Abtak Media Google News

જ્યારે કોઇ ડાન્સર પોતાના ખભાને એકદમ મસ્ત રીતે ગોળ ફેરવીને પાછળ લઈ જાય અને કમર સુધી પોહચાડે પછી ફરી પાછુ તેને આગળ લઈ આવે ત્યારે આપણે આંખો ફાડીને જોઈ રહીએ છીએ. ખાસ કરીને સ્પોર્ટસ અને નૃત્યકલા સાથે સંકળાયેલા વ્યક્તિઓને તેના આર્મ્સ મરોડદાર હોય એ ખૂબ જ જરૂરી છે. પરંતુ વાસ્તવિકતા જોવા જઈએ તો ચાર માંથી એક વ્યકિતને ખભાની સમસ્યા હોય છે. જેમાં અમુક લોકોને ક્રિકેટ, ગોલ્ફ રમવામાં સમસ્યા સર્જાય છે તો અમુક લોકોને ડ્રેસ બદલવામાં પણ ખભાનો દુખાવો થતો હોય છે.

કેલિફોર્નિયા યનિવર્સિટીના ઓર્થોપેડીક સર્જરી વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો ડ્રુ લેન્ડ્સડાઉનના મત મુજબ મોટા ભાગે લોકો રાતના સમયે ખભાના દુખાવાની ફરિયાદ કરતા હોય છે જેના કારણે આરમદાયક અવસ્થામાં સૂઈ શકતા નથી તેમજ સરખી રીતે પડખું પણ ફરી શકતા નથી. જ્યારે ખભાનો દુખાવો અમુકવાર ઈજાઓને કારણે સર્જાયો હોય છે જે ખાસ ખભાના ભાગમાં સાંધાના દુખાવો સર્જાતો હોય છે.

ખભાના તીવ્ર દુખાવાથી રાહત મેળવવાના ઉપાયો

1) સાંધાને મજબૂતાઈ ખભાના દુખાવાથી રાખે છે દૂર

ખભાની આસપાસના સ્નાયુઓની મજબૂતાઈ ખભાની સ્થિતિસ્થપકતામાં વઘારો કરે છે. ખાસ કરીને પીઠના ઉપરના ભાગના સ્નાયુઓ અને છાતીના સ્નાયુઓની મજબૂતાઈ વધારવાથી શોલ્ડરના દુખાવામાં રાહત મળે છે.

2) મતસ્યાસન અને માર્જરાસન

એક આસન કરવું હિતાવહ છે તે છે મત્સ્યાસન. મત્સ્ય એટલે મીન કે માછલી. આ આસનમાં શરીરનો આકાર કંઈક અંશે માછલી જેવો થાય છે. માર્જરાસન યોગાસન શરીર અને મનને વિકાસ માટે મદદ કરે છે. માર્જરાસન એ યોગની મુદ્રા છે જે ખભાના દુખાવા અને શરીરના દુખાવાથી રાહત આપે છે. આ આસન નિયમિત કરવાથી ગળા, ખભા અને પીઠના દુખાવામાં રાહત થાય છે.

3) ઊંધા સૂવાની આદત રાખવી નહી

ઘણા લોકોને ઊંધા સૂવાની આદત હોય છે જે સ્વાસ્થ્યને તદન નુકશાન કરે છે.જો ઉંધા માથે સુવાની ટેવ હોય તો દુખતા ખભાની નીચે એક બે ઓશિકા રાખવાથી રાહત રહે છે. ખભાનો વધુ પડતો ઉપયોગ થતો અટકાવો જોઇએ.

4) વોર્મ અપ કર્યા વિના ભારે વર્ક આઉટ ટાળવુ

લોકો વજન ઉતારવા કે વધારવા માટે જીમમાં કસરત કરવા જતા હોય છે અને ક્યારેક દેખાદેખીમાં આવીને ભારે વજન સાથે કસરતો કરે છે પરંતુ તે શરીર માટે હિતાવહ નથી. વોર્મ અપ કર્યા વિના ભારે કસરત કરવાથી સાંધાને નુકશાન થાય છે. જેને કારણે સ્નાયુઓને ઇજા પણ થઈ શકે છે. કોઈ પણ વર્ક આઉટ કરતા પેહલા હળવી કસરત કરવી ખુબ જ અગત્યની છે.

5) કોઇપણ કસરત કે રમતની પૂનઃ શરૂઆત

આપણા સ્નાયુઓને રોજીંદી પ્રેક્ટિસ આપવાથી જ તે વધુ કાર્યશીલ રહે છે.જ્યારે શાળા કે કોલેજના વર્ષોમાં કોઈ રમત સાથે સંળાયેલા હોય તે લાંબા સમય પછી ફરી એ જ તાકાત અને લચીલાપણાથી એક જ ઝટકામાં શરૂ કરી શકતા નથી. આપણને એવું થાય કે આ રમત તો પેહલા પણ રમતા જ હતા ને પણ કોઈપણ સ્પોર્ટસ એક ઉંમર પછી રમીએ ત્યારે તેની ફરી શરૂઆત ઓછા વજનથી કે ધીમે કરવી જોઈએ.

6) યોગ્ય ડાયટ અને સારી આદતો અનુસરો

રોજ મેથીના લાડું કે સૂંઠ-ગોળની ગોળીઓ લેવી જોઇએ. તમને નગોડનાં પાન મળે તો દરરોજ તેનો ફ્રેશ જયૂસ કાઢીને ચાર-પાંચ ચમચી પીવો જોઇએ. હાથ અને ખભા તથા ગરદન સુધી દરરોજ  તેલથી માલિશ કરવી જોઇએ. માલિશ કર્યા પછી ગરમ પાણીનો શેક કરશો તો વધારે ફાયદો થશે. પંદરેક દિવસમાં જ તમને બધું નોર્મલ થઇ જશે.વિધિવત્ નાકમાં ટીપાં નાંખવાથી ફ્રોઝન શોલ્ડરમાં ફાયદો થાય છે. ખભાની જકડાહટમાં અને દુખાવામાં દાખલ કરીને નવ્ર્સ સિસ્ટમ દ્વારા ખભાના ભાગે સારવાર કરી શકાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.