મણીપુરમાં ભાજપ અને ગોવામાં કોંગ્રેસ આગળ.

congress | bhajap | election
congress | bhajap | election

મણીપુરમાં ૧૪ બેઠકો પર ભાજપ અને ૧૨ બેઠકો પર કોંગ્રેસને લીડ: ગોવામાં ૧૧ બેઠકો પર કોંગ્રેસ અને ૭ બેઠકો પર ભાજપના ઉમેદવારો આગળ.

આજે સવારી હા ધરવામાં આવેલી દેશના પાંચ રાજયોની વિધાનસભાની ચૂંટણીની મત ગણતરીમાં ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં ભાજપની સરકાર સ્પષ્ટ બહુમતિ સો બની રહી છે. તો પંજાબમાં અકાલીદલ અને ભાજપનો સફાયો ઈ ગયો છે. અહીં કોંગ્રેસ એકલા હો બહુમતિ સો સરકાર બનાવી રહી છે. તો અન્ય બે રાજયો મણીપુરમાં આ લખાય છે ત્યારે ભાજપ અને ગોવામાં કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે.

મણીપુર વિધાનસભાની ૬૦ બેઠકો પૈકી આ લખાય છે ત્યારે ૩૧ બેઠકો માટે મત ગણતરી ચાલી રહી છે જેમાં ભાજપ ૧૪ બેઠકો પર કોંગ્રેસ ૧૨ બેઠકો પર અને અન્ય પક્ષ તા અપક્ષ ચાર બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. મણીપુરમાં ત્રીશંકુ વિધાનસભાની શકયતા સેવાઈ રહી છે. છેલ્લા ઘણા સમયી ભાજપનો ગઢ ગણાતા ગોવામાં હાલ કમળની સ્િિત ખુબ નાજુક અવસમાં છે.

ગોવાના પૂર્વ મુખ્યમંત્રી મનોહર પારીકરને કેન્દ્રમાં લઈ જઈ વડાપ્રધાન મોદીએ સંરક્ષણ મંત્રી બનાવતા ગોવામાં ભાજપનું જોર ઘટી ગયું હોવાની વાત છેલ્લા ઘણા સમયી ચાલી રહી છે. જે આજે પુરવાર ઈ ગયું છે. ગોવા વિધાનસભાની ૪૦ બેઠકો પૈકી ૧૮ બેઠકોની મત ગણતરી હાલ ચાલી રહી છે. જેમાં કોંગ્રેસ ૧૧ બેઠકો પર અને ભાજપ ૭ બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ અને પંજાબમાં ભાજપ અને કોંગ્રેસે સ્પષ્ટ બહુમતિ સો સરકાર બનાવવા તરફ જઈ રહ્યું છે. તો ગોવા અને મણીપુરમાં બન્ને વચ્ચે ભારે કસ્મકસ ચાલી રહ્યો છે. લોકસભાની ચૂંટણી પૂર્વે સત્તાના સેમીફાઈનલ જંગ સમી પાંચ રાજયોની વિધાનસભા ચૂંટણીમાં ૩ રાજયોમાં ભાજપની જીત તા દેશભરમાં મોદી મેજીક યાવત હોવાનું પુરવાર થયું છે.