Abtak Media Google News

ગત 2019-20નાં શૈક્ષણિક સત્રમાં માત્ર પ્રથમ કસોટી લેવાય પછી ઓનલાઇન ચાલ્યુંને પછી સૌને માસ પ્રમોશન  અપાયું હતું 

આપણાં બંધારણમાં 6 થી 14 વર્ષના તમામ બાળકોને મફત અને ફરજીયાત પ્રાથમિક શિક્ષણ આપવાની વાત કરી છે. ગુણવતાસભર શિક્ષણ સૌ બાળકોને મળે તેવા તમામ પ્રયાસો સરકાર કરી રહી છે. નવી શિક્ષણ નિતિ 2020 પણ આવતા વર્ષે શરૂ થઇ જશે, પ્રાથમિક શિક્ષણમાં બાળકોનું સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન દર માસસે થવું જરુરી છે. પવર્તમાન કોરોના કાળે ગત માર્ચ-20 ને કારણે તે વર્ષ અને આ વર્ષે માર્ચ-એપ્રિલ 2021ને કારણે છેલ્લા બે વર્ષથી છાત્રોને ઓનલાઇન શિક્ષણના મહાવારા સાથે નિદાન કસોટી એકમ કસોટી લઇને શકય તેટલા પ્રયાસો શિક્ષણ વિભાગે કર્યા હતા.

ધો. 9 થી 12 ને કોલેજો શરૂ કર્યા બાદ ધો. 6 થી 8 પણ શાળા શરૂ કરી પણ કોરોનાને કારણે ફરી બંધ કરવી પડી, આજે તો. ધો. 10-12 ની બોર્ડની પરીક્ષા લેવી પણ કઠીન થાય તેવું હાલનું કોરોનાનું ચિત્ર છે. ધો. 1 થી પની શાળા તો ગત માર્ચ 2020 થી બંધ જ છે. જો કે બધાની સાથે આ લોકોને પણ ઓનલાઇન શિક્ષણનો લાભ અપાયો હતો. જે લોકો પાસે ઓનલાઇનની સગવડતા હતી તેને તે પ્રમાણેને બાકીનાને ડીડી ગીરનાર જેવા ટીવી માઘ્યમ કે શિક્ષક બાળકના ઘેર જઇને બુક આપી આવ્યા, જે વાંચીને બાળકોએ તેમાં જવાબો ભરીને શાળાએ પરત કરીએ આધારે બુક સ્કેનીંગ માર્ક જેવી વિવિધ કામગીરી શાળાએ ઓનલાઇન કરીને શિક્ષણ વિભાગને સબ મીટ કરી હતી. ટુંકમાં છેલ્લા એક વર્ષથી બાળકો રગળ-ધગળ પણ થોડું ભણ્યા ખરાં!!

આ બધામાં નર્સરી, લોઅર કેજી કે હાયર કેજીના સવા ટબુકડા મિત્રો પણ સંચાલકોના ધરાર ઓનલાઇને પ્રવાહમાં ધકેલાયા હતા. જો કે બાદમાં વિરોધ થતાં એ બાળકોને પ્રવૃતિ આપવામાં આવી હતી. જો કે ઘણાં મા-બાપે બાળકને રૂટીંગ એબીસીડી 1 થી 100 પશુ-પંખીના નામ રંગપૂરણી જેવી વિવિધ બાબતો હાલના કોરોના મહામારીના કારણે મળેલ નવરાશની પળોમાં સદ ઉપયોગ કર્યો હતો. પ્રારંભિક બાળ શિક્ષણમાં શિક્ષકની સાથે મા-બાપની પણ એટલી જ મહત્તા છે. સ્વાઘ્યાયપોથી એટલે જ છાત્ર પોતે જાતે અઘ્યયન કરે અને સમજ મેળવીને તે પોથી ભારે એ જ છે.

પ્રાથમિક શિક્ષણનું વાતાવરણ એવું હોવું જોઇએ કે બાળકને આવવું, બેસવું, ભણવુંને રમવું ગમે, શિક્ષક તેને પાઠય પુસ્તકની સાથે પ્રવૃતિ કલા જ્ઞાન આપીને પ્રજ્ઞાવાન કરે છે. અનુભવ જન્ય શિક્ષણ વર્ગખંડમાં જ આપી શકાય, ઓન લાઇન શિક્ષણ માત્રએ ઉપાય તરીકે હતો. કશું જ થઇ ના શકે ત્યારે જેટલું શકય તેટલું કરવાના આશયથી ઓનલાઇન શરૂ કરાયેલ હતું. નવનિર્માણના આંદોલન બાદ આ કોરોના કાળમાં ગત વર્ષે અને આ વર્ષે  છાત્રને ‘માસ પ્રમોશન’નો લાભ મળ્યો છે.

હવે તો મૂલ્યાંકન સાથે દર 15 દિવસે છાત્રોની પરીક્ષા સાથે નિયત માર્ક ડેટા ઓનલાઇન રેકોર્ડને કારણે તેના એવરેજ માર્ક મૂકી ને ગમે તેવી સ્થિતિમાં બાળકનું મૂલ્યાંકન થઇ શકે છે. જો કે તેમાં હોંશિયાર વિદ્યાર્થીને અન્યાય થવાની શકયતા રહે છે. પવર્તમાન સંજોગો અને આવનારા દિવસોને ઘ્યાને લઇએ તો હવે મા-બાપે સિલેબસ આધારીત તૈયારી તેના છાત્રોને કરાવવા કટીબઘ્ધ થવું પડશે. મુશ્કેલીતો એ છે કે હાલ ટયુશન કલાસીઝ પણ બંધ કરવાની નોબત આવી છે.

ચાલુ 2020-21ના સત્રમાં તો લગભગ આખુ વર્ષ કોરોના કાળમાં ઓનલાઇન શિક્ષણ ચાલ્યું ને પ્રથમ કસોટી લેવાય ને ફરી અપાયું  માસ પ્રમોશન હવે જુનથી શરૂ થતા નવા 2021-22નાં શૈક્ષણિક સત્ર ઉપર સૌની નજર 

School Bags 2

આટલા વર્ષોમાં કદાચ ઇતિહાસમાં આવી પ્રથમ ઘટના બની છે કે જેનો સામનો આપણે સૌ કરી રહ્યા છીએ, ધો. 1 થી 8 ના સામાન્ય અભ્યાસક્રમની વાતમાં કકો, બારાક્ષરી, જોડયા શબ્દો, સાદા શબ્દો, કાના માત્રવાળા શબ્દો, ફકરા લેખન, વાંચન અને ગણની સાથે સરવાળા, ગુણાકાર, બાદબાકી, ભાગાકાર, હિન્દી વર્ણમાલા, સંસ્કૃત, અંગ્રેજી એબીસીડી સાથે વાંચન, ગણન, લેખન જેવા અભ્યાસ સાથે આસપાસનું પર્યાવરણ કાવ્યાગાન, ચિત્ર, સંગીત, રમતગમત, ઉદ્યોગ જેવા વિવિધ અભ્યાસક્રમ બાબતે જાગૃત થઇને બાળકને બૂનિયાદી શિક્ષણ આપવા કટીબઘ્ધ થવું જ પડશે, રાષ્ટ્રનો સાચો વિકાસ, શિક્ષણ, આરોગ્યને સ્વચ્છતાની સાચી સમજ નાગરીકમાં આવે એ જ છે.

માસ પ્રમોશનનો અર્થ જ પરીક્ષા નહી લેવાય એટલે બાળકનું મૂલ્યાંકન ન થાય, જેટલા રજીસ્ટર નંબરે નોંધાયા કે વર્ગખંડમાં ભણતા તમામ છાત્રોને પાસ કરી દેવાય છે. હાલ 2021મા0 ધો. 1 થી 9 અને 11 ના છાત્રોને આનો લાભ મળશે. હવે તો દરેક વાલીઓએ સંતાનોના ભણતરમાં સહભાગી થવું પડશે, પોતાનું બાળક પ્રથમ નંબરે રહે તે માટે તેના હોમવર્ક સાથે શિક્ષણની સામાન્ય જાણકારીથી મા-બાપે વાકેફ થવું પડશે, આજના યુગમાં છાત્રોની જવાબદારી માત્ર શિક્ષકોની જ નથી બાળકના શાળા પ્રવેશથી લઇને શાળાની તમામ પ્રોજેકટ પ્રવૃતિથી વાલીઓ સંકળાયેલા રહે એ જરુરી છે.

એક સમય હતો કે પોતાનું બાળક કયાં ધોરણમાં છે તે પણ તેને ખબર ન હતી ને કયારેય બાળકોની પરીક્ષાનું ટેન્શન જોવા ન મળતું પણ હવે સમય બદલાયો છે હાલ દરેક મા-બાપ બાળકના શિક્ષણની ચિંતા કરતો જોવા મળે છે. દરેક મા-બાપો તેનું બાળક આગળ વધે તે માટે જાત જાતના પ્રયાસો પણ કરે છે. આજની શિક્ષણ વ્યવસ્થા પણ બદલાઇ જવાથી સંતાનોની ઉજજવળ કારકીર્દી માટે મા-બાપો ભણતરમાં રસ લેવા લાગ્યા છે. આજે તો એક-બે સંતાનો હોવાથી તેમને પુરતો સમય પણ ફાળવી શકે છે. ગમે તેવા કામ પડતા મૂકીને પણ વાલી મિટીંગમાં મા-બાપ પહોંચી જ જાય છે.

છેલ્લે એક ખાસ વાત:-

“તમે ખીલવેલા માસુમ પુષ્પના માળી તમે જ છો” આ વાત કયારેય ભૂલતા નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.