Abtak Media Google News

ઓખા નગરપાલિકા વિસ્તારની પ્રથમ દર્જાની પોસ્ટ ઓફીસની હાલત છેલ્લા બે દાયકાથી ખંડેર બનતી જોવા મળે છે. અહીંની પુરાની હવેલી સમાન પોસ્ટ ઓફીસ વિકાસ અને પરિવર્તનની વાતો કરતી સરકારને ધણું બધું કહી જાય છે. અહીં ૧૮મી સદીના કોમ્પ્યુટરો મશીનરીઓ હમેશા બંધ જોવા મળે છે. પાંચ કર્મચારીઅની જગ્યામાંથે બે જ જગ્યા ભરેલી છે. ત્રણ કર્મચારીઓની હંમેશા ધટ રહે છે. તેમાંયે આઠ દિવસમાં ત્રણ દિવસ નેટ સરવર બંધ થઇ જતા કેસ કાઉન્ટરો હંમેશા બંધ જોવા મળે છે. કરોડોનું ટર્ન અવર કરતી આ પોસ્ટ ઓફીસ હમેશા પોલમ પોલ ચાલે છે. માર્ચ મહીનો હોવા છતાં છેલ્લા ત્રણ દિવસથી કેસ લેવડ દેવડની તમામ સુવિધાઓ બંધ છે. હજુ કયારે ચાલુ થાય તે કોઇને ખબર નથી.

આટલેથી ઓછું હોય તેમ આ ઓફીસની બીલ્ડીંગની તમામ દિવાલો જર્જરીત થઇ છે. કોઇ મોટા અકસ્માતની રાહ જોવાઇ છે. માસનું ૨૫ રૂપિયા ભાડા પર ચાલતી આ પોસ્ટ ઓફીસની વિનાસ તસ્વીર સરકારની પોલમ પોલ કામગીરી વિશે ધણું બંધુ કહી જાય છે. આ અંગે સાસંદ તથા ઉચ્ચ અધિકારીને અનેક રજુઆતો છતાં કોઇ કાર્યવાહી થતી નથી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.