Abtak Media Google News

2015માં થયેલી નુકસાનીનું પ્રજાના વિશ્વાસથી વ્યાજ સાથે વળતર મળી ગયું: પાટીલ

સ્થાનિક સ્વરાજય સંસ્થાની ચૂંટણીમાં અનેક નેતાઓના કુટુંબીજનો હારી ગયા, પ્રજા હવે વિકાસને જ મત આપવામાં પોતાનો ધર્મ સમજે છે

સ્થાનીકસ્વરાજય સંસ્થાની ચૂંટણીઓમાં મહાનગરપાલીકાઓમાં ભાજપને જંગી બહુમતી મળી હતી બસ આજ રીતે આજે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાં પણ રાજયના મતદારોએ અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મતદારોએ કમળને સોળેકળાએ ખીલવી દીધું છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજના વિજયને પ્રજાના વિકાસના અભીગમનો વિજય ગણાવીને જણાવ્યું હતુકે ભાજપ પર પ્રજાએ મુકલો વિશ્વાસ પૂર્ણ રીતે વિકાસમાં પરિણામશે.

વડાપ્રધાન નરેન્દ્રમોદીની આગેવાનીમાં ભાજપ દેશને વિકાસના પંથે આગળ લઈ જઈ રહ્યું છે અને આજે ભારત વિશ્ર્વગુરૂની હરોળમાં આવીને ઉભુ રહ્યું છે ત્યારે કોંગ્રેસ હવે વિપક્ષને પણ લાયક રહી નથી અનેક નેતાઓના કુટુંબીજનોને પ્રજાના જાકારાનો અનુભવ થયો છે. દેશના રાજકારણમાં ભૂતકાળમાં કોઈપક્ષને આટલી જંગી બહુમતીનો જનાધાર મળ્યો નથી.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતુકે પ્રજા હવે વિકાસના રાજકારણને સમજી ચૂકી છે. આતોટેલર છે. 2022માં ફરી ભાજપની સરકાર થતી તેવો લોકોનો સ્પષ્ટ જનાદેશ અને મતદારોનો ભાજપ પરનો વિશ્ર્વાસ એળે નહી જાય.

ભાજપના વિકાસના અભીગમને લોકોનો સાર્વત્રીક આવકાર મળી રહ્યો છે. ભાજપ શહેરીજનોનોપક્ષ હોવાની વિરોધીઓ વાતો કરતા હતા કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજય મળ્યો હતો. અને આજે જિ.પં. અને તા.પં. ની ચૂંટણીઓમાં મોટા શહેરો કરતા પણ ગ્રામ્ય વિસ્તારોમાં ભાજપને મતદારોએ ખૂબજ સારો આવકાર આપ્યો છે.

ગુજરાત ભાજપો ગઢ બની ને રહ્યો છે. નરેન્દ્રમોદી અને અમીતશાહના ગુજરાતમાં ભાજપનું કમળ સોળેકળાએ ખુલી ઉઠ્યુ છે,. ગુજરાતના રાજકારણમાં કોંગ્રેસ હવે વિપક્ષને લાયક પણ રહ્યું નથી. વિકાસની રાજનીતિ ચૂંટણીનો મૂદો હતો અને મતદારોએ ભાજપના વિકાસના અભીગમને વિજય માળા પહેરાવી છે. ગુજરાતના જનતાધારમાં સ્પષ્ટ સંકેત મળ્યો છે કે કોંગ્રેસ સત્તા માટે તો ઠીક વિપક્ષને પણ લાયક નથી આખા ગુજરાતમાં પ્રજાએ એક જ અભીગમ સાથે કોંગ્રેસના સુપડાસાફ કરી નાખ્યા છે. મહાનગરપાલીકાની ચૂંટણીમાં ભાજપની કલીનસ્વીપ બાદ પણ જી.પં.માંપણ ભાજપનો ભગવો લહેરાઈ ચૂકયો છે.

વિજયભાઈ રૂપાણીએ આજના વિજયને મતદારોના વિશ્ર્વાસના વિજયની સાથેસાથે કાર્યકરોની મહેનત રંગલાવી હોવાનું જણાવી પ્રચારના માહોલમાં કોંગ્રેસના પેતરા એળે ગયા છે. લોકો સમજી ચૂકયા છે. અને સરકારે કરેલા કામોનો હવે જનાધારના રૂપમં પરિણામ દેખાય છે.

સ્થાનીક સ્વારાજ સંસ્થાની ચૂંટણીમાં 2015માં નુકશાન થયું હતુ પરંતુ ભાજપે છેવાડાના નાગરીકો સુધી વિકાસના ફળ પહોચાડવાનું જે ભગીરથ કાર્ય કર્યું હતુ તેને ગુજરાતની જનતાએ માથે ચડાવ્યું છે. ચૂંટણી પ્રચાર દરમ્યાન 31 સભા, 18 રેલીને વિજયભાઈએ સંબોધી હતી તેમણે આજનાવિજય અંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મતદારોનો આભાર વ્યકત કર્યો હતો.

આજના આ પરિણામને પ્રજાએ વ્યાજ સાથે ઋણ અદા કર્યું હોય તેમ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી ગુજરાતની જનતાના વિશ્વાસની થયેલી રખેવાળીનુંઆજે ભાજપને ફળ મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.