Abtak Media Google News

મહારાષ્ટ્રમાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં  ભાજપ ને આશરે 50 ટકા જેટલી સીટો મળી છે. જે બદલ વડાપ્રધાન મોદી એ મહારાષ્ટ્રના સીએમ ને અભિનંદન આપ્યા છે.

મહારાષ્ટ્રમાં કુલ 2974 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપનો 1457 ગ્રામ પંચાયતમાં વિજય થયો છે. મહારાષ્ટ્રની ગ્રામ પંચાયત ચૂંટણીમાં ભાજપને એકલા હાથે મળેલી સફળતાથી પક્ષના નેતાઓ, કાર્યકર્તાઓમાં ખુશીની લહેર ફરી વળી છે.મહારાષ્ટ્રમાં ગ્રામ પંચાયત ચૂંટણીમાં ભાજપના વિજયને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને વધાવ્યો. તેમણે લખ્યું કે, મહારાષ્ટ્ર BJP, સીએમ ફડણવીસ અને આર, પાટીલ દાનવેને રાજ્યમાં ગ્રામ પંચાયત ચૂંટણીમાં સારો દેખાવ કરવા બદલ અભિનંદન. મહારાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપને મળેલી સફળતા દર્શાવે છે કે BJPના વિકાસના એજન્ડાને ખેડૂતો, યુવાઓ અને ગરીબોએ સમર્થન આપ્યું છે. મહારાષ્ટ્રના લોકોનો હૃદયપૂર્વક આભાર.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.