Abtak Media Google News

રાજકોટના સુપ્રસિધ્ધ અને 127 વર્ષનો પ્રશંસનીય વ્યાપારીક ઈતિહાસ ધરાવતા માલવીયા ગ્રુપની યશકલ્ગીમાં એક વધુ છોગુ ઉમેરાયું છે. વ્યાપારમાં પણ સિદ્ધાંતો અનુસરવાનું કદી ન ચુકનાર માલવીયા ગ્રુપ દ્વારા રાજકોટ શહેરના પ્રતિષ્ઠિત અને હૃદયસમા મહત્વપૂર્ણ વિસ્તાર માલવીયા ચોકમાં અતિ આધુનિક અને સગવડોથી સભર શો-રૂમ અને ઓફિસ કોમ્પલેક્ષ માલવીયા કોઈન્સનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે તેમ માલવીયા ગ્રુપના કર્તાહર્તા અને સમાહર્તા વિશાલ શાહે જણાવ્યું હતું.આ કોમર્શીયલ પ્રોજેકટ વિશે અત્યારથી જ શહેરભરની વેપારી અને કોર્પોરેટ આલમમાં ઉત્તેજના અને રસ જાગી ઉઠ્યા છે.

માલવીયા ગ્રુપના સ્થાપન શેઠ પોપટલાલ ધનજીભાઇ માલવીયા તરફથી વ્યાપારમાં પ્રમાણીકતા અને પ્રતિબદ્ધતાના સંસ્કારો મળ્યા છે જેના આધારે આ ગ્રુપ સ્વ.વસંતભાઈ માલવીયાની પ્રેરણાથી વટવૃક્ષ બની ગઈ છે. દરેક પ્રકારના કરારને માન આપવાની ગ્રુપની પરંપરા રહી છે. તેનો વહીવટ હંમેશા પારદર્શી રહ્યો છે અને દરેક પ્રોજેકટમાં આધુનિકતા તથા પરંપરા અને સવલતોનું ધ્યાન રાખવાનો માલવીયા ગ્રુપનો સિદ્ધાંત રહ્યો છે. સર્વોપરીતા એ જ વારસો એ સુત્રને ખરા અર્થમાં સાર્થક કરીને અવનવા પ્રોજેકટનું નિર્માણ ચલાવવામાં આવી રહ્યું છે.

Screenshot 1 6

ગ્રુપના સૌથી ધ્યાનાકાર્ષક પ્રોજેકટમાં માલવીયા ચોકનું પ્રિમીયમ પ્રોજેકટ બની રહેશે. માલવીયા કોઈન્સ શો-રૂમ અને ઓફિસના કોર્પોરેટ પ્રોજેકટનું કામ ઝડપભેર ચલાવવામાં આવી રહ્યું છે. આ પ્રોજેકટ સમગ્ર રાજકોટમાં અનોખો અને અનુઠો સાબીત થશે તેવી ગ્રુપ સંચાલકને આશા છે. માલવીયા ચોકમાં અદ્યતન કોર્પોરેટ સંકુલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે જે ગ્રુપના વિશ્ર્વાસ, શ્રદ્ધા, પારદર્શકતા અને અત્યાધુનિક ટેકનોલોજીના મુદ્રા લેખનું પ્રતિબિંબ છે.

આ ગ્રુપના માંધાતા સ્પથાપકો સ્વ.પોપટલાલ ધનજીભાઈ માલવીયા અને સૌરાષ્ટ્રના વેપારી આલમના સિંહ સમાન સ્વ.વસંતલાલ પોપટલાલ માલવીયાના માર્ગે ચાલીને માલવીયા ગ્રુપ સફળતાના એક બાદ એક શિખરો સર કરી રહ્યું છે. માલવીયા કોઈન્સ પણ માલવીયા પરિવારની ચોથી પેઢીએ રાજકોટને આપેલી અનોખી ભેટ સમાન બની રહેશે. નિર્માણની દ્રષ્ટિએ અદ્ભૂત આ કોમ્પલેક્ષ આવનારી પેઢીઓ માટે પણ પ્રેરણાદાયી બની રહે તેવા ઉચ્ચતમ નિર્માણ સિધ્ધાંતોને અમલમાં મુકી તેનું સર્જન કરવામાં આવી રહ્યું છે. અહીંથી વ્યાપાર અને વ્યવસાયને આગળ વધારવાની ઉદ્યોગ અને વેપારી સાહસીકોને સોનેરી તક પ્રાપ્ત થઈ રહી છે જેનો અચુક લાભ ઉઠાવવા માટે તમામ સાહસીકોને માલવીયા ગ્રુપ હાર્દિક નિમંત્રણ પાઠવી રહ્યું છે.

કોમ્પલેક્ષની સવલતો પર એક નજર

  • વેઈટીંગ લોંજ સાથે ભવ્ય રિસેપ્શન ફોયર
  • ઓફિસ માલીકની લીફટ અને માલ સામાનની હેરફેર માટેની પણ લીફટની સવલત
  • ભૂકંપ સામે રક્ષણ આપે તેવા નવા બાંધકામ નીતિ નિયમો સાથે નિર્માણ
  • પાવડર કોટેડ એલ્યુમીનીયમ બારીઓ
  • સરકારી ધારા-ધોરણો મુજબ લીફટની સવલત
  • 1 પાર્કિંગ માટે ખાસ બેઝમેન્ટ
  • અગ્નિશમનની આધુનિક સુવિધા
  • 24 કલાક સુરક્ષાની વ્યવસ્થા
  • અતિ આધુનિક શૌચાલય અને સમગ્ર કોમ્પલેક્ષમાં વિટ્રીફાઈડ ટાઈલ્સ
  • પાર્કિંગ માટે પુરેપુરી મોકળાશ
  • એકટીરીયર એલીવેશન

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.