Abtak Media Google News

સોશિયલ મીડિયાને સોશિયલ વાયરસ જ ખાઈ રહ્યું છે!!

બન્ને પ્લેટફોર્મ ફેક એકાઉન્ટ પકડી શકે છે પણ ફેક પ્રોડક્ટના માર્કેટિંગ સામે લાચાર

ભારતમાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામનો ક્રેઝ ચરમસીમાર છે. બન્ને પ્લેટફોર્મના કરોડો યુઝર્સ છે. આ પ્લેટફોર્મમાં ફેક પ્રોડક્ટનો પ્રશ્ન જટિલ બન્યો છે. જેને કારણે ગ્રાહકોનો છેતરાવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. હવે આ પ્રશ્નનું નિરાકરણ આવે તેવી માંગ ઉઠી રહી છે. પણ પ્લેટફોર્મ પાસે આના નિરાકરણનો કોઈ રસ્તો નથી.

ફેસબુક અને ઇન્સ્ટાગ્રામે સમયની માંગ અનુસાર નવા નવા ફીચર શરૂ કર્યા છે. જેમાં એક ફીચર જાહેરાત પણ છે. પણ હવે આ જાહેરાતનો ઘણા સારી પ્રોડક્ટ તો લાભ લઇ રહ્યા છે. પણ ફેક પ્રોડક્ટ પણ આ જાહેરાતોમાં સામેલ થઈને લોકોને છેતરી રહી છે.

દરરોજ મોટી સંખ્યામાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં ફેક પ્રોડક્ટની બદીથી ગ્રાહકો છેતરાય રહ્યા છે. બન્ને પ્લેટફોર્મ ફેક એકાઉન્ટ પકડી શકે છે પણ ફેક પ્રોડક્ટના માર્કેટિંગ સામે લાચાર છે. આ પ્રશ્ન જટિલ બન્યો છે.

ઉલ્લેખનીય છે કે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં માર્કેટિંગના આધાર ઉપર દરરોજનો કરોડોનો વેપાર થાય છે. જો કે આમાં ફેક પ્રોડક્ટ પણ મોટા પ્રમાણમાં વેચાઈ છે. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં આ બદી દૂર કરવા ખુદ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પણ અસમર્થ સાબિત થયા છે. બન્ને પ્લેટફોર્મ ફેક એકાઉન્ટ પકડી તેની સામે કાર્યવાહી કરી શકે છે. પણ ફેક પ્રોડક્ટ વેચનારને પકડી કાર્યવાહી કરી શકે તેમ નથી. માટે હવે એક જ રસ્તો છે. ગ્રાહકોએ જ જાગૃતિ કેળવવી જોશે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપરથી પ્રોડક્ટ ખરીદતા પૂર્વે તેની ચકાસણી કરવી પડશે.

લોકલ સ્ટોરેજ ઉભું કરવાને લઈ ફેસબુક ચિંતિત

મેટા પ્લેટફોર્મ્સે જણાવ્યું હતું કે તે ભારતના આગામી ગોપનીયતાના કાયદા વિશે ચિંતિત છે જે ડેટાના સ્થાનિક સ્ટોરેજ અને પ્રોસેસિંગની માંગ કરે છે, કંપનીએ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશનમાં ફાઇલિંગ જાહેર કર્યું છે. કેટલાક દેશો, જેમ કે ભારત ડેટા પ્રોટેક્શન જરૂરિયાતોને અમલમાં મૂકવા અથવા સ્થાનિક સ્ટોરેજ અને ડેટાના પ્રોસેસિંગ મુકવા ઇચ્છે છે. આ નિયમ ખર્ચ અને જટિલતામાં વધારો કરી શકે છે. તેવું મેટાએ જાહેર કર્યું છે.

પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ, 2019નો અભ્યાસ કરી રહેલી સંસદની સંયુક્ત સમિતિએ ડિસેમ્બરમાં પોતાનો અહેવાલ સુપરત કર્યો હતો.  સમિતિ દ્વારા સબમિટ કરાયેલા અહેવાલ અને ડ્રાફ્ટ કાયદામાં ભલામણ કરવામાં આવી છે કે સંવેદનશીલ વ્યક્તિગત ડેટાને બિલની કલમ 33 હેઠળ ભારતમાં સંગ્રહિત કરવાનું ચાલુ રહેશે અને કલમ 34 હેઠળ અમુક શરતો હેઠળ જ ભારતની બહાર ટ્રાન્સફર કરવાની મંજૂરી આપવામાં આવશે.હવે મુખ્ય મુદ્દો એ છે કે આ નવા નિયમથી ફેસબુકે ડેટાનો સ્ટોરેજ ભારતમાં જ કરવો પડશે. જેને પગલે ફેસબુક ચિંતિત થયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.