Abtak Media Google News

પક્ષની કાર્યક્ષમતા વધારવા એકજુથ થવા કાર્યકરોને હાકલ

હેમુગઢવી હોલ  ખાતે સમગ્ર સૌરાષ્ટ્ર ઝોનની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા એક અગત્યની બેઠક યોજાઇ હતી.આ બેઠકમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં ઉત્કૃષ્ટ કાર્યદક્ષતા અને એકજૂથ બની કોંગ્રેસ પક્ષની વિચારધારાનો બહોળો પ્રચાર કરી ગુજરાત રાજ્યમાં સરકાર બનાવવા માટે મહત્વપૂર્ણ  ચર્ચા થઈ હતી.

Img 20220817 Wa0037

બેઠકમાં કોંગ્રેસ પક્ષના કાર્યકરો અને આગેવાનોને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિના સેક્રેટરી રામકૃષ્ણ ઓઝા, રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડીયા, પૂર્વ વિરોધપક્ષના નેતા પરેશભાઇ ધાનણી, રાજસ્થાન સરકારના મંત્રી ભવરસિંહ ભાટી, રેવન્યુ મંત્રી સુખરામ બીશ્નોઈજી, જગદીશ ચંદ્ર, પ્રદેશ કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ લાલિતભાઈ કાગથરા, ઋત્વિકભાઈ મકવાણા અને  અમરીષભાઈ ડેર, ધારાસભ્ય વિક્રમભાઈ માડમ, વીરજીભાઈ ઠુમર, લલિતભાઈ વસોયા, હર્ષદભાઈ રિબડીયા, ચિરાગભાઈ કાલરીયા, પ્રતાપભાઈ દુધાત, જાવેદ પીરજાદાજી, પ્રવીણભાઈ મૂછડીયા, કનુભાઈ બારીયા, નૌશાદભાઈ સોલંકી, ભીખાભાઈ જોશી, વિમલભાઈ ચુડાસમા, તેમજ સમગ્ર સૌરાષ્ટ્રના ધારાસભ્ય ઓ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહિલા પ્રમુખ જેનીબેન ઠુમર, પ્રમુખ નરેન્દ્રભાઈ સોલંકી, તેમજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સમગ્ર સૌરાષ્ટ્રઝોનના ઉપપ્રમુખો અને મહામંત્રીઓ તેમજ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઓ, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્ય ઓ, તાલુકા કોંગ્રેસ પ્રમુખો, હોદ્દેદારો, આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રદિપભાઈ ત્રિવેદી એ કર્યુ હતું અને આભારવિધિ રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અર્જૂનભાઈ ખાટરીયાએ કર્યું હતું અને સમગ્ર સંચાલન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહેશભાઈ રાજપુતે કર્યુ હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.