પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પતી કોંગ્રેસ

  • એક શક્તિ, એક વિચારધારા, એક દ્રષ્ટીકોણ, એક પરિવર્તન અને માનવતાનું નામ છે રાજીવ ગાંધી:પ્રદીપ ત્રિવેદી.
  • રાજીવ ગાંધી  વિચારો-વૈજ્ઞાનિક અભિગમ સાથે નિર્ણય લેવાની અદભુત ક્ષમતા ધરાવતા હતા: અશોક ડાંગર

આજે શહેર કોંગ્રેસ દ્વારા પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની પુણ્યતિથિએ તેમની પ્રતિમાને ફૂલહાર અને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી. આ તકે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રદીપ ત્રિવેદી,  મનપાના વિપક્ષી નેતા ભાનુબેન સોરાણી, પ્રદેશ ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલા, મહામંત્રી અશોક ડાંગર, દિનેશભાઈ મકવાણા, ભાર્ગવભાઈ પઢીયાર, ફ્રન્ટલ-સેલના ચેરમેનો મનીષાબા વાળા, નરેશભાઈ સાગઠીયા, વોર્ડ પ્રમુખો જગદીશભાઈ ડોડીયા, વાસુભાઇ ભંભાણી, નરેશભાઈ પરમાર,  પૂર્વ કોર્પોરેટર ઘનશ્યામસિંહ જાડેજા તેમજ આગેવાનો રામભાઈ જીલરીયા, રમેશભાઈ જુન્જા, મથુરભાઈ માલવી, હબીબભાઈ કટારીયા, મયુરસિંહ પરમાર, પ્રવીણભાઈ મુછડિયા, દાનાભાઈ હુંબલ, અશોકસિંહ વાઘેલા, રવિ ડાંગર, હિમતભાઈ મૈયાત્રા, વ્યાસભાઈ, વાલજીભાઈ બથવાર, મયુરભાઈ શાહ, દેવેન્દ્ર સિંહ રાણા, હીરાલાલ પરમાર, પરેશભાઈ સોલંકી,  ચંદ્રિકાબેન વરાણીયા, વાસ્વીબેન ભીલ, શાંતાબેન મકવાણા, મનીષાબેન પરમાર, શહેર કોંગ્રેસ કાર્યાલય મંત્રી ગોપાલ મોરવાડિયા, મનપાના કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટ રહ્યા હતા.