Abtak Media Google News

ભાજપમાં પ્રવેશ મામલે કાર્યકરોને વિશ્ર્વાસમાં લેવામાં આવશે

ઉપલેટા ધોરાજી વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય આગામી દિવસોમાં ભાજપમાં કેશરીયા કરી રહ્યાના સંકેતો તેની હાલ ચાલ પરથી જણાઇ રહ્યું છે.

છ માસની અંદર રાજયમાં વિધાનસભાની ચુંટણીના નગારા વાગશે ત્યારે રાજકીય પક્ષોમાં આયારામ ગયારામની સિઝન ચાલુ થતી હોય છે. હાલ દેશ અને રાજયમાં રાજકીય પક્ષમાં આગેવાનો પણ હવે અંદર ખાતે બહુ જ સારી રીતે જાણી ગયા છે કે ભાજપ સિવાય વિકલ્પ નથી આવા સમયે ધોરાજી-ઉપલેટા વિસ્તારના ધારાસભ્ય લલીત વસોયા પણ ભાજપમાં પ્રવેશવા માટે મન મનાવીર લીધું છે.

ધારાસભ્ય લલીત વસોયાએ થોડાક દિવસ પહેલા સરર્કીટ હાઉસ ખાતે ગૃપ્ત કાર્યકરોની મીટીંગ બોલાવેલ હતી તેમાં એકાદ સિવાય તમામ હોદેદારોએ પણ કેસરીયા કરી લેવા સલાહ આપી હતી. રાજકારણના ચાણકય લલીત વસોયા ના ના કરતા  ભાજમાં સામેલ થવા જઈ રહ્યા છે તે વાત નિશ્ર્ચિત છે. ત્યારે કાર્યકરોમાં એવો પણ ગણગણત થઇ રહ્યો છે કે અગાઉ પાસના આંદોલન વખતે ઘણાએ ભાજપ છોડી પાસને સમર્થન આપી વસોયા સાથે કોંગ્રેસમાં કામ કર્યુ હતું. ત્યારે આવા કાર્યકરોમાં ફરી પાછું ભાજપમાં બેસવું ખુબ જ મુશ્કેલ બની જાય ત્યારે જુના કોંગ્રેસના આગેવાનો પણ સમય સાથે ચાલનારા આગેવાનથી અંતર જાળવી રાખવા અત્યારથી જ તૈયારી ચાલુ કરી દીધી છે. જયારે બીજી તરફ જો વસોયા કેસરીયા કરે તો ભાજપમાં પણ મોટા કડાકા ભડાકા થાય તેમ છે.

ભાજપમાં કાર્યકરો પણ વર્ષોથી બુગણ પાથરી પેજ પ્રમુખ બન્યા છે. વર્ષોથી ટીકીટની રાહ જોઇ બેઠેલા હોદેદારો કાર્યકરો લલીત વસોયા ભાજપમાં પ્રવેશને સ્વીકારશે તેવા પણ સો મણનો સવાલ પ્રજામાં ઉઠી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.