Abtak Media Google News

સીધા સાદા, નિરાભિમાની, નિ:સ્વાથે, મૂલ્ય નિષ્ઠ રાજનીતિને વરેલા જી હા,જૈન સમાજના પનોતા પુત્ર રત્ન ગુજરાતના લોક લાડીલા આદરણીય  મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીની જ વાત થાય છે.

૨/૮ ના તેઓનો જન્મ દિવસ છે,એટલે માંડી છાંડીને વિગતે વાત કરીશું. સૌરાષ્ટ્રના ચણાકા ગામના પ્રમાણિક અને પ્રેમાળ એવા ખમીરવંત પિતા રમણીકભાઈ અને ધમે વત્સલા માતા મૈયાબા રૂપાણી પરિવારના ખાનદાન કુટુંબમાં રંગૂન બમોની ભૂમિ ઉપર તા.૨/૮/૧૯૫૬ માં એક બાળકનું અવતરણ થયું. સાત ભાઈઓ અને ચાર બહેનોમાં સૌથી લાડીલા એવા આ બાળકનું નામ રાખવામાં આવ્યું ‘વિજય’.

પ્રાથમિક શિક્ષણ રાજકોટની પ્રધ્યુમનસિંહજી શાળામાં, માધ્યમિક અભ્યાસ વિરાણી સ્કૂલમાં મેળવ્યો. નેતાગીરિના ગુણ તેઓમાં બાળપણથી દ્દશ્યમાન થવા લાગેલ. મિત્રો સાથે કોઈપણ રમત રમવાની વાત હોય કે કોઈ પણ કાયેક્રમ સૌથી આગળ ‘વિજય’ હોય. ગ્રેજ્યુએશન રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં કર્યું. આ જ કોલેજમાં તેઓ જનરલ સેક્રેટરી બન્યાં. બસ,તે દિવસોથી લઈ આજ સુધી તેઓનો કરિયર ગ્રાફ આકાશને આંબતો ઉંચેને ઉંચે જતો જોવા મળ્યો.ઇ અ કકઇ સુધીનો તેઓએ અભ્યાસ કર્યો.અભ્યાસ સાથે મહાપુરુષોના જીવન ચરિત્રોનું વાંચન કરતાં.

૧૯૭૬ માં વિજયભાઈના જીવનમાં ટર્નિંગ પોઈંટ આવ્યો.તે સમયના વડાપ્રધાન ઈન્દિરા ગાંધી દ્રારા દેશમાં કટોકટી લાદવામાં આવી.યુવાનીના ઉંબરે પગ મૂકેલા ‘વિજય’  ને થયું કે લોકો દ્રારા, લોકો માટે, લોકો થકી ચાલતી શું આ લોકશાહી છે ?

તેઓએ મનમાં ગાંઠ વાળી કે આ દેશ માટે મારે કાંઈક કરવું છે.લોકશાહીને બચાવવા તેઓ રાજકોટની શેરી અને રસ્તા ઉપર લોકોને જગાડવા ઉતરી આવ્યાં. વજુભાઈ વાળા,સ્વ.અરવિંદભાઈ મણિયાર,જયોતિન્દ્રભાઈ મહેતા ( મામા ), પ્રવિણભાઈ રૂપાણી વગેરે અનેક સનિષ્ઠ કાયેકરો સાથે વિજયભાઈ રૂપાણીની પણ ધરપકડ થઈ. એક – બે નહીં પરંતુ બાર-બાર મહિના કારાવાસ ભોગવ્યો. એ દિવસોનું સ્મરણ કરતાં વિજયભાઈ કહે છે કે જેલમાં સાથે રહેલા વડીલો પાસે જીવનનો બોધપાઠ શીખવા મળ્યો.

ગુજરાત સરકારમાં સંકલ્પ પત્ર અમલીકરણ સમિતિના ચેરમેન પદે અનેક પ્રકલ્પો સફળતાપૂર્વક સાકાર કર્યા. વિજયભાઈ સંગઠનના રાજા કહેવાય છે.અનુભવી રાજકારણીઓ કહે છે કે સંગઠન એ સૌથી અઘરો વિષય ! અઘરા વિષયને ગુજરાત પ્રદેશ ભાજપના મહા મંત્રી પદે આરૂઢ થઈ સહેલાઈથી “સૌનો સાથ સૌનો વિકાસ  સૂત્રને ચરિતાર્થ કર્યુ. વિજયભાઈ બોલ્યા એટલે ગુજરાત ભારતીય જનતા પક્ષ બોલ્યો કહેવાય. તેઓ પક્ષના પ્રદેશ પ્રવક્તા પદે બેનમૂન કામગીરી કરી.ગઢડા હોય કે ગાંધીનગર, જુનાગઢ હોય કે જેતપુર દરેક કાયેકરોને અને જાહેર જીવનના અગ્રણીઓને નામથી ઓળખે. ગુજરાતના તમામ જીલ્લા, શહેરો,તાલુકા, ગામડાઓ ઉપર તેમની નજર.કોઈપણ ખૂણે બનેલા રાજકીય બનાવ ઉપર હોય.દરેક બાબતોનું ચિંતન, મંથન કરે,એટલે જ કહેવાય છે કે કાયેકરોના નાડનો ધબકાર એટલે વિજયભાઈ રૂપાણી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.