ગોંડલમાં લેન્ડ ગ્રેબીંગના ગુનામાં કોંગી અગ્રણી અને વકીલના આગોતરા જામીન મંજુર

ગોંડલ તાલુકાના વેજા ગામ ના રહેવાસી વિક્રમભાઈ ડાંગર દ્વારા એડવોકેટ દિનેશ પાતર તથા અન્યો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ  મુજબ ની ફરિયાદ નોંધવામાં આવેલ જે અનુસંધાને  હાઇકોર્ટ ના જસ્ટિસ  ગીતા ગોપી  એ  આગોતરા જામીન મંજૂર કરતો હુકમ ફરમાવેલ છે.

બનાવ ની  હકીકત એવી છે કે કોંગ્રેસ  નેતા અને ગોંડલ માં વકીલાત ની પ્રેક્ટિસ કરતાં એડ્વોકેટ દિનેશભાઇ પાલાભાઇ પાતર તથા અન્યો વિરુદ્ધ ગોંડલ સિટી પોલીસ સ્ટેશન માં વેજા ગામ ના રહેવાસી વિક્રમભાઇ ડાંગર દ્વારા લેન્ડ ગ્રેવિંગ એકટ મુજબ ફરીયાદ નોંધવામાં આવેલ હતી જે ફરિયાદ માં કરવામાં આવેલ આક્ષેપો મુજબ તેઓ એ તેમના ભાગીદાર સાથે મળી ગોંડલ  રેવન્યુ સર્વે નં.295 પૈકી 1 અને 1 પૈકી 2 ની  જમીન આશરે 6 વીઘા રજી.વેચાણ દસ્તવેજ થી ખરીદ કરેલ હતી જે જમીન અંગે નું આરોપીઓ એ બોગસ સાટાખત ઊભું કરી જમીન નો ગેરકાયદેસર કબજો જમાવી કબજો ખાલી કરવા રૂપિયા 23 લાખા ની ખંડણી માંગેલ અને જો રૂપિયા 23 લાખ ચૂકવવા માં નહીં આવેતો એટ્રોસીટી ના ગુના માં ફિટ કરાવી દેવાની ધમકી એડ્વોકેટ દિનેશ પાતર તથા બીજા આરોપીઓ દ્વારા આપવામાં આવેલ ઉપરોક્ત ફરિયાદ નોંધાયા બાદ આરોપી દિનેશ પાલભાઇ પાતર એ  રાજકોટ સેસન્સ કોર્ટ માં આગોતરા જમીન અરજી કરેલી જે નામંજૂર થતા  હાઇકોર્ટ માં આગોતરા જમીન અરજી કરેલ જેની સુનવણી દરમ્યાન આરોપીના વકીલ એ રજૂઆત કરતાં જણાવેલ કે આરોપી દિનેશ પાતર કે જેમણે ગત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ વતી ચરખડી જિલ્લા પંચાયતની સીટ ઉપર ઉમેદવારી નોંધાવેલ હતી તે ચૂંટણીમાં પોતે ભાગ લઇ ન શકે અને પ્રચાર કરી ન શકે.

તેમને હાલની ફરિયાદ માં ખોટી રીતે સંડોવી દેવામાં આવેલ છે કારણકે આરોપી દિનેશ પાતર પોતે એડવોકેટ છે  આરોપીઓ વતી તેઓ એ વાદગ્રસ્ત જમીન અનુસંધાને ફરિયાદી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેર નોટિસ નો જવાબ પાઠવેલ હતો અને જાહેર નોટિસ નો જવાબ અસીલ વતી પાઠવવો કોઇ ગુનો નથી તે વકીલાતના વ્યવસાય નો એક ભાગ છે  જ્યારે આ જામીન અરજી નો વિરોષ કરવા ગોંડલ પોલીસ દ્વારા એવી રજૂઆતો કરવામાં આવેલ કે આરોપી નાસતા ભાગતા ફરે છે  આરોપી નાસતા ભાગતા ફરતા હોઇ આરોપીને ભાગેડુ જાહેર કરાવવા સી.આર.પી.સી.ની કલમ 82 મુજબ ની કાર્યવાહી કરવામાં આવેલ છે તેમજ મૂળ ફરિયાદી ના વકીલ એ પણ આ જમીન અરજીનો વિરોધ નોંધાવેલ અને જમીન અરજી નામંજૂર કરવા દલીલો કરી હતી.

હાઇકોર્ટે આરોપી ના વકીલ ની ધારદાર રજૂઆતોને ગ્રાહય રાખેલ અને એડ્વોકેટ દિનેશ પાલાભાઈ પાતર ની આગોતરા જમીન અરજી મંજૂર કરી આ જમીન અરજી ના હુકમ માં  હાઇકોર્ટે એવું પણ અવલોકન ટાકેલ હતું કે રેકર્ડ પર ના પુરાવાઓ જોતાં સિવિલ પ્રકાર ની મેટર ને રાજકીય રંગ આપ્યો હોવાનું જણાઇ આવે છે. આ કામે આરોપી દિનેશ પાલાભાઇ પાતર તરફ થી એડવોકેટ સંજય પંડિત તથા સંદીપ પટેલ રોકાયેલ હતા.