Abtak Media Google News

રાજ્યમાં વધુ 2560 લોકો સંક્રમિત: બે મહાનગરો અને 8 જિલ્લાઓમાં સિંગલ ડિજિટમાં પોઝિટિવ કેસ

અબતક,રાજકોટ

રાજ્યભરમાં કોરોનાની ત્રીજી લહેરમાં પોઝિટિવ કેસનો આંક સતત ઘટતાં જનતા અને શાસકોમાં હાશકારો જોવા મળી રહ્યો છે. ગઈ કાલે રાજ્યમાં કુલ 2560 લોકો સંક્રમિત થયા છે જ્યારે બે મહાનગરો અને 8 જિલ્લાઓમાં હવે આંક સિંગલ ડિજિટમાં નોંધાયો છે.

ગુજરાતમાં સતત 7 દિવસથી કોરોનાના નવા કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. આજે રાજ્યમાં 2560 નવા કેસ નોંધાયા છે. જ્યારે 24 દર્દીના મોત થયા છે. આજે 8812 દર્દી સાજા થયા છે. જ્યારે રાજ્યનો રિકવરી રેટ વધીને 96.32 ટકા થઈ ગયો છે. રાજ્યમાં 8 જિલ્લા અને 3 મહાનગરમાં મોત નોઁધાયા છે. જ્યારે 25 જિલ્લા અને 5 મહાનગરમાં એકપણ મોત થયું નથી. તેમજ વેન્ટિલેટર પરના 171 દર્દી થઈ ગયા છે. અગાઉ 5 ફેબ્રુઆરી સુધી સતત 9 દિવસ 30થી વધારે દર્દીના મોત નોંધાતા હતા. જેમાં પણ ઘટાડો નોંધાતા લોકોમાં અને તંત્રમાં હાશકારો નોંધાયો છે.

રાજ્યના જુદા-જુદા શહેરોમાં અમદાવાદમાં 986 કેસ, સુરતમાં 161 કેસ, વડોદરામા 406 કેસ, ગાધીનગરમા 135 કેસ, રાજકોટમાં 134 કેસ,ભાવનગરમા 42 કેસ, જામનગરમા 12 કેસ,જુનાગઢમા 6 કેસ નોંધાયા,મહેસાણામા 106 કેસ,બનાસકાંઠામા 100 કેસ, કચ્છમા 73 કેસ, આણંદમાં 42 કેસ, ખેડામા 42 કેસ, પાટણમા 36 કેસ, ભરૂચમા 29 કેસ, મોરબીમા 29 કેસ,પંચમહાલમા 28 કેસ,સાબરકાઠામા 23 કેસ, નવસારીમા 22 કેસ, તાપીમા 21 કેસ, દાહોદમા 17 કેસ, વલસાડમા 15  કેસ, ડાંગમાં 14 કેસ, દેવભૂમિ દ્વારકામાં 14 કેસ, ગીર સોમનાથમા 12 કેસ, અરવલ્લીમાં 11 કેસ, છોટા ઉદેપુરમાં 11 કેસ, સુરેન્દ્રનગરમા 10 કેસ, અમરેલીમાં 9 કેસ, મહીસાગરમા 5 કેસ, નર્મદામા 5 કેસ, બોટાદમાં 3 અને પોરબંદર જિલ્લામાં એક કેસ નોંધાયો છે.

જ્યારે રાજ્યભરમાં ગઈ કાલે વધુ 27,355 એક્ટિવ કેસ છે. જેમાં હાલ 171 દર્દીની હાલત ગંભીર હોવાથી તેમને વેન્ટિલેટર પર સારવાર આપવામાં આવી છે. તો બીજી તરફ મોતનો આંક પણ 30 થી નિકગે નોંધાયો છે. જેમાં ગઈ કાલે વધુ 24 દર્દીઓએ દમ તોડ્યો છે. અમદાવાદમાં સૌથી વધુ 6ના મોત અને વડોદરા અને રાજકોટમાં 3-3 દર્દીઓના મોત નિપજ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.