Abtak Media Google News

પોતાના ડેઇલી રૂટિનમાં બીટનો સમાવેશ કરવો એ તંદુરસ્તી માટે કોઇ વરદાનથી ઓછું નથી. તેનાં નિયમિત સેવનથી સંપુર્ણ શરીરને નીરોગી રાખવામાં અત્યંત મદદરૂપ નીવડશે. જો કે હાલનાં આપણાં દૈનિક આહારમાં આપણે બીટને યોગ્ય સ્થાન આપ્યું નથી. પરંતુ તેને નિયમિત ખાવાથી ઘણાં રોગોમાં લાભ થાય છે.

બીટ પોતાનાં અદભુત ગુણોને કારણે લાજવાબ તો છે પરંતુ તેનાથી પણ વધીને તેની વિશેષતા એ છે કે તે ઘણી ગંભીર બીમારીઓને નષ્ટ કરી નાખવામાં અસરકારક ભુમિકા ભજવે છે. આવો, જાણો આ કીંમતી વિશેષતાઓનો ખજાનો બીટ એ કઇ –કઇ બીમારીઓને મટાડે છે.

1. એસીડોસિસ : બીટમાં રહેલા ક્ષારની વિશેષતા એ છે કે જે શરીરમાંના એસીડોસિસને રોકવામાં અત્યંત સહાયક ભુમિકા ભજવે છે.

2 લોહીની ઉણપ (એનીમિયા) : બીટમાંથી મળતા ઉચ્ચ ગુણવત્તાનું લોહ તત્વ લોહીમાં હિમગ્લોબીનનાં નિર્માણમાં અને લાલ રક્તકણોની સક્રિયતા માટે અત્યંત પ્રભાવશાળી અસર દેખાડે છે

3.બ્લડ પ્રેશર : વિશેષજ્ઞોનું માનવું છે કે બીટનાં રસનું નિયમિત સેવન લોહીનાં દબાણને નિયંત્રિત રાખે છે. ઊંચા લોહીનાં દબાણને ઓછું કરવામાં પણ બીટ અત્યંત ગુણકારી છે.

4 કબજિયાત : બીટનાં મુલાયમ રેસાઓ આંતરડાની ગતિને જાળવી રાખે છે. તેનાં નિયમિત રૂપે ખાવામાં આવે તો લાંબા સમય સુધી ચાલી આવતી કબજિયાતથી મુક્તિ મળે છે.

5 લોહી કણિકાઓમાં આવતું સંકોચન : બીટનાં રસનું નિયમિત સેવન લોહીની નળીઓમાં કેલ્શિયમનાં બ્લોકને હટાવીને તેને લચીલું રાખે છે, જેનાથી સુગમતાથી લોહી સંચાર થાય છે.

6 . કેન્સરથી બચાવ : બીટમાંથી મળતા એમિનો એસીડમાં કેન્સર વિરોધી તત્વ મળે છે.શોધ અભ્યાસમાં પણ પ્રતિપાદિત થયું છે કે બીટનાં રસનાં નિયમિત સેવનથી કેન્સરકારક તત્વોનાં નિર્માણને રોકીને પાચનક્ષમતાની કાર્યક્ષમતા વધારે છે.

7. ઝેરી તત્વોને બહાર ફેંકવા: બીટનાં રસનાં નિયમિત સેવનથી ઝેરીલા તત્વોને બહાર નીકાળે છે તે પણ માત્ર યકૃતનાં જ નહિ પણ સંપુર્ણ પાચન તંત્રનાં હાનિકારક તત્વોને શરીરથી બહાર નીકાળીને આરોગ્ય પ્રદાન કરે છે.બીટની સાથે જો ગાજર પણ લેવામાં આવે તો તે પિત્તાશય અને વૃકક્થી હાનિકારક દ્રવ્યોને હટાવીને આ અંગોની કાર્યક્ષમતા વધારે છે.

વિશેષ :
જમવામાં પત્તાવાળાં બીટનો જ ઉપયોગ કરો.પત્તાં સાથે બીટને 3- 4 દિવસમાં રેફ્રિજરેટરમાં સંગ્રહ કરવાં પર તેમનાં પાનની નરમાશ બની રહે છે, જ્યારે પત્તા વગરનાં બીટને લગભગ 2 અઠવાડિયાં સુધી સંગ્રહ કરી શકાય છે.જે બીટનો નીચેનો ભાગ ગોળ હોય, તે બીજાથી વધારે સ્વાદિષ્ટ હોય છે. તાજા અને કાચા બીટમાં એક વિશેષ સુગંધ હોય છે, જે તેનાં સ્વાદને વધારે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.