ચોટીલામાં પોલીસ સ્ટેશનની છત પર જઇને કોન્સ્ટેબલે ગળેફાંસો ખાઇ કર્યો આપઘાત

સુરેન્દ્રનગરઃ ચોટીલામાં કોન્સ્ટેબલે પોલીસ સ્ટેશનમાં જ આપઘાત કર્યાની ચકચારી ઘટના સામે આવી છે. ચોટીલા પોલીસ સ્ટેશનમાં બીટ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા એબ્દુલભાઈએ પોલીસ સ્ટેશનની છત પર જઇને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. જોકે આત્માહત્યા કરવાનું કારણ શું છે તે સામે આવ્યું નથી.