Abtak Media Google News

પેટ્રોલ-ડીઝલના ભાવ મુદે નેતાઓ દ્વ્રારા અલગ-અલગ રીતે વિરોધ પ્રદશન કરવામાં આવતું હોય છે ત્યારે આજ રોજ રાજકોટમાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા સાયકલ રેલી કાઢીને વિરોધ પ્રદશન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં કોંગ્રેસના કાર્યકર અશોક ડાંગર, મહેશ રાજપૂત વગેરે હજાર રહ્યા હતા.

અશોક ડાંગરની આગેવાનીમાં કાર્યકરોએ સરકારની આંખ ખોલવા માટે આવા વિરોધ કરવામાં આવે છે. સાયકલ રેલી કાઢીને સાયકલની આગળ પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડવા મુદે નારા લગાવવામાં આવ્યા હતા. આ સાયકલ રેલી યાજ્ઞિક રોડ પરથી કાઢવામાં આવી હતી. આ યાત્રામાં અનેક કોંગ્રેસ અગ્રણી તથા મહિલા અગ્રણી પણ જોડાયા હતા.

42B9E844 0F1E 4F60 8A08 0Eabeb360F1F

મોંઘું ગેસ, મોંઘું તેલ, બંધ કરો લૂંટનો ખેલ આવા નારા રેલી દરમિયાન લગાવવામાં આવ્યા હતા. આ રેલીમાં પોલીસ આવી પહોંચી હતી તમામ કોંગી કાર્યકરોની અટકાયત કરી હતી. આ કાર્યકરોમાં કોંગ્રેસ અગ્રણી અશોક ડાંગર, મહેશ રાજપૂત, પ્રદીપ ત્રિવેદી, રણજીત મુંધવા, ભાવેશ પટેલ વગેરે લોકોનો સમાવેશ થાય છે.
1D84A055 071F 4153 Bc28 9D77215851B8

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.