Abtak Media Google News

યુજીસી એ પીએચડી રેગ્યુલેશન ૨૦૦૯, ૨૦૧૬ અને ૨૦૧૮ મુજબ દેશભરની યુનિ.ઓ અને કોલેજોમાં અધ્યાપક થવા માટે યુજીસી નેટ પરીક્ષા ફરજીયાત કરી છે. અધ્યાપક તરીકે કારકીર્દી ઘડવા માંગતા ઉમેદવારો માટે આગામી ડિસે. ૨૦૧૯માં નવા માળખામુજબની પરીક્ષા ભારત સરકાર દ્વારા યોજાનાર છે. ત્યારે સૌરાષ્ટ્ર વિસ્તારના વિદ્યાર્થીઓને સીસીડીસી યુનિ. કેમ્પસ ખાતે વિનામૂલ્યે તાલીમમાં જોડાવા માટેની ઉતમ તક આવી છે.

એફકેઝેડ

સૌ.યુનિ.માં ઞૠઈ-ડઈંઈં યોજનાની માર્ગદર્શિકા મુજબ (નોન ક્રિમીલેયર) ના વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે યુજીસી નેટ જનરલ પેપર નં.૧ ના વર્ગો તા.૧૨.૧૧ થી સમય સવારે ૯ થી ૧૧ના સમયમાં શરૂ થશે જેમાં જનરલ પેપર ૧ ના વિવિધ આયામો પર્યાવરણ, મેથેમેટીકસ, રીઝનીંગ, ઈન્ફર્મેશન એન્ડ કોમ્યુનિકેશન, ટેકનોલોજી, ઉચ્ચ શિક્ષણ, પોલિટી વેલ્યુ એજયુકેશન, ડિસ્ટન્સ લર્નીંગ ટીચીગ એપ્ટીટયૂડ, રીસર્ચ એપ્ટીટયુડ અને ઈકો સીસ્ટમનું માર્ગદર્શન જે તે વિષયોના નિષ્ણાંત અધ્યાપકો દ્વારા આપવાનું આયોજન કરાયેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.