ક્રાઈસ્ટ હોસ્પિટલની 10 વર્ષની સેવાની સફર આશીર્વાદ સાથે શુકનવંતી!

11મા વર્ષના વધામણા માટે યોજાયેલા પ્રાઈડ ઓફ રાજકોટ સન્માન સમારોહમાં સૌ પ્રથમ આશાવર્કર નર્સીંગ સ્ટાફ ડોકટરોને  સન્માનાશે

દસ વર્ષ પૂર્વે રાજકોટના માધાપર ગામ ખાતે આજ રોજ 150 બેડની સુવિધા સાથે ક્રાઈસ્ટ હોસ્પીટલ જન સેવામાં ખુલ્લી મુકવામાં આવેલ હતી. આ દસ વર્ષ દરમ્યાન ક્રાઈસ્ટ હોસ્પીટલમાં વિવિધ પ્રકારના નિદાન અને સારવાર જુદા જુદા વિભાગોમાં કરવામાં આવેલ છે.

આ વિભાગોમાં ડિપાર્ટમેન્ટ ઓફ ઈમરજન્સી અને ટ્રોમા કેર, ડિપાર્ટમેન્ટ ઓફ  મેડિસીન અને ક્રિટીકલ કેર, ડિપાર્ટમેન્ટ ઓફ  ન્યુરોલોજી અને ન્યુરો સર્જરી, ડિપાર્ટમેન્ટ ઓફ  ઓર્થોપેડીક અને જોઈન્ટ રીપ્લેસમેન્ટ, ડિપાર્ટમેન્ટ ઓફ  કાર્ડયોલોજી, ડિપાર્ટમેન્ટ ઓફ  કાર્ડયોથોરાસીક સર્જરી, ડિપાર્ટમેન્ટ ઓફ  સ્પાઈન સર્જરી, ડિપાર્ટમેન્ટ ઓફ  ઈ.એન.ટી., ડિપાર્ટમેન્ટ ઓફ  જનરલ સર્જરી, સ્ત્રી રોગનો અને નિદાન અને સારવાર ડિપાર્ટમેન્ટ, ડિપાર્ટમેન્ટ ઓફ યુરોલોજી, ડિપાર્ટમેન્ટ ઓફ ગેસ્ટ્રોએન્ટ્રોલોજી, ડિપાર્ટમેન્ટ ઓફ ટેલીમેડીસીન, ડિપાર્ટમેન્ટ ઓફ લેપ્રોસ્કોપી સર્જરી, ડિપાર્ટમેન્ટ ઓફ  ડર્મેટોલોજી, ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝીયોથેરાપી, ડિપાર્ટમેન્ટ ઓફ ન્યુરોસાઈકયાટ્રી તેમજ  ડિપાર્ટમેન્ટ ઓફ  પેથોલોજી સામેલ છે.

આ દસ વર્ષ દરમ્યાન ક્રાઈસ્ટ ર100 +  હાર્ટ સર્જરી, 8100 + એન્જીયોપ્લાસ્ટી, ર4000 +  એન્જીયોગ્રાફી તેમજ 4400 +  અન્ય સફળ સર્જરીઓ કરવામાં આવેલ છે. આ સાથે 11માં વર્ષના પ્રારંભમાં ડિપાર્ટમેન્ટ ઓફ ન્યુરો સર્જરી અને ગેસ્ટ્રોલોજીની શરુઆત ગુજરાત રાજયના મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણીના શુભ હસ્તે કરાવમાં આવેલ છે. અને 10 વર્ષ નિમ્તિે પ્રાઈડ ઓફ રાજકોટ સન્માન સમારોહ યોજ્યો હતો જેમાં સૌ પ્રથમ વખત કોરોના વખતે અવિરત સેવા આપનાર આશાવર્કર અને નર્સિંગ, મેડીકલ સ્ટાફ અને ડોક્ટર્સનું સન્માન કરવામાં આવ્યુ જેમાં તમેને શિલ્ડ, સર્ટીફીકેટ અને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા આ શુભ પ્રસંગેરાજયના મંત્રીશ્રી અરવિંદ રૈયાણી રાજકોટ શહેરના મેયરશ્રી પ્રદિપ ડવ, બીજેપી યુવા મોરચના પ્રમુખશ્રી પ્રસાંત કોરાટ, બિશપ જોશ ચીટૃપરમ્બીલ, બિશપ ગ્રેગોરી કરોટેમ્પરેલ, ફાધર  જોયચન પરાજટુ, ફાધર જેમ્સ તઈલ, ફાધર કુરીયાકોસ કલ્લામુલ્લીલ તેમજ ફાધર જોમન થોમના, ફાધર થોમસ મેથ્યુ તથા  ક્રાઈસ્ટ હોસ્પીટલના ડાયરેકટર ફાધર થોમસ તડકલન, આસીસ્ટન્ટ ફાધર અનીશ ફિલ્લીપ ઉપસ્થિર રહયા હતાં.

દશ વર્ષની આરોગ્ય સેવામાં ક્રાઈસ્ટના માઈલસ્ટોન

 24000+ એન્જીયોગ્રાફી

 8100+  એન્જીયોપ્લાસ્ટ

 4000+ એન્જયોગ્રાફી-સર્જરી

 2100 હાર્ટ સર્જરી