પેટ્રોલ-ડીઝલના ભાવ વધારોના વિરોધમાં કોંગ્રેસના ઉમેદવાર હિતેશ વોરાનો બળદ ગાડા પર બેસી ચૂંટણી પ્રચાર

  • રાજકોટ દક્ષિણ વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર હિતેશભાઈ વોરા દ્વારા વોર્ડ નં.18 માં જનસંપર્ક પદયાત્રા
  • ભાજપના શાસનમાં કમરતોડ મોંઘવારી, ખાડે ગયેલી અર્થવ્યવસ્થા, બેરોજગારી પરિણામે વધતી જતી આત્મહત્યા, ખેડૂતોના સળગતા પ્રશ્ર્નો, કથળી ગયેલી આરોગ્ય સેવા, કોરોનામાં ગેરવહીવટ, ખાડે ગયેલી કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતિ, બેફામ ભ્રષ્ટાચાર, મહિલાઓ પર અત્યાચારો અને શિક્ષણનું ખાનગીકરણ એ ભાજપની નિષ્ફળતાઓ છે: હિતેશ વોરા

70-રાજકોટ દક્ષિણ  વિધાનસભાનાં કોંગ્રેસના ઉમેદવાર  હિતેશ વોરા દ્વારા વોર્ડ નં.18માં વિનોદનગર, સુખરામનગર, ભવનાથ, ગ્રીન પાર્ક, શ્રદ્ધાપાર્ક, લાલપાર્ક અને અમરનાથ પાર્ક સહિતના વિસ્તારમાં પદયાત્રા યોજવા માં આવી હતી.

જેમાં દક્ષિણ વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર હિતેષભાઈ વોરા એ જણાવ્યું હતું પદયાત્રામાં મેં લોકોમાં કોંગ્રેસ પ્રત્યેની લાગણી જોઈ-અનુભવી અને લોકોના પ્રશ્નો સાંભળ્યા લોકો એ પોતાની વેદના જણાવી કે જેમાં મોંઘવારી, બેરોજગારી, ભષ્ટ્રાચાર થી લોકો ત્રાહિમામ છે. પેટ્રોલ-ડીઝલ-ગેસના ભાવવધારાને નામ બેફામ લુંટ કરવામાં આવે છે. યુવાનોમાં હતાશા અને આક્રોશ છે. આઉટસોર્સિંગ, ફિક્ષ પે ના નામે યુવાનોનું આર્થિક શોષણ કરવામાં આવે છે. ખેડૂતો ની જાવક બમણી અને આવક અડધી છે. કોરોનામાં ગેરવહીવટ, ગુન્હાહિત બેદરકારીના ભોગ સામાન્ય જનતા બની અને કોરોનામાં દંડ અને દંડા થી પ્રજાને પરેશાન કરાયા. તેમજ શિક્ષણ નું મોટા પાયે વેપારીકરણ કરાયું છે અને નળ, ગટર, રસ્તા સહિતની પાયાની સુવિધા આપવામાં ભાજપા સતાધીશો નાકામ રહ્યા છે. ત્યારે પ્રજા વિરોધી સરકારને  ફેકી કોગ્રેસ તરફી મતદાન કરી કોંગ્રેસ સરકાર બનાવવા અપીલ કરી હતી. આ પદયાત્રા માં વોર્ડ પ્રમુખ દીપકભાઈ ઘવા, પૂર્વ કોર્પોરેટર જેન્તીભાઈ બુટાણી. નીલેશભાઈ મારૂ, વીડી પટેલ, નાગજીભાઈ વિરાણી, ઘનશ્યામસિંહ જાડેજા, નરેશભાઈ ગઢવી, દર્શનભાઈ ગૌસ્વામી, અહેશાનભાઈ ચૌહાણ, જયેશભાઈ કાકડિયા, કૌશિકભાઈ વોરા, મીનાબેન જાદવ, જયાબેન ટાંક, સરલાબેન પાટડિયા,  બીપીનભાઈ વોરા, યશભાઈ વોરા, સાગર દાફડા, સહિતના તમામ આગેવાનો, કાર્યકરો ભાઈ બહેનો મોટી સંખ્યા માં જોડાયા હતા.

  • દક્ષિણ વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર હિતેશ વોરા દ્વારા રામનાથ મહાદેવ મંદિરે ધ્વજારોહણ
  • રામનાથ મહાદેવની પૂજા-અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા: મંદિરના  જીર્ણોધારનું કામ તાત્કાલિક પૂર્ણ થાય તે માટે પ્રાર્થના કરતા હિતેશ વોરા

રાજકોટના રામનાથપરામાં સ્વયંભૂ રામનાથ મહાદેવ આજી નદીના પટમાં આશરે 400 વર્ષથી બીરાજે છે. ગઈકાલે  સાંજે 7 કલાકે 70-રાજકોટ દક્ષિણ વિધાનસભાના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર હિતેષભાઈ વોરા દ્વારા  ધ્વજા ચડાવવામાં આવી હતી.તેઓએ રામનાથ મહાદેવની પૂજા-અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા હતા અને રામનાથ મહાદેવ મંદિરના જીર્ણોધારનું કામ તાત્કાલીક પૂર્ણ થાય અને લોકોને ભય, ભૂખ, ભ્રષ્ટાચાર, મોંઘવારી અને બેરોજગારી માંથી મુક્તિ મળે તે માટે પ્રાર્થના કરવામાં આવી. આ તકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહેશભાઈ રાજપૂત, પ્રવીણભાઈ રાઠોડ, વોર્ડ પ્રમુખ જીજ્ઞેશભાઈ ડોડીયા, જયપાલસિંહ રાઠોડ, કેતનભાઈ જરીયા, મુકુન્દભાઈ ટાંક, મયુરસિંહ પરમાર, રવિરાજસિંહ ડોડીયા, જયેશભાઈ ડોડીયા, હિરલબેન રાઠોડ, સાગરભાઈ દાફડા સહીત ના આગેવાનો કાર્યકરો ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.