Abtak Media Google News

વસુદેવ કુટુમ્બકમની ભાવનાથી શહેર કોંગ્રેસ પ્રજાનો અભૂતપૂર્વ વિશ્વાસ સંપાદન કરશે: પ્રદીપ ત્રિવેદી

શહેર કોંગ્રેસ દ્વારા વિધાનસભા ચૂંટણી બાદ યોજેલ પ્રેસ કોન્ફરન્સમાં રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રદિપ ત્રિવેદીએ પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના સાથીદારોના સ્વાગત અને અભિવાદન કર્યા બાદ મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે ત્યારે કોંગ્રેસ પરિવાર મતદારોનું અને મતદાનની પ્રક્રિયામા સંકળાયેલા તમામ અધિકારીઓ વહીવટી અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ અને તમામ પ્રેસ મીડિયાના જાગૃત પત્રકારો અને ટીમનો આભાર માન્યો હતો.

વિશેષમાં જણાવ્યું હતું કે સૌનો સહયોગ અને ઉત્સાહ વિશેષ રહ્યો એટલું જ નહીં કોંગસને પણ સાંપડયો એ બદલ પુન: સર્વેને આભાર માન્યો હતો.કોંગ્રેસ પરિવાર આ ચૂંટણીનું પરિણામ બાકી છે ત્યારે એટલુંજ આપનું ધ્યાન દોરવા માંગે છે કે આ માત્ર શરૂઆત છે હવે સમગ્ર કોંગ્રેસ પરિવાર એકજુથ થઈ આવનાર દરેક ચૂંટણીઓમાં પ્રજાનો અભૂતપૂર્વ વિશ્વાસ સંપાદન કરશે તેવું પ્રદીપભાઈ ત્રિવેદી એ જણાવ્યું હતું.

પુર્વ ધારાસભ્ય અને ઉમેદવાર વિધાનસભા 68-રાજકોટ પૂર્વ બેઠકના ઇન્દ્રનીલ રાજગુરુએ જણાવ્યું હતુ કે કોંગ્રેસ એક અને ભાજપ વેરવિખેર આ સ્થિતિ આખા રાજકોટના લોકો સહિત સૌ એ નીહાળી અનેક જૂથમાં બટાયેલું ભાજપ અને નેતાગીરી વગરનું કહીએ તો એવું ભાજપ એમાં જે મતદાન ઓછું થયું લોકોએ એમની નારાજગી દેખાડી એમ ભાજપના કાર્યકરને પણ બધી અસર થતી હતી અને અવસ્થા હતી ત્યારે ભાજપનો કાર્યકર પણ ચૂંટણી દરમિયાન ખૂબ નિષ્ક્રિય રહ્યા મહેનત એની અને જ્યારે કોઈ કાર્યકર મહેનત કરતો હોય છાસ વલોણે ચડાવે માખણ ઉતરે તો એ માખણ કાર્યકરો સુધી પહોંચે તો એનો વાંધો ન હોય પણ ભાજપના એજન્ડામાં એ માખણ ઉતરે ઇ માખણ ગણ્યા ગાંઠયા લોકો માટે જ રહે ભ્રષ્ટાચારની ગંગાઓ વહે છે રાજકોટની પ્રજાને અમો વચન આપીએ છીએ કે કયાંકને ક્યાંક અમે એકજુથ નથી એવી આપ લોકોની લાગણી પરંતુ, અમારા મતભેદ હતા મનભેદ નહોતા અમારું જે કાંઈ હોય એ લોકો સમક્ષ હોય અમે એક હોય તો પણ લોકો સમક્ષ હોય અને થોડા વાંધા હોય તો પણ લોકો સમક્ષ હોય અને અમારા મતભેદ પણ લોકો સુધી પહોંચે પરંતુ ભાજપના લોકોમાં મનભેદ પણ છે અને મતભેદ પણ છે કેમ કે લાભાલાભમાં કોનો વારો આવે એની જ હરીફાઈ હોય છે ત્યારે અમારો વૈચારિક ભેદ પણ મૂકીને અમો એકજુટ થઈ અને લોકોના દિલ જીતશું ન કેવળ દિલ જીતશું પણ રાજકોટ કોર્પોરેશનની અવ્યવસ્થાઓને ઓવર કમ કરવા માટે એકજુટ થઈ કોર્પોરેશનમાં ખૂબ સરસ મજાની ટિમ બનાવશું કે જે ટિમ લોકોનું ખરા અર્થમાં કામ કરે ભ્રષ્ટાચાર ન કરે એવી રીતે અમો આવતા દિવસોમાં ભાજપ સામે લડતા દેખાશું.

ભાજપનો ગઢ છે અમો તોડવાના છીએ જ્યાં સુધી પૂરેપૂરો ન તૂટે ત્યાં સુધી મહેનત કરવાના છીએ એટલી જ વાત કરવા પ્રજા સમક્ષ અમો ચૂંટણી પત્યા પછી અને મત ગણતરી પહેલા લોકોને જણાવવા માંગીએ છીએ.પૂર્વ પ્રમુખ રાજકોટ જિલ્લા કોંગ્રેસ અને ઉમેદવાર વિધાનસભા 70-રાજકોટ દક્ષિણના હિતેશભાઈ વોરાએ જણાવ્યું હતું કે જૂનું એ સોનુ છે. આખા રાજકોટના મતદારભાઈઓએ સ્વીકાર્યું કે જે કાંઈ આ દેશનું ઉત્થાન કર્યું એ કોંગ્રેસે કર્યું ત્યારે આ વખતે 2022 ની ચૂંટણીમાં જે અશક્ય હતું એ અમોએ શક્ય કર્યું ત્યારે એક પ્રસંગ યાદ કરતા જણાવ્યું હતું કે કુટુંબ ભાવનાનો જ્યારે કોંગ્રેસ પરિવાર એક છે ત્યારે મહાભારતના યુદ્ધની અંદર પાંચ ગામ પણ નહોતા આપ્યા ત્યારે દુર્યોધન મરણ પથારી એ હતા ત્યારે એના દીકરાનો હાથ યુધિષ્ઠિરના હાથમાં આપ્યો હતો ત્યારે આવી ભાવનાથી અમારા કોંગ્રેસ પરિવારે સમગ્ર રાજકોટમાં એકજુટ થઈને લડ્યા હતા ત્યારે વિશેસમાં આપ બધા અને મતદારભાઈઓ બહેનોનો અમો કોંગ્રેસ પરિવાર વતી આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રેસ કોન્ફરન્સમાં રાજકોટ શહેર કોંગ્રેસ પરિવારના પ્રદિપ ત્રિવેદી, ઈન્દ્રનિલ રાજગુરુ, હિતેશભાઈ વોરા, મહેશભાઈ રાજપૂત, જશવંતસિંહ ભટ્ટી, ડી.પી.મકવાણા, ગાયત્રીબા વાઘેલા, ગોપાલ અનડકટ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.