- કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે બપોરે અમદાવાદ આવશે
- વિમાન દુર્ઘટના સ્થળની મૂલાકાત લેશે: સિવિલ હોસ્પિટલમાં ઘાયલોને મળશે, મૃતકો શ્રધ્ધાંજલી અર્પશે
અમદાવાદથી લંડન જતુ એર ઈન્ડિયાનું પ્લેન ગત ગુરૂવારે બપોરે અમદાવાદના મેઘાણીનગરમાં ક્રેશ થવાના કારણે પ્લેનમાં સવારે 241 મૂસાફર સહિત 290 વ્યકિતઓના મોત નિપજયા છે. કરૂણ ઘટનાથી દેશભરમાં ભારે શોકનો માહોલ છવાય ગયો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ બે દિવસ દરમિયાન મૂલાકાત લઈ ચૂકયા છે. આજે બપોરે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ અને રાજયસભાના વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે અમદાવાદ આવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાજયસભાના વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે આજે બપોરે અમદાવાદ ખાતે આવી પહોચશે. ગત ગુરૂવારે અમદાવાદના મેઘાણીનગરમાં જે સ્થળે અમદાવાદથી ઉપડેલું અને લંડન જઈ રહેલુ એર ઈન્ડિયાનું બોઈંગ પ્લેન જયાં ક્રેશ થયું હતુ તે સ્થળની મલ્લિકાર્જુન ખડગે મૂલાકાત લેશે આ પ્લેન દુર્ઘટનામાં ઘવાયેલા અને હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઘાયલોને પણ તેઓ મળશે. દુર્ઘટનામાં મોતને ભેટેલા હતભાગીઓને શ્રધ્ધાંજલી અર્પણ કરશે.
અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં પ્લેનમાં સવાર 242 મુસાફરો પૈકી 241 મૂસાફરો અને પ્લેન જે બિલ્ડીંગ પર પડયું હતુ તે બિલ્ડીંગમાં રહેલા વ્યકિતઓ સહિત કુલ 290 લોકોના મોત નિપજયા હતા આ ઘટનાથી દેશભરમાં ભારે શોક વ્યાપી જવા પામ્યો છે.