- ગ્રાહકોને લીનિયર ટીવીથી ફ્રી ડિજિટલ સ્ટ્રીમિંગ તરફ આગળ વધતા અટકાવવા 1 મેથી આ નિર્ણયની અમલવારી થાય તેવી શક્યતા
જીઓ સ્ટાર ગુગલની માલિકીના વિડીયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ યુટ્યુબ પરથી તેની મનોરંજન સામગ્રી દૂર કરી શકે છે. જેથી ગ્રાહકોને લીનિયર ટીવીથી ફ્રી ડિજિટલ સ્ટ્રીમિંગ તરફ આગળ વધતા અટકાવી શકાય. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કંપની તેને 1 મેથી લાગુ કરી શકે છે, પરંતુ તેના પર હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.
કંપની દ્વારા લેવામાં આવેલો આ બીજો મોટો નિર્ણય હશે. જે ડિઝનીના સ્ટાર ઇન્ડિયા અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના વાયાકોમ 18 ના મર્જર દ્વારા રચાયું હતું. કંપની દ્વારા જીઓ હોટ સ્ટાર પર પેવોલ પાછળ પ્રીમિયમ ક્ધટેન્ટ મૂકવાના નિર્ણય બાદ આ પગલું લેવામાં આવ્યું છે, જે મર્જર પહેલા બે વર્ષ સુધી રમતગમત સહિત પ્રીમિયમ ક્ધટેન્ટ મફતમાં ઓફર કરતી હતી. પરંતુ તે એક એવી વ્યૂહરચના હતી જેણે પે-ટીવી અને સબ્સ્ક્રિપ્શન વિડીયો-ઓન-ડિમાન્ડ સેવાઓ બંનેને અસર કરી.
ટાટા પ્લે, એરટેલ ડિજિટલ ટીવી અને જીટીપીએલ હેથવે જેવા પે-ટીવી પ્લેટફોર્મ અને જીઓ સ્ટાર, ઝી એન્ટરટેનમેન્ટ, સોની પિક્ચર, જેવા પે-ચેનલ બ્રોડકાસ્ટર્સ બ્રોડકાસ્ટર્સને યુટ્યુબ સહિતના જાહેરાત-સમર્થિત વિડિયો-ઓન-ડિમાન્ડ પ્લેટફોર્મ પરથી તેમની સામગ્રી દૂર કરવા વિનંતી કરી રહ્યા છે, જે ગ્રાહકોને પે-ટીવીથી દૂર કરી રહ્યા છે.
પે-ટીવી સબ્સ્ક્રિપ્શન્સ ઘટીને 84 મિલિયનથી વધુ ચૂકવણી કરનારા ઘરો સુધી પહોંચી ગયા છે, ત્યારે પ્રસારણ ઉદ્યોગ તેના બિન-ચુકવણી કરનારા ગ્રાહકોને ઘટાડવા અને તેમના ચૂકવણી કરનારા ગ્રાહકોને વધારવાના માર્ગો શોધી રહ્યો છે. એફઆઇસીસીઆઈ – ઇવાય ના અહેવાલ મુજબ, ટીવી સબ્સ્ક્રિપ્શન બજાર રૂ. 40,000 કરોડ હોવાનો અંદાજ છે. એક અગ્રણી ટીવી વિતરણ પ્લેટફોર્મના એક વરિષ્ઠ એક્ઝિક્યુટિવે જણાવ્યું હતું કે, અમે એવીઓડી પ્લેટફોર્મ પરથી પેઇડ સામગ્રી દૂર કરવા માટે સક્રિયપણે કામ કરી રહ્યા છીએ.
રિલાયન્સ જિયોનો આ પ્લાન કંપનીની સત્તાવાર વેબસાઇટ જીઓ ડોટ કોમ અને કંપનીની માય જીઓ એપ બંને પર લિસ્ટેડ છે અને તેની કિંમત 100 રૂપિયા છે. આ યોજનાઓ સાથે, ફક્ત જીઓ હોટ સ્ટાર જ નહીં, પરંતુ પ્રીપેડ વપરાશકર્તાઓને કંપની તરફથી 5 જીબી હાઇ-સ્પીડ ડેટાનો લાભ પણ મળશે. ડેટા મર્યાદા પૂર્ણ થયા પછી, સ્પીડ ઘટીને 64કેબીપીએસ થઈ જશે.
સ્ટારલીન્ક સાથેનું જોડાણ જીઓને વધુ સસ્તું બનાવી દેશે
જીઓ જી ભરકે
મુકેશ અંબાણીનું વિઝન આગવું છે જે તેના ઉપરથી સાબિત થઈ જાય છે કે જ્યારે ટેલિકોમ ક્ષેત્ર ડચકા ખાતું હતું તે સમયે આવી જીઓએ ધૂમ મચાવી દીધી છે. હવે જીઓ સ્ટારલીન્ક સાથે મળી ક્રાંતિ લાવવા સજ્જ બન્યું છે. ભારતી એરટેલ અને રિલાયન્સ જિયો મોબાઇલ વપરાશકર્તાઓને સ્ટારલિંક સેવાઓ એલોન મસ્કની માલિકીની સેટકોમ કંપની પાસેથી સીધા વિકલ્પો પસંદ કરવા કરતાં વધુ સસ્તી લાગી શકે છે. તેમણે કહ્યું કે ભારતના બે ટોચના ટેલિકોમ ઓપરેટરો સરળ ચુકવણી અને ઇન્સ્ટોલેશન વિકલ્પો સાથે તેમની હાલની ઓફરોમાં સ્ટારલિંક ઉમેરી શકે છે. તેમણે કહ્યું કે આનાથી સ્ટારલિંક સેવાઓ ફક્ત એક સ્વતંત્ર વિશિષ્ટ ઉત્પાદન તરીકે ઓફર કરવાની તુલનામાં ખર્ચ-અસરકારક બનશે. જોકે, વિશ્લેષકોએ ભાર મૂક્યો હતો કે ભારતીય બજારમાં ફાઇબર અને ફિક્સ્ડ વાયરલેસ એક્સેસ સેવાઓ સસ્તા વિકલ્પો રહેશે, અને ગ્રાહકો ફક્ત ત્યાં જ સેટકોમ સેવાઓનો ઉપયોગ કરશે જ્યાં પ્રથમ બે તાત્કાલિક ઉપલબ્ધ ન હોય. “સ્થાનિક ટેલિકોમ કંપનીઓ સાથે ભાગીદારી કરવાથી ગ્રાહકો માટે સેટેલાઇટ ક્ધઝ્યુમર પ્રિમાઈસિસ ઇક્વિપમેન્ટ ની ઊંચી કિંમત ઘટાડવામાં મદદ મળશે. બીજી તરફ, ટેલિકોમ કંપનીઓ ગ્રાહકોને વધારાના મૂલ્ય પ્રસ્તાવ તરીકે સેટેલાઇટ કનેક્ટિવિટી ઓફર કરી શકે છે,” ઈવાય ઇન્ડિયા માર્કેટ્સ લીડર અને ટેલિકોમ સેક્ટર લીડર પ્રશાંત સિંઘલે જણાવ્યું. તેમણે કહ્યું કે આ ગઠબંધન તમામ પક્ષો માટે ફાયદાકારક છે. “સેટકોમ કંપનીઓ માટે, ટેલિકોમ કંપનીઓ ખર્ચ-અસરકારક રીતે નવા ગ્રાહકો મેળવવા અને માળખાગત સુવિધાઓની વહેંચણી દ્વારા પ્રારંભિક મૂડી ખર્ચ ઘટાડવા માટે એક મહત્વપૂર્ણ વિતરણ ચેનલ તરીકે કાર્ય કરશે. ભારતમાં સેટેલાઇટ બ્રોડબેન્ડની સફળતા યોગ્ય કિંમત મિશ્રણ પર આધારિત રહેશે,” સિંઘલે જણાવ્યું.