Abtak Media Google News

અનલોકે દબંગ જેવો ઘાટ કર્યો

દેશમાં નવા કેસોની સંખ્યામાં સતત ઉછાળા વચ્ચે રિકવરી રેટમાં પણ વધારો, શૈક્ષણિક સંસ્થાઓ, મનોરંજન પાર્ક, બજારો ક્રમશ: ખોલવા સરકારની હિમાયત

વિશ્ર્વભરમાં અત્યારે કોરોના મહામારીના પગલે વ્યવસ્થાપન, ઈલાજ અને તેનાથી બચવા માટેના પ્રયાસોમાં જ મોટી અસમંજસની સ્થિતિ સર્જાઈ છે. હિન્દી ફિલ્મ દબંગનું ક્ધફયુઝ વાળો ડાયલોગ અહીં ભારતમાં અનલોકની બાબતમાં લાગુ પડયું હોય તેમ અત્યારે સરકાર એક તરફ લોકડાઉન-૦૫ની તૈયારી કરી રહી છે. બીજી તરફ કોરોના સંક્રમણના વધતા જતા કેસમાં લોકડાઉન વધારવાની આવશ્યકતા પર પણ ચિંતા કરવામાં આવી રહી છે ત્યારે અનલોક અને લોકડાઉનની સ્થિતિએ પ્રજાને ભારે ક્ધફયુઝ કરી દીધી હોય તેવી પરિસ્થિતિ પ્રવર્તી રહી છે.

ભારતમાં કોરોના કેસની સંખ્યા ૬૨ લાખે પહોંચી છે. સાથે સાથે રિકવરી આંક ૮૩.૩૩ ટકાએ પહોંચ્યો છે ત્યારે પરિસ્થિતિને કાબુમાં હોવાનું ગણીને સરકાર અનલોક-૦૫ માટેની તૈયારીમાં લાગી ગઈ છે અને માર્ગદર્શીકા જારી કરીને તમામ આંતરરાષ્ટ્રીય ફલાઈટો ૩૧મી ઓકટોબર સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. અલગ અલગ રાજ્યમાં લોકડાઉનની પરિસ્થિતિ અલગ અલગ છે. સિક્કીમ, ઓરિસ્સા, જમ્મુ-કાશ્મીરથી લઈ સમગ્ર ભારતમાં હવે પ્રારંભીક ધોરણે વધી રહેલા કોરોનાના નવા કેસો સામે રિકવરી આંક પણ વધી રહ્યો છે. સરકારે તમામ આંતરરાષ્ટ્રીય કોમર્શીયલ પેસેન્જર સેવાની ભારતમાંથી રવાનગીને ૩૧મી ઓકટોબર સુધી રોકી દેવાનો નિર્ણય કર્યો છે. રાષ્ટ્ર વ્યાપી અસરોને લઈ બજારમાં કારોબાર રાબેતા મુજબ કરવા માટે સોશિયલ ડિસ્ટન્સ અને સ્થાનિક પરિવહનને છુટ આપવામાં આવી છે. સિનેમા, થીયેટર, મલ્ટીપ્લેકસમાં ૫૦ ટકાની ઓડિયન્સ કેપેસીટીથી કામકાજ ચાલુ કરવા હિમાયત કરવામાં આવી છે. ઉત્તરાંચલ, તામિલનાડુ, કર્ણાટક, ઉત્તરપ્રદેશમાં નવા કેસોની સંખ્યા વધે છે પરંતુ સાથે સાથે રિકવરી આંક ઝડપી હોવાથી ક્રમશ: અનલોક-૦૫ની પ્રક્રિયા આગળ વધારવા સરકારે તૈયારીઓ શરૂ કરી છે. ગૃહ મંત્રાલયે બુધવારે કોરોના અંગે નવી માર્ગદર્શીકા અને અનલોક-૦૫માં સીનેમા, મનોરંજન, પાર્ક શરતોના આધીન ખોલવાની મંજૂરી આપી છે. નવા હુકમમાં શાળાઓ અને ટ્યુશન ક્લાસીસો શરૂ કરવા માટે વાલીઓની પરવાનગી જરૂરી બનાવી છે. અનલોક-૦૫માં સીનેમા, થિયેટર, મલ્ટીપ્લેકસોને શરતોના આધીન શરૂ કરવાની મંજૂરી અપાશે. સ્વિમીંગ પુલ તાલીમાર્થીઓ માટે ૧૫મી ઓકટોબરથી ખોલવામાં આવશે. શૈક્ષણિક કાર્યમાં નિર્ણય લેવામાં આવ્યો છે. શૈક્ષણિક કાર્યમાં સોશિયલ ડિસ્ટન્સની મર્યાદા અને વાલીઓને લેખીત મંજૂરી બાદ શાળામાં આવવા દેવાશે. સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક વ્યવસાયીક કાર્યક્રમોને ક્ધટેન્મેન્ટ ઝોનની બહાર ૧૦૦ માણસોની મર્યાદામાં અગાઉથી મંજૂરી મેળવીને ૧૫મી ઓકટોબર પછી પરવાનગી આપવામાં આવશે.

જાહેર કાર્યક્રમોમાં ક્ષમતાથી ૫૦ ટકાની હાજરી ૨૦૦ વ્યક્તિની મર્યાદા, સોશિયલ ડિસ્ટન્સ, ફેસ માસ્ક, હેન્ડવોશ, સેનેટાઈઝર, થર્મલસ્કેનરની વ્યવસ્થા રાખવાની શરત રાખવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલા ક્ધટેન્મેન્ટ ઝોનમાં કડકપણે લોકડાઉનનો અમલ કરવાની હિમાયત કરવામાં આવી છે. એક તરફ કોરોનાના દર્દીની સંખ્યા વધતી જાય છે બીજી તરફ કોરોનાના રિકવરી આંકમાં પણ વધારો થતો જાય છે ત્યારે સરકાર લોકડાઉનના અંત અને અનલોક-૦૫ની પ્રક્રિયા માટે કવાયત હાથ ધરી છે. આઈપીએલ ટૂર્નામેન્ટ, નીટ અને આઈઆઈટીની પરીક્ષાઓ ચૂંટણીપંચ દ્વારા ગયા વિધાનસભાની ચૂંટણીની જાહેરાતના માહોલમાં ભારત હવે કોરોના મહામારીને ભુલીને આગળ વધવાની દિશામાં પારોઠના પગલા ભરી ચુકયું છે. કોવિડ-૧૯ની પરિસ્થિતિ અત્યારે સ્થાનિક સંક્રમણમાં ઉછાળો આવ્યો છે પરંતુ સરેરાશ રિકવરી રેટમાં વધારો થઈ રહ્યો છે.

વિશ્ર્વ વ્યાપી ધોરણે સપ્ટેમ્બર મહિનામાં અમેરિકા, બ્રાઝીલ, કોલંબીયા, પેરૂ, રશિયામાં ધીરે ધીરે અનલોક કરવામાં આવી રહ્યું છે. ભારતમાં પણ આ પ્રક્રિયા આગળ ધપાવવામાં આવી રહી છે. ચીન અને અમેરિકામાં ટેસ્ટીંગના પ્રમાણમાં ખુબજ મોટો ઉછાળો અને રિકવરી રેટને ધ્યાને લઈ અનલોકના નિર્ણયો લેવાશે. ભારતમાં ૨૦ લાખ નવા કેસ ઓગષ્ટ મહિનામાં નોંધાયા હતા. તેમ છતાં પરિસ્થિતિ સુધરી રહી છે. મૃત્યુદરમાં ૩ ટકામાંથી ઘટીને ૧.૬ ટકા અને હવે ૧ ટકાથી પણ ઓછી થવા જઈ રહી છે. મહારાષ્ટ્રમાં સૌથી ઉંચા મૃત્યુદરની સમસ્યા પણ કાબુમાં આવતી જાય છે. સરકાર દ્વારા કોવિડ-૧૯ સંક્રમણમાં એક તરફ નવા કેસની સંખ્યા વધી રહી છે. પણ તેની સામે રિકવરી રેટ પણ ઉંચો જતો હોવાથી પરિસ્થિતિ ભવિષ્યમાં સંપૂર્ણપણે નિયંત્રણમાં આવી જશે તેમ છતાં અનલોક-૦૫ની પ્રક્રિયા આગળ વધારવી કે કેમ તે અંગે ભારે ક્ધફયુઝન ઉભુ થયું છે. જ્યાં નવા કેસમાં ઉછાળો થાય છે ત્યાં લોકડાઉનની હિમાયત કરવામાં આવી રહી છે. બીજી તરફ ક્રમશ: અનલોકની પ્રક્રિયા આગળ વધારવામાં આવી રહી છે ત્યારે અનલોક-૦૫ અંગે અસમંજસ ઉભુ થયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.