અમરેલીમાં યોગ ટ્રેનરો સાથે ચિંતન બેઠક યોજાય

અમરેલીમાં વોર્ડથી લઈને તાલુકા કક્ષા સુધી યોગના પ્રચાર-પ્રસાર કરવા માટે જરુરી માર્ગદર્શન આપ્યું

રાજ્યમાં યોગના પ્રચાર-પ્રસાર અને વિસ્તાર માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચના કરવામાં આવી છે. રાજ્ય યોગ બોર્ડની પ્રવૃત્તિઓ અને યોગાભ્યાસના બહોળા પ્રચાર-પ્રસાર અર્થે રાજ્ય યોગ બોર્ડના ચેરમેનશ્રી શીશપાલજી અમરેલી જિલ્લાના પ્રવાસે છે.

તેઓશ્રીએ સર્કિટ હાઉસ ખાતે અમરેલીના યોગ સાધકો- ટ્રેનરો સાથે ’ચિંતન બેઠક’ યોજી હતી. આ બેઠકમાં તેમણે યોગ ટ્રેનરોને ઉદભવતી સમસ્યાઓ જાણી હતી તેમજ તેના સમાધાન માટે જરૂરી સૂચનો કર્યા હતા.

આ ઉપરાંત યોગને અમરેલી જિલ્લામાં વોર્ડથી લઈને તાલુકા કક્ષા સુધી લઈ જવા માટે પ્રચાર-પ્રસાર કરવા માટે પણ જરૂરી સૂચનો કર્યા હતા.

શુક્રવારે સવારે અમરેલી આયુર્વેદિક હોસ્પિટલ ખાતે ’યોગ શિબિર’નું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરમાં વધુમાં વધુ લોકોને  જોડાવવા માટે યોગ બોર્ડના ચેરમેનશ્રી શીશપાલજીએ યોગ સાધકો અને નગરજનોને અપીલ કરી છે.