દામનગરમાં આંગણવાડીના ભોગે નવી સ્કુલનું નિર્માણ: તંત્રનું મૌન?

લાઠી તાલુકા પંચાયય બાંધકામ ના વિભાગે શિક્ષણ સમિતિ ને સ્કૂલ નિર્માણ કરી ને કર્યો ગોબરો વહીવટ પાંચ વર્ષ કરતા વધુ સમય થી આંગણવડી કમ્પાઉન્ડ નો ઇમલો જેમ નો તેમ  દામનગરની અતિ ગીચ વસાહત સીતારામનગરની પ્રાથમિક શાળા નિર્માણ નો સમાન વહન કરવા વિકલ્પ રસ્તો આંગણવાડીની કમ્પાઉન્ડ તોડી ને કરવા બાંધકામ એજન્સીએ સ્કૂલ નિર્માણ બાદ પૂર્વવત આંગણવાડી કમ્પાઉન્ડ કરી આપવાની ખાત્રીનો ઉલાળીયો દામનગર સીતારામનગર પ્રાથમિક સ્કૂલ એકદમ ગીચ વસાહત વચ્ચે આવતી હોવા થી સ્કૂલ નિર્માણ નો સમાન લાવવા લઈ જવા આંગણવાડીની કમ્પાઉન્ડ હોલ તોડી રસ્તો કરાયો હતો અને બાંધકામ એજન્સી એ ખાત્રી આપી હતી કે સ્કૂલ નિર્માણ બાદ આંગણવાડી  કમ્પાઉન્ડ હોલ પૂર્વવત કરી અપાશે પણ ક્યારે ? સ્કૂલ નિર્માણ પૂરું થયા ને પાંચ વર્ષ કરતા વધુ સમય થવા છતાં કમ્પાઉન્ડ હોલ નથી બનાવાય આટલા વર્ષો થી જૂનો ઇમલો ત્યાંજ પડ્યો રહેવા પામેલ છે આદર્શ નગરિક નો એકડો ઘુંટતું ભવિષ્ય જ્યાં નીતિમત્તા સદાચાર નો પાઠ શીખે ત્યાં દિવા તળે જ અંધારું કેમ ?

સ્કૂલ નિમાર્ણ કાર્ય માટે તાલુકા પંચાયત ની બાંધકામ શાખા એ સ્કૂલ નિર્માણ કરી શિક્ષણ સમિતિ ને સોંપી બાંધકામ એજન્સી એ આપેલ ખાત્રી ન પાળી ત્યારે સ્થાનિક વહીવટી તંત્ર અને બાંધકામ એજન્સી નું તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ કેમ ? સ્કૂલ બાંધકામ કરતી એજન્સી ને બિલ પણ ચૂકવાય ગયું આંગણવાડી ની કમ્પાઉન્ડ ની ખાત્રી નું શુ ?