શિક્ષણને લક્ષ્મી સાથે નહીં સરસ્વતિ સાથે જોડો, વાંચો આ વિશેષ અહેવાલ

બાળકો માટે આત્યાધુનિક વર્ગખંડો, લેબોરેટરી, નિષ્ણાંત શિક્ષકોની સેવા, ઇન્ફ્રાસ્ટ્રકચર સહિતના માપદંડોથી થાય છે શાળાઓની ફી નકકી

વાંચન-તાહન અને લેખનમાં સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોએ અનેક છાત્રોને પાવરફૂલ બનાવ્યા

સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો સામે ફી વધુ લેવાનો આક્ષેપ થાય છે. આવા આક્ષેપ સમયે હિન શબ્દોનો પ્રયોગ પણ કરવામાં આવે છે. પરંતુ ફી માળખાને લઇ શાળાઓની વાસ્તવિકતા જાણવાની દરકાર કરાતી નથી. ફી માટે કયા માપદંડોને ધ્યાનમાં લેવાય છે? તે સમજવાનો પ્રયાસ થતો નથી. બાળકના સર્વાગી વિકાસ માટે ઇન્ફાસ્ટ્ર કચ, ફેસેલીટી અને નિષ્ણાંત શિક્ષકોની જરૂરીયાત રહે છે. કેળવણી આપવા માટે અનેક પાસાઓને ધ્યાને રાખવામાં આવતા હોય છે. જેની પાછળ બાળક અને તેના માતા-પીતાની સાથોસાથ સ્કુલની પણ બેવડી જવાબદારી હોય છે. દરમિયાન દરેક શાળા બાળકોને ઉત્તમ, શ્રેષ્ઠ શિક્ષણ આપવાના પુરતા પ્રયાસો કરવામાં આવતા હોય છે. ત્યારે સ્કૂલ દ્વારા લેવામાં આવતી ફી અંગે અનેક સવાલો ઉભા થતા હોય છે ગુજરાત સરકાર દ્વારા ચાર વર્ષ અગાઉ એફઆરસીકમીટીના નિમણૂંક કરવામાં આવી હતી જેમાં ત્રણ વર્ષે એફઆરસીકમીટી તમામ સેલ ફાઇનાન્સ સ્કૂલની ફી નકકી કરવામાં આવતી હોય છે, જેમાં સ્કૂલનું લોકેશન ઇન્ફ્રાસ્ટકચર ફેરોલીટી, પ્રવૃતિઓ, શિક્ષકો, બાળકોને રેશિયો સહિતના વિવિધ મુદ્દાને ધ્યાને રાખી એફ આર સી કમીટી દ્વારા ફી નકકી કરવામાં આવે છે જે અંગે અબતક દ્વારા વિવિધ સેલફાઇનાન્સ શાળા સંચાલકોના મંતવ્યો લેવામાં આવ્યાં હતા.

વાલીઓ દ્વારા આપવામાં આવતી ‘ફી’થી સવાયુ વળતર અમારી શૈક્ષણિક સેવાથી આપીએ જ છીએ: જીતુભાઈ ધોળકીયા (ધોળકીયા સ્કૂલ)

ધોળકીયા સ્કૂલના સંચાલક જીતુભાઈ ધોળકીયાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આગામી તા.31 માર્ચના રોજ ફી નિર્ધારણ કમીટીની બેઠક મળનારી છે. સરકાર દ્વારા 2015 થી આ કાયદો અમલી બનાવવામાં આવ્યો છે. જેમાં શાળાનું ઈન્ફાસ્ટ્રકચર ફેકલ્ટીઓની વિશેષતા અને સ્કૂલોની અન્ય સુવિધા જોઈને ફીના માપદંડો નક્કી કરવામાં આવે છે. છેલ્લા બે વર્ષથી ખાનગી શાળાઓએ ફીમાં વધારો કર્યો જ નથી અને આ વર્ષે પણ કોરોનાની મહામારીને કારણે અગાઉથી જ 25 ટકા જેટલી વાલીઓને રાહત આપી દેવામાં આવી છે. આ ઉપરાંત વાલીઓ ફી ન ભરી શકે તેવા વાલીઓને છ મહિનાની અથવા તો એક મહિનાની પણ ફી ભરવાની છુટ છે. ક્યાંકને ક્યાંક વાલીઓને એવું લાગે છે કે, સ્કૂલો દ્વારા વધુ ફી વસુલાય છે પરંતુ એવું નથી સ્કૂલો જેટલી ફી વસુલે છે સામે તેટલું વળતર પણ આપે છે. સ્કૂલોમાં દર વર્ષે દેશ લેવલે લેવાતી જેઈઈ-નીટની પરીક્ષામાં પણ ધોળકીયા સ્કૂલના ટોપર્સ બહાર નીકળે છે. આ ઉપરાંત ઘણી અન્ય એક્ટિવીટીમાં પણ સ્કૂલના છોકરા ભવિષ્યમાં આગળ જોવા મળે છે ત્યારે હાલ કોરોનાની મહામારીમાં મારો વાલી તથા વિદ્યાર્થીને એ જ સંદેશ છે કે, વાલી અને વિદ્યાર્થી બન્ને સ્કૂલોને સમજે, સ્કૂલોનો ઉદ્દેશ્ય ફકતને ફક્ત વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ કરવાનો જ છે. આજે પણ અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અહીંથી નીકળે ત્યારે આ ધોળકીયા સ્કૂલ છે કે, હું અહીં ભણતો એમ નથી પરંતુ આ મારી સ્કૂલ છે તેમ જ માને છે.

વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે જુદી જુદી ભાષાઓમાં પણ માહિર કરવામાં આવે છે: ડો.મેહુલભાઈ રૂપાણી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય અને ગ્લોબલ ઇન્ડિયન સ્કૂલના ટ્રસ્ટી ડો.મેહુલભાઈ રૂપાણીએ ’અબતક’ સાથેની વાતચીતમાં જણાવાયું હતું કે, ફી નિર્ધારણ કમિટી દ્વારા સ્કૂલનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સ્કૂલના શિક્ષકોની લાયકાત સહિતની બાબતો ધ્યાને રાખી ફી નક્કી કરવામાં આવતી હોય છે. ત્યારે અમારી સ્કૂલની વાત કરીએ તો, શિક્ષણ અને અન્ય એક્ટીવીટીની સાથોસાથ અલગ અલગ દેશની ભાષાઓ પણ વિદ્યાર્થીઓને શીખવવામાં આવે છે અને તે માટે બહારથી તેમના એક્સપર્ટને બોલાવીને વિદ્યાર્થીઓને જે ભાષામાં રસ પડે તેનું જ્ઞાન પીરસવામાં આવે છે. જેટલી ફી સ્કૂલો ઉઘરાવે છે તે ફી યોગ્ય જ હોય છે. આ ઉપરાંત તાજેતરમાં જ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા જેઈઈ અને નિટ જેવી પરીક્ષાની તૈયારી માટે ચાર મહાનગરોમાં વિવિધ કોચિંગ સેન્ટર શરૂ કરવામાં આવશે. અને ખાસ તો રાજકોટ લેવલે પણ આવા નજીવી ફી સાથે કોચિંગ સેન્ટરો શરૂ થાય તેવો અમારો પૂરતો પ્રયાસ છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ શિક્ષણનું હબ ગણાય છે ત્યારે નેશનલ લેવલે લેવાતી પરીક્ષામાં રાજકોટમાં ઘણા ખરા વિદ્યાર્થીઓ ટોપ પર આવે છે. એટલે ખાસ તો અમારી સ્કૂલ દ્વારા જેટલી ફી વસુલવામાં આવે છે તેનાથી વધુ જ્ઞાન પણ પીરસવામાં આવે છે એટલે વાલીઓ ફી બાબતે બિલકુલ નિશ્ચિત રહે.

જેઈઈ-નીટમાં પણ અમારા વિદ્યાર્થીઓનો ડંકો: સુદીપ મહેતા (શક્તિ સ્કૂલ)

શક્તિ સ્કૂલના સંચાલક સુદીપ મહેતાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ફી નિર્ધારણ કમીટી દ્વારા 2015માં જે કાયદો અમલી બનાવવામાં આવ્યો તે સરાહનીય જ છે. સ્કૂલોના જુદા જુદા માપદંડો જોઈને સ્કૂલોની ફી નક્કી કરવામાં આવે છે. અમે વાલીઓ પાસે જેટલી ફી લઈએ તેટલું શિક્ષણ તો આપીએ જ છીએ પરંતુ આથી વિશેષ અમારી સાયન્સ સ્કૂલમાં વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ ભણવા માટે અલગ અલગ લેબની તેમજ અન્ય આધુનિક સુવિધાની જરૂર પડે છે તે પણ પૂરી પાડીએ છીએ. સૌરાષ્ટ્રમાં રાજકોટ શિક્ષણનું હબ છે ત્યારે બોર્ડમાં પણ રાજકોટના વિદ્યાર્થીઓ ટોપ પર આવે છે. દેશ લેવલે લેવાતી જેઈઈ-નીટની પરીક્ષામાં પણ અમારી સ્કૂલનો ડંકો વાગે છે. આ ઉપરાંત જે ફીને લઈ ગેરસમજ છે તેમાં હું કહેવા માંગીશ કે, વાલીઓને પુરા વિકલ્પ હોય છે કેતેના બાળકને કઈ સ્કૂલમાં અભ્યાસ કરવા મુકવા કેમ કે બહારના પ્રાઈવેટ કલાસીસો મનઘડત ફી ઉઘરાવે છે તેના અડધી ફીમાં જ અમે વિદ્યાર્થીઓને સ્કૂલ સાથે ટયુશનનું પણ શિક્ષણ આપીએ છીએ અને હાલ કોરોનાની મહામારીમાં પણ અમે વાલીને ફી બાબતે ખુબજ ફાયદો કરી દીધો છે અને હજુ ઘણા વિદ્યાર્થી છે કે જેઓએ ફી ભરી નથી છતાં અમે શિક્ષણ આપવાનું ચાલુ જ રાખ્યું છે.

પ્રાચીન યુગ અને આધુનિક યુગનું જ્ઞાન આપી વિદ્યાર્થીઓને તેમની કુશળતામાં આગળ વધારવા જીનિયસ શાળા તત્પર: સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ અને જીનીયસ સ્કૂલના સંચાલક ડી.વી.મહેતા

સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલમાં સ્કૂલમાં ફ્રી માપદંડ એફ આર સી દ્વારા નક્કી કરવામાં આવે છે. જેમાં શાળાઓના દરેક માપદંડો જોવામાં આવે છે. આવી શાળાઓમાં શિક્ષણ સાથે બાળકોને બીજી અને પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે જે બાળકોનો સર્વાંગી વિકાસ કરવામાં મદદરૂપ થાય છે વધુમાં તેમણે જણાવ્યું કે સમાજમાં અમુક તત્વો દ્વારા વિરોધી ભાષણ ત્રણથી લોકોને શાળાઓ માટે ગેરમાર્ગે દોરતા આવે છે.આ વર્ષે સરકાર દ્વારા 25 ટકા બધી શાળાઓમાં ફી માફ કરવામાં આવી છે. કોરોના દરમિયાન શાળાઓને સાવચેતીના પગલે ખર્ચમાં વધારો થયો છે. તેમણે દરેક વાલીઓને અપીલ કરી છે કે શાળાને યોગ્ય સમયે તેની ભરપાઈ કરી દેવી જોઈએ.

યોગ્ય ફી રાખવી એ સ્કૂલનો હક્ક છે અને રહેશે  દિલીપભાઈ સિંહાર (ટ્રસ્ટી, ઇનોવેટિવ સ્કૂલ)

ઇનોવેટિવ સ્કૂલના ટ્રસ્ટી દિલીપભાઈ સિંહારએ અબતક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ખોટી અફવાઓ અને ગેર સમજને કારણે સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલને બદનામ કરવામાં આવી રહી છે.વાલીઓ ખોટા નથી પરંતુ તેઓને ગેરમાર્ગે દોરવવામાં આવી રહ્યા છે.લોકડાઉનની કપરી પરિસ્થિતિમાં સ્કૂલના તમામ શિક્ષકો મોબાઈલ ફોન અને કેમેરામાં વિડીયો રેકોર્ડ કરીને એક એક બાળકોને પાઠ પ્રમાણે શિક્ષણ આપે છે.તમામ બાળકોના વાલીઓને અમારી ફી પોસાઈ છે કારણ કે જેટલી ફી અમે લઈએ છીએ તેના કરતાં 5 ગણું વર્ક અમે પ્રોવાઇડ કરીએ છીએ. ઋછઈની મિટિંગ બાબતે માત્ર એટલું કહીશ કે મોટા ભાગની સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલમાં છેલ્લા 10 મહિનામાં એક પણ રૂપીયો ફી નથી મળી.50% જેટલી મોટા ભાગની સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલને ફટકો પડયો છે. યોગ્ય ફી રાખવી એ તમામ શાળાનો હક છે અને વાલીઓ અને બાળકો  પણ સ્કૂલની કામગીરીથી સંતુષ્ટ છે.

વિદ્યાર્થીઓ-વાલીઓ પણ સ્કૂલની વ્યથા સમજે: વિમાલભાઈ છાંયા (ઉત્કર્ષ સ્કૂલ)

ઉત્કર્ષ સ્કૂલના સંચાલક વિમાલભાઈ છાંયાએ ’અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ફી મુદ્દે વાલીઓના મનમાં ક્યાંક ને ક્યાંક ગેરસમજ ઉભી થઇ છે. જો કે સ્કૂલો જેટલી ફી ઉઘરાવે છે સામે તેટલું વળતર પણ આપે છે. ખાસ તો આ કોરોનાની મહામારી કે જેમાં સ્કૂલોએ પોતાનો ખર્ચ ઉપાડવો ખૂબ જ મુશ્કેલ બન્યો છે.

વાલીઓ અને વિદ્યાર્થીઓ પણ સ્કૂલની વ્યથા સમજે કેમ કે, સ્કૂલોમાં સ્ટાફનો પગાર, મેન્ટેનેસ ખર્ચ, વિજબીલ સહિતના ખર્ચા ઉપાડવા પડે છે. છતાં પણ આ મહામારીમાં સ્કૂલો દ્વારા ઓનલાઇન શિક્ષણ ચાલુ રાખવામાં આવ્યું છે. ખાસ તો અમારી આ ઈંગ્લીશ માધ્યમની સ્કૂલ છે જેમાં હું પોતે 1 શિક્ષકની પસંદગી કરવા માટે 100 શિક્ષકોના ઇન્ટરવ્યુ લવ ત્યારે મને 1 શ્રેષ્ટ શિક્ષક મળે છે અને આ તમામ સ્ટાફને સંતોષ થાય તેવો પગાર આપવો પણ અમારી જવાબદારી છે ત્યારે વાલીઓ અને વિદ્યાર્થીઓ પણ સ્કૂલોની વ્યથા સમજે તેમ મારું માનવું છે. સૌરાષ્ટ્રનું શિક્ષણ હબ રાજકોટ એટલા માટે જ છે કેમ કે, રાજકોટનું પરિણામ દર વર્ષે શ્રેષ્ઠ આવે છે. રાજકોટના ઘણા ખરા વિદ્યાર્થીઓ નેશનલ લેવલની પકરીક્ષામાં પણ ટોપ પર આવે છે.

ફી નિર્ધારણ કમિટી દ્વારા નક્કી કરાયેલી જ ફી વુસલવામાં  આવે છે: ભરતભાઇ પાનેલીયા (સ્કૂલ ઓફ સાયન્સ)

સ્કૂલ ઓફ સાયન્સના સંચાલક ભરતભાઇ પાનેલીયાએ ’અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે, 2015થી ફી નિર્ધારણ કમિટીનો કાયદો લાગુ પડયો છે ત્યારે ફીને લઈને વાલીઓમાં ઘણી ગેરમાન્યતાઓ જોવા મળી રહી છે. સ્કૂલ દ્વારા જે ફી લેવામાં આવે છે તે ફી નિર્ધારણ કમિટી દ્વારા જ નક્કી કરવામાં આવે છે. ખાનગી સ્કૂલો જેટલી ફી વસુલે છે તેના પ્રમાણમાં માત્ર શિક્ષણ જ નહીં પરંતુ સ્કૂલો દ્વારા અન્ય એક્ટિવિટી પણ કરાવવામાં આવે છે. ખાસ તો અમારી સ્કૂલના એવા વિદ્યાર્થીઓ કે જેમના વાલીઓ નથી તેમની ફી પણ અમે નથી લેતા અને વિનામુલ્યે શિક્ષણ આપીએ છીએ. ચાલુ જ વર્ષે અમારી સ્કૂલના 3 વિદ્યાર્થીઓના પિતા કોરોનામાં મૃત્યુ પામ્યા તેમની ફી અમે માફ કરી છે. એટલે સ્કૂલ જેટલી ફી વસુલ કરે છે તેના પ્રમાણમાં શિક્ષણ પણ આપે છે. કોરોનાની મહામારીમાં અમારી સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને ઘરે બેઠા જ ઓનલાઇન શિક્ષણ મળી રહે તે માટે સ્ટુડિયો જેવા કલાસરૂમ બનાવી જ્ઞાન અપાયું છે. ત્યારે વાલીઓ ફી મુદ્દે બેફિકર રહે તેમ જ મારૂ માનવું છે.

અન્ય દેશો કરતા ભારતમાં શિક્ષણ સસ્તું: ડો. રશ્મીકાંત મોદી (મોદી સ્કૂલ)

અબતક સાથેની વાતચીતમાં મોદી સ્કૂલના ડો. રશ્મીકાંત મોદીએ જણાવ્યું હતું કે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોએ સરકારનું ઘણું આર્થિક ભારણ પોતાને ઉપર લઇ લીધું છે. એમાંથી ખૂબ મોટું રોજગાર મળી રહ્યું છે અને ગુણવતાયુકત શિક્ષિણમાં પણ આગળ છે. સારા પરિણામાં સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો આગળ છે. તેમણે નેશનલ ટેસ્ટીંગ એજ અને નેશનલ એજયુકેશન પોલીસીના વખાણ કર્યા હતા. વધુમાં તેમણે જણાવ્યું હતું કે સ્કૂલોના જમીનના ભાવ, ઇન્ફ્રાસ્ટ્રકચર ખર્ચ, શિક્ષણ સ્ટાફ, સહ અભ્યાસક્રમ પ્રવૃતિઓ અલગ અલગ હોવાથી ફી માં ભિન્નતા જોવા મળે છે. અત્યારથી જે સિસ્ટમ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોની છે એ ગુણવતા-લક્ષી છે, તે સંસ્કારના પાઠો પણ ખૂબ સારી રીતે શીખવે છે. નૈીતક મૂલ્યોનો વિકાસ પણ કહે છે. સાથે સાથે આવી શાળાઓ સામાજિક કાર્યો પણ કરે છે. જો કોઇ વાલીઓને આર્થિક સમસ્યા હોય તો એમની 10%, 20%, 100% સુધી ફ્રી માફીમાં મદદરૂપ થાય છે. માનતા લક્ષી સભીગમતી ખૂબ સરસ રીતે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલઓ ચાલી રહી છે. તેમણે દુ:ખ વ્યકત કરતા જણાવ્યું કે સ્કૂલ વિશે કે શિક્ષિણ વિષે ઘસાતું કોઇ બોલે તો બહુ દુ:ખ થાય છે. સ્કૂલોને બીરાદવાને બદલે અને ખરી રીતે બદનામ કરવામાં આવે છે તે ખૂબ જ નીંદનીય બાબત છે. આવા બનાવોથી દિશાવિહીન અને સિસભીન સમાજ ભવિષ્યમાં ઉભો થશે તેમણે વાલીઓને સમાજને આવું ન કરવા અપીલ કરી હતી. સાથે સાથે તેમણે જણાવ્યુ કે બીજા દેશો કરતા ભારતમાં શિક્ષણ ખૂબ જ સસ્તુ છે સમાજ ભવિષ્યમાં ઉભો થશે તેમણે વાલીઓને સમાજને આવું ન કરવા અપીલ કરી હતી. સાથે સાથે તેમણે જણાવ્યુ કે બીજા દેશો કરતા ભારતમાં શિક્ષણ ખૂબ જ સસ્તુ છે. સમાજે વિચારવું જોઇએ કે જો એક બાળક ભણશે તો એની ત્રણ પેઢી તરશે.

દરેક વાલીઓએ શિક્ષણ અને શાળા ઉપર ભરોસો રાખવો જોઇએ: મેહુલભાઇ (ભૂષણ સ્કૂલ)

અબતક સાથેની વાતચીતમાં ભૂષણ સ્કૂલના મેહુલભાઇએ જણાવ્યું દરેક શાળાનો ફેસેલીટર પ્રમાણે માપદંડ નકકી થતો હોય છે શિક્ષણની સાથે સાથે અનેક પ્રવૃતિઓ પર આવી શાળાઓ ધ્યાન આપે છે તેમણે વધુમાં જણાવ્યું કે સરકાર દ્વારા 25% ફી માફી દરેક વાલીઓને મોટી રાહત મળી છે. તેમણે કોરોના દરમિયાન શાળા ચાલુ થઇ ત્યારે દરેક શાળાને કાળજી અને સાવચેતીનું પાલન કરવામાં ખર્ચ વધ્યો છે. દિવસમાં 4 વખત શાળાઓને સેનીટાઇઝ કરવામાં આવે છે, ઓનલાઇન કલાસમાં પણ ટેકનોલોજી પાછળ ખર્ચ થાય છે. શિક્ષકોનો પગાર આવા બધા ખર્ચા શાળાઓને ભોગવા પેડ જ છે. તેમણે વાલીઓને  અપીલ કરી હતી કે દરેક વાલીઓએ શિક્ષક ઉપર અને શાળા ઉપર ભરોસો રાખવો જોઇએ. બાળકોની ચિંતા શાળા અને શિક્ષકોને વધારે હોય છે.

બાળકોના સર્વાગી વિકાસ માટે ઇન્ફાસ્ટ્રકચર અને સુવિધાથી ફીનું માપદંડ નકકી થાય છે: રામભાઇ ગારીયા (નોબલ સ્કૂલ)

અબતક સાથેની વાતચીતમાં નોબલ સ્કૂલનાં આચાર્યશ્રી રામભાઇ ગારીયા જણાવ્યું કે દરેક સ્કૂલની ફી માપદંડ તેના ઇન્ફ્રાર્સ્ટચર, ફેસેલીટી, વગેરે ઉપરથી લેવામાં આવતા હોય છે. તેમણે જણાવ્યું કે નોબલ સ્કૂલમાં તેઓ શિક્ષણની સાથે સાથે સ્કેટીંગ, ડાન્સ, પિકનીક, વિવિધ પ્રોગ્રામો કરવામાં આવે છે જેનાં બાળકનો સર્વાગી વિકાસ થાય. તેમણે જણાવ્યું કે સરકારના નિર્ણય અનુસાર અમે 25% ફી માફી આપી જ છે સાથે સાથે  15% ફી જતી કરેલી છે. કોરોનાની શરૂઆત થઇ ત્યારે સેલ્ફ સ્કૂલ એસોશીયેશનએ સરકારને સ્વછંટી રીતે જણાવ્યુ હતું કે આવતા વર્ષે જે 15% ફી વધારા હકદાર છીએ છતાં અને 15% ફી વધારો કરશુ નહીં. આમ 40% ફી માફ કરેલ છે એમ કહી શકાય. કોરોના કારણે જે વાલીઓ તકલીફમાં હોય છે એમાં માનવતાની દ્રષ્ટિએ ફી માફી આપીએ છીએ. કોરોના પહેલા પણ આવા વાલીઓને ફી માફીમાં મદદ કરીએ છીએ. તેમણે જણાવ્યું કે આવી ફી માફી એમાં ભૂતકાળમાં પણ આપી હતી અને ભવિષ્ટમાં પણ આપશું. પરંતુ યોગ્ય વાલીને અને યોગ્ય જગ્યાએ કરીશું.તેમણે સમાજમાં શાળા માટેની નકારત્મકતા ફેલાતી જોઇ ખૂબ દુ:ખ વ્યકત કર્યો હતો તેમણે જણાવ્યુ કે ઘણી બધી કંપનીઓ અને વ્યવસ્થાઓમાં આપણી પાસેથી વધુ નફો કરે છે છતાં આપણે એમને કશુ કહેવા જાતા નથી. બધાએ સમજવું જોઇએ કે શિક્ષણ કોઇ વેપાર નથી. માત્ર શિક્ષણ જ એક એવું છે જયાં માનવ જાતનું ઘડતર થાય છે.

સમાજમાં અમુક વ્યક્તિઓના શાળા માટેના વિરોધભાષી વલણ લોકોને ગેરમાર્ગે દોરે છે: અવધેશ કાનગડ (શુભમ સ્કૂલ)

શુભમ્ સ્કુલના અવધેશ કાનગઢે અબતકને જણાવ્યું હતું કે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલમાં ફી માપદંડ સંપૂર્ણ પણે ગુજરાત ગર્વમેન્ટ દ્વારા નકકી કરવામાં આવે છે. છેલ્લા 4 વર્ષથી એફ.આર.સી. દ્વારા ફી નકકી કરવામાં આવે છે અને તેમાં શાળાઓના દરેક માપદંડ જોવામાં આવે છે. શિક્ષણ સાથે સાથે બીજી બધી સુવિધાઓ અને ભૈમિક અને રમત ગમત એવી બધી સુવિધાઓ ધ્યાનમાં રાખીને ફી લેવામાં આવે છે. સ્માર્ટ કલાસ, આધુનિક બિલ્ડીંગ, શિક્ષિણ વગેરે જેવી સુવિધાઓ શુભમ્ સ્કૂલ દ્વારા આપવામાં આવે છે વધુમાં તેમણે જણાવ્યું કે, ડાન્સ, ડ્રોઇંગ, વગેરે પ્રવૃતિઓમાં વિદ્યાર્થીઓના રસના આધારે શિક્ષિકો તાલીમ આપવામાં આવે છે. વધુમાં તેમણે જણાવ્યું કે સમાજમાં અમુક તત્વોના વિરોધ ભાષી વલણથી લોકોને શાળાઓ માટે ગેરમાર્ગે દોરાવે છે. પરંતુ ગુરાજત એક એવું મોડેલ રાજય છે જયા ત્યાં અનિયમિતા કમીટી અસત્વિમાં છે એમની ફી નકકી કરવાની પ્રકીય જટીલ છે અને શાળાઓની તપાસો બાદ જ તેઓ ફી માપદંડ નકકી કરે છે. જો કોઇ શાળા ફી વધારો કરે છે તો તેમને આ કમીટીને ડોકયુમેન્ટ સબ્મીટ કરવામાં આવે છેે. શાળા બધાનું વિચારે છે. આ વર્ષે સરકાર નિર્ણય 25% બધી શાળાઓમાં ફી માફી કરવામા આવી છે. જયારે 75% ફી બધા વાલીઓ ભરવી જોઇએ. ઓનલાઇન શિક્ષણમાં પણ ટેકનોલોજીનો ખર્ચ લાગે છે અને સાથે સાથે શિક્ષણેનો પગાર પણ કરીએ શાળાને યોગ્ય સમયે ફીની ભરપાઇ કરી દેવી જોઇએ.