Abtak Media Google News

બાપુની ઘરવાપસીથી રૂપાણીની ચિંતામાં વધારો: તમામને વિશ્ર્વાસમાં લઈ શંકરસિંહ વાઘેલાને તત્કાલ મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરવા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આદેશ

અઢી દાયકા બાદ ગુજરાતમાં સત્તાસુખના સપના નિહાળતી કોંગ્રેસને કળ ન વળે તેવા સમાચાર મળી રહ્યા છે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાની ‘ઘરવાપસી’ થઈ રહી છે. બે દિવસ પૂર્વે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહ સાથે બેઠક અને ગઈકાલે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથેની મંત્રણા બાદ ‘બાપુ’એ ફરી કેશરીયો ખેસ ધારણ ન કરવાનો નિર્ણય લીધો છે. આજે પરોઢીયે આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં સત્તાધારી પક્ષ ભાજપ શંકરસિંહને મુખ્યમંત્રીપદના ઉમેદવાર જાહેર કરે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે. આગામી એકાદ બે દિવસમાં આ અંગે સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવશે.

નરેન્દ્રભાઈ મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અને વડાપ્રધાન બન્યા બાદ પણ શંકરસિંહ વાઘેલાએ મોદી પણ અનેકવાર આક્ષેપોની વર્ષા કરી હતી પરંતુ મોદીના મનમાં બાપુ પ્રત્યે જે ગુરૂભાવનાનો આહાર છે. જેના કારણે તેઓ એકપણ વાર જાહેર સભા કે નિવેદનમાં બાપુ વિશે કયારેય ઘસાતુ બોલ્યા નથી. જેનાથી લાગણી યશ થઈ બાપુ ફરી ભાજપમાં આવવા પ્રેરાયા છે. વાઘેલા આક્ષેપોનો વરસાદ કરતા હોવા છતા મોદી કેમ એક શબ્દ ઉચ્ચારતા નથી તે વાત કોંગ્રેસ કયારેય સમજી શકયા ન હતા. જેનું મોટુ પરીણામ પક્ષે ભોગવવુ પડી રહ્યું છે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીતભાઈ શાહે ગુરુવારે વિધાનસભાની કાર્યવાહીમાં ભાગ લીધો હતો. આ પૂર્વે તેઓએ વિરોધપક્ષના કાર્યાલયમાં વિપક્ષી નેતા શંકરસિંહ વાઘેલા સાથે બેઠક કરી હતી. દરમિયાન અમીત શાહ સાથે બાપુની બેઠકથી ભારોભાર નારાજ કોંગ્રેસ હાઈકમાન્ડે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને શંકરસિંહ વાઘેલાને તાબડતોબ તેડુ મોકલી દિલ્હી બોલાવ્યા હતા. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનીયા ગાંધી અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ બાપુને અમીત શાહ સાથેની બેઠક કરવા માટે જોરદાર ઠપકો આપ્યો હતો. જેનાથી બાપુ પણ ભારે નારાજ થયા હતા.

સોનીયા અને રાહુલનો ઠપકો સાંભળી બાપુ સીધા જ પોતાના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નિવાસ સ્થાને વગર એપોઈન્ટમેન્ટ પહોંચી ગયા હતા. વડાપ્રધાનના સત્તાવાર નિવાસ સ્થાને નરેન્દ્રભાઈ મોદીના નિવાસ સ્થાને વગર એપોઈન્ટમેન્ટ પહોંચી ગયા હતા. વડાપ્રધાનના સત્તાવાર નિવાસ સ્થાને નરેન્દ્રભાઈ મોદી, અમીત શાહ અને શંકરસિંહ વાઘેલા વચ્ચે લગભગ અઢી કલાક સુધી બંધ બારણે બેઠક ચાલી હતી. વડાપ્રધાને બાપુને ઘર વાપસી માટે સ્નેહભિતરનું આમંત્રણ આપ્યું હતું. જે બાપુએ સહર્ષ સ્વિકારી લીધુ હતુ અને એવી શરત મુકી હતી કે હું ભાજપમાં આવવા માટે સંપૂર્ણપણે તૈયાર છું પરંતુ ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં તેઓને ભાજપ મુખ્યમંત્રીપદના ઉમેદવાર જાહેર કરે તેમના જ નેતૃત્વમાં વિધાનસભાની ચૂંટણી લડે. બાપુની આ વાત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્વિકારી લીધી છે. ૨૯મીએ ગુજરાતની મુલાકાત દરમિયાન વિજય વિશ્ર્વાસ સંમેલનમાં કાર્યકર્તાઓને સંબોધતા અમીત શાહે જણાવ્યું હતું કે વિધાનસભાની ચુંટણી ભાજપ મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી તથા પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીના નેતૃત્વમાં લડશે. બીજી તરફ પોતાના બાળપણના સખાને વડાપ્રધાને અભય વચન આપી દીધું છે કે તેઓની ઘરવાપસી બાદ તેઆે જે કહેશે તે કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અમીત શાહને ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીને મનાવવાની જવાબદારી સોંપી છે અને ‚પાણી સંપૂર્ણપણે રાજી થયા બાદ આ અંગે વિધિવત ઘોષણા કરી દેવામાં આવશે. બાપુ મેદાનમાં આવતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ચિંતામાં વધારો થયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મોદી અને બાપુની ઐકી સાથે રાજકારણમાં એન્ટ્રી થઈ હતી. બન્ને જન સંઘ સમયથી સાથે હતા એક સમયે મોદી બાપુના બુલેટ પાછળ બેસીને ફરતા હતા. આ વાત ખુદ નરેન્દ્રભાઈએ વડાપ્રધાન બનતા પહેલા ગુજરાત વિધાનસભામાં છેલ્લા સંબોધન વેળાએ ઉલ્લેખી હતી. છેલ્લા મોદી બાપુને પોતાના રાજકીય ગુ‚ માને છે. છેલ્લા ઘણા સમયથી બાપુ અને કોંગ્રેસ હાઈકમાન્ડ વચ્ચેની તિરાડ ખુબ જ વધી રહી હતી ત્યારે અમિત શાહ સાથેની મુલાકાત બાદ હાઈકમાન્ડે ઠપકો આપતા જ બાપુએ રજવાડી મિજાજમાં પરચો આપી દીધો હતો અને આ તકેનો લાભ લઈ ભાજપે પણ બાપુને કેશરિયો કરાવવાની તક બાઅદબ ઝડપી લીધી હતી. શંકરસિંહ વાઘેલા કોંગ્રેસનો હાથ છોડી કેશરિયો ખેસ ધારણ કરશે તે વાત ફાઈનલ થઈ ગઈ છે. આગામી ૭મી એપ્રિલના રોજ અમદાવાદમાં ભાજપ દ્વારા વધુ એક મહા સંમેલન બોલાવવામાં આવ્યું છે. જેમાં ખુદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીતભાઈ શાહ બાપુને ઘરવાપસી કરાવતા કેશરિયો ખેસ પહેરાવશે. વાઘેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી રહી ચુકયા છે અને રાજયમાં તેઓનના લાખો સમર્થકો છે. જે પણ બાપુની પાછળ-પાછળ ભાજપમાં પ્રવેશ કરે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે.

વિજયભાઈને મનાવવા સૌથી મોટો પડકાર: નિતીન પટેલ પણ આડા ફાટશે!

ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં પોતાને ભાજપ મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરે તેવી આકરી શરત સાથે જ બાપુ કેશરિયા કરવાના છે. ત્યારે મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીને મનાવવા ભાજપ માટે સૌથી મોટો પડકાર બની રહેશે. આટલુ જ નહી નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ પણ આડા ફાટે તેવી પુરી સંભાવના રહેલી છે. વર્ષોથી ભાજપને મજબુત કરવા માટે કાળી મજુરી કરનારાઓને સામાન્ય ચુંટણીની ટિકિટ પણ મળતી નથી. બીજી તરફ કોંગ્રેસ કે અન્ય પક્ષોમાંથી આવતા નેતાઓને વગર મહેનતે મુખ્યમંત્રી પદ કે મંત્રી પદ મળી જતુ હોય છે. આવામાં પાયાના કાર્યકરો પણ ભારોભાર નારાજ થાય તેવી ભીતિ પણ પક્ષને સતાવી રહી છે. ઉંમર જોતા બાપુ માટે આ એનામ ચુંટણી છે. આવામાં તેઓની એક માત્ર ઈચ્છા મુખ્યમંત્રી બનાવવાની છે. બીજી તરફ ભાજપ પણ વડાપ્રધાનના હોમ સ્ટેટમાં વધુ મજબુત બનવા માંગે છે. આવામાં બાપુની ઘર વાપસી કમળ માટે સાથે છછુંદર ગળ્યા જેવી બની રહે તેવું લાગી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.