કાર્યકરો કોંગ્રેસ છોડે છે તેમાં કોંગ્રેસ જવાબદાર પણ વિચારધારા નહીં: ચાંદનીબેન લીંબસિયા

આજે કોંગ્રેસનો સ્થાપના દિવસ છે ત્યારે કોંગ્રેસે આજના દિવસે ખરા અર્થમાં આત્મ મંથન કરવું પડે તેવી પરિસ્થિતિ નિર્માણાધીન થઈ છે. કોંગ્રેસ હાલ કપરા કાળમાંથી પસાર થઇ રહ્યું છે. એક સમયે સમગ્ર દેશમાં સતાની બાગદોડ સંભાળનાર કોંગ્રેસ હાલ મોટાભાગના રાજ્યોમાં હાસિયામાં ધકેલાઈ ગઇ છે ત્યારે આજના દિવસે કોંગ્રેસે સંકલ્પબદ્ધ થવાની જરૂરિયાત છે.

રાજકોટ વોર્ડ નં 5

શું કહે છે ભાજપ?

વોર્ડ નંબર ૫ના ભાજપના કોર્પોરેટર અરવિંદભાઈ રૈયાણી એ અબતક સાથે વાત કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસની પોલ ખુલ્લી પડી ગઈ છે. અને કોંગ્રેસ પ્રજાની વચ્ચે જઇ શકે તેમ નથી. કોંગ્રેસે આટલા વર્ષ જુઠાણા જ ફેલાવ્યા છે. અને જનતા હવે તેમને જાકારો આપી રહી છે. જ્યારે ભાજપની સરકારે જનતા માટે અને ખેડૂતો માટે કામ કર્યા છે. કોંગ્રેસે કાઈ કર્યું નથી જેને કારણે તેનિ સ્થિતિ આવી થવા પામી છે. વ્યક્તિ કોઈપણ પક્ષ સાથે જોડાય

ત્યારે એક વિચારથી જોડાય છે. કોંગ્રેસના કાર્યકર હોય કે નેતા એ પક્ષ પલટો કરી ભાજપમાં જોડાય છે તેનું કારણ ભાજપની વીચાર ધારા અને કાર્ય કરવાની પદ્ધતિ છે. કોંગ્રેસના કાર્યકરો પોતાના બળે જીતી જાય છે પરંતુ તેમની વિચાર સરણી કોંગ્રેસ સાથે મળતી નથી.

શું કહે છે કોંગ્રેસ?

વોર્ડ નંબર ૫ના કોંગ્રેસ વોર્ડ પ્રમુખ હાર્દિપભાઈ રાઠોડ એ અબતક સાથે વાત કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસ ક્યારેય નબળી પડી નથી અને પડવાની પણ નથી. ભાજપ જે રીતે લોભ લાલચ આપીને કોંગ્રેસના કાર્યકરોની ખરીદી કરી છે તેને કારણેજ ભાજપ હાલ પક્ષ બની શક્યો છે. કોંગ્રેસમાં અંતરિક વિખવાદ છેજ નહીં. બધા કાર્યકરો સાથે માળીનેજ કામ કરીએ છીએ. ભાજપ કોંગ્રેસના નેતા હોય કે નાનો કાર્યકરની  એક નહીતો બીજી રીતે ખરીદી કરે છે

વોર્ડ નંબર વોર્ડ નંબર ૫ના કાર્યકરતા ચાંદનીબેન લીંબસિયાએ અબતક સાથે વાત કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસની વિચાર ધારા એક ખૂબ સારી છે અને લોકો અત્યારે જે ભાજપ તરફ વળ્યા છે તો તેમને કહિશ કે તમે જ વિચારજો અત્યારે ૩ ટાઈમ માથી ૧ ટાઈમ જમવાનું થઈ ગયું છે. કળિયુગ ચાલુ થઈ ગયો છે. લોકોને અત્યારે સારું સમજવું છે પણ એમના પર અમલ નથી કરવો. લોકો સમજે છે કે ખરાબ ક્યાં થાય છે. શુ થાય છે પરંતુ તેમના પર ઉતરવું નથી. જનતા ડરે છેકે દબાય છે સમજાતું નથી. આવનારું ભવિષ્ય કોંગ્રેસનું ખુબજ સારૂ હશે કારણકે કોંગ્રેસની જે વિચાર ધારા છે એ ખૂબ સારી છે. ઘણા લોકો કોંગ્રેસ છોડીને ભાજપમાં જાય છે તો તેમના માટે કે ’તે અમારો નહીં. વિચારનો નહીં’  કોંગ્રેસ છોડીને કાર્યકરો ભાજપ તરફ જાય છે તેમાં કોંગ્રેસ જવાબદાર કહી શકાય પરંતુ કોંગ્રેસની વિચાર ધારા ક્યારે પણ જવાબદાર ના કહી શકાય. કેમકે જે જાય છે તે લાલચમાં આવીને જાય છે એ કોંગ્રેસથી જાય છે પરંતુ કોંગ્રેસ નથી જતું.

શું કહે છે પ્રજા?

વોર્ડ નંબર ૫ના રહેવાસીઓ સાથે અબતકે વાત કારીતો વર્ડ નંબર ૫ના રહેવાસીઓનું વલણ હાલ સતા બદલવાનું હોય તેવું લાગી રહ્યું છે. વિર્ડમાં ભાજપના કોર્પોરેટર છે ત્યારે હવેની આવનારી કોર્પોરેશન ચૂંટણમાં વોર્ડ નંબર ૫માં કોંગ્રેસનું શાસન લાવે તેવું લોકોનું વલણ જોવા મળી રહ્યું છે.