાપન ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ માં રાખવામાં આવ્યું હતું.
વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે યોજાયેલ આ કાર્યક્રમના આરંભે ફોરમ મહેતાએ ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ હતું. દીપ પ્રાગટ્ય બાદ ઉપસ્થિત તમામ મહેમાનોને શાલ ,પુસ્તક અને પુષ્પ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં ખાસ પ્રદીપ પરિહાર, પ્રભુ પરમાર, વિરાજ દેસાઈ, હાર્દિક ગઢવી, ડો.રાકેશ પટેલ, એ.કે.સિંગ સાહેબ,ડો. પ્રીતિ સુબંડ, નિખિલ આશર, વિજય ગઢવી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા વિરાજ દેસાઈએ માતૃભાષામાં બાળ સાહિત્ય અને કાવ્ય સાહિત્ય વિશે ઊંડાણપૂર્વક સમજણ આપી હતી. ત્યારબાદ હાર્દિક ગઢવીએ પણ માતૃભાષાનું મહત્વ સમજાયું હતું. તો ડો. રાકેશ પટેલે સાહિત્યના વિવિધ પ્રકારો વિશે ઊંડાણથી સમજણ આપી હતી. પ્રદીપ પરિહારે પોતાની પ્રયાસ સંસ્થાનો પરિચય આપ્યો હતો. તો પ્રભુ પરમારે ગાયત્રી મંદિર દ્વારા લેવાતી સંસ્કૃતિ પરીક્ષા પર પ્રકાશ પાડ્યો હતો.સમગ્ર કાર્યક્રમનું સંચાલન એમ.પી. પટેલ કન્યા વિદ્યાલયના આચાર્યા કૈલાસ ચિત્રોડા એ કર્યું હતું અને કાર્યક્રમની આભાર વિધિ સેન્ટ પોલ હાઈસ્કૂલના આચાર્ય નિખિલ આશરે કરી હતી. આ કાર્યક્રમમાં માતૃભાષાને ચાહનારો વર્ગ ઉપસ્થિત રહ્યો હતો.
અહેવાલ : ભારતી માખીજાણી