Abtak Media Google News

કોરોનાકાળમાં ઉદ્યોગો અને કલાકારીગરીને માઠી અસર પડી છે. આ ઉદ્યોગો નો વિકાસ સતત થતો રહે તે માટે ગુજરાત સરકાર બનતા પ્રયત્નો કરી રહી છે .આર્થિક ગતિવિધિઓને સતત રાખવાનું ઉપરાંત તેના વિકાસ અંગે ગુજરાત કામગીરી કરી રહ્યું છે. થોડા દિવસો પેહલા યુગાંડાએ પણ ગુજરાતના ધંધાઓના અને એમ એસ એમ ઈ એ ગુજરાતને ઉચ્ચતર ઉદ્યોગીક વિકાસ કરવાની શુભકામનાઓ અને ચર્ચા વિમર્શ કર્યા હતા.

આજે સવારે, એમેઝોનના ગુજરાતમાં પ્રથમ એવા ડિજિટલ સેન્ટરનો કર્યારંભ આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે, આજે સમગ્ર વિશ્વ એક બજાર છે. આ વિશ્વ બજારનો નાના મોટા સૌ વેપાર ઉદ્યોગોને વ્યાપક લાભ મળે તે માટે ખાસ કરીને એમ એસ એમ ઇ ઉદ્યોગો, હસ્તકલા કારીગીરી, આદિજાતિઓની પારંપરિક હસ્તકલા ચીજ વસ્તુઓ અને ઝરિકામ જેવા ઉદ્યોગો વેપાર માટે ઓનલાઈન બિઝનેસ ,ટ્રેડિંગની તાલીમ માર્ગદર્શન અને સંસાધન સહાયતામાં એમેઝોનનું આ ડિજિટલ કેન્દ્ર નવિન તકો ખોલનારું બનશે.તેમણે આ એમેઝોન ડિજિટલ કેન્દ્રનો ગાંધીનગરથી વર્ચ્યુઅલ પ્રારંભ અધિક મુખ્યસચિવ એમ કે દાસ ની ઉપસ્થિતિમાં કર્યો હતો.

તેમણે જણાવ્યું કે, આ કોરોનકાળમાં માં આર્થિક ગતિવિધિઓ ને અસર પહોંચાડી છે પરંતુ ગુજરાત અને ગુજરાતીઓમાં વેપાર વણજ ,સાહસિકતા અને આપત્તિ ને અવસરમાં પલટાવવા ની આગવી કુનેહ પડેલી છે. ગુજરાતમાં આ કપરા સમયમાં પણ ઉદ્યોગ વેપાર અને આર્થિક પ્રવૃત્તિ અટક્યા નથી.
હવે એમેઝોન જેવા વર્લ્ડ ક્લાસ ઓન લાઇન બિઝનેસ સાહસના આ ડિજિટલ કેન્દ્ર શરૂ થવાથી સુરતના 41 હજાર જેટલા એમ એસ એમ ઇ ને પોતાના ઉદ્યોગો ને વિશ્વ બજાર માં વેચાણ માટે ઇ-કોમર્સ તાલીમ, માર્ગદર્શન અને સંસાધન બધું જ એક જ છત્ર નીચે મળી રહેશે.

આ ડિજિટલ ઉદ્ઘાટન દરમ્યાન તેમણે ગુજરાત હરેક ક્ષેત્રે અગ્રેસર છે હવે આ ડિજિટલ કેન્દ્ર ઇ કોમર્સ ના સેક્ટરમાં પણ અગ્રેસર બનશે અને વધુ રોજગારી ની તકો આ સેકટર પૂરી પાડશે આના પરિણામે મેઇડ ઈન ગુજરાત અને પ્રધાન મંત્રી નરેન્દ્ર ભાઈ મોદીની આત્મ નિર્ભર ભારતની સંકલ્પના પણ સાકાર થશે તેમ કહ્યું હતું. મુખ્યપ્રધાને કહ્યુકે, ગુજરાતે કોરોનાના સમયમાં પણ ‘ના ઝુકના હે ના રૂકના હે’ ના મંત્ર સાથે વેપાર ઉદ્યોગ અને અન્ય ગતિવિધિઓ પણ જાળવી રાખી છે તેમાં હવે આ ડિજિટલ કેન્દ્ર વિશ્વ વેપારની નવી દિશા આપશે તેમ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે ગુજરાતે કોરોના સમય માં પણ દેશ ભરમાં સૌથી વધુ 37 ટકા એફ.ડી આઇ મેળવ્યું છે. એટલું જ નહિ બિઝનેસ ફ્રેન્ડલી પોલિસી અને અન્ય પ્રોત્સાહનો ને પરિણામે ગુજરાત બેસ્ટ ચોઇસ ઓફ ઇન્વેસ્ટમેન્ટ પણ બન્યું છે.

આ દરમ્યાન તેમણે ગુજરાતની આ વિકાસ યાત્રામાં એમેઝોનના ડિજિટલ કેન્દ્રના પ્રારંભને આવકારી સહયોગની ખાતરી આપી હતી. આ અવસરે એમેઝોન ઈન્ડીયાના કન્ટ્રી હેડ અમિત અગ્રવાલ ,પબ્લિક પોલિસી વાઇસ પ્રેસિડેન્ટ ચેતન ક્રિશ્ના સ્વામી, કનઝ્યુમર બિઝનેસ વાઇસ પ્રેસિડેન્ટ મનીષ તિવારી વગેરે પણ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.