Abtak Media Google News

આંતરરાષ્ટ્રીય કક્ષાનો પ્રોપર્ટી એકસ્પો-2023નાં બ્રોશરનાં ભવ્ય લોન્ચીંગ સમારોહ સંપન્ન

ક્રેડાઈ રાજકોટ બિલ્ડર એસોસીએશન તથા આઈ.આઈ.આઈ.ડી. (ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડીયન ઈન્ટીરીયર ડીઝાઈન્સ)નાં સંયુકત ઉપક્રમે આગામી તા.6 થી 11 જાન્યુઆરી 2023ના રોજ રાજકોટનાં રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાનો પ્રોપ્રર્ટી એકસ્પો-2023 શો કેસનું ભવ્ય આયોજન કરવામાં આવનાર છે.આ ભવ્ય એકસ્પો-2023 – શો કેસનો બ્રોચરનું ભવ્ય લોન્ચીંગ સમારોહ ગત તા.21-9 નાં રોજ રત્નવિલાસ પેલેસ હોટલ ખાતે આર.બી.એ. પ્રમુખ પરેશભાઈ ગજેરા અને હોદેદારો અને આઈ.આઈ.આઈ.ડી.નાં ચેરપર્સન શૈલી ત્રિવેદી અને તેમના પદાધીકારીઓ તેમજ રાજકોટ કલેકટર અરૂણ મહેશ બાબુ, રાજકોટ મ્યુનિસિપલ કમિશનર અમીત અરોરા તેમજ રાજકોટ શહેર પોલીસ કમીશ્નર રાજુ ભાર્ગવ તેમજ રા.મ્યુ.કો. સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પુષ્કરભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતીમાં કરવામાં આવેલ હતું.

આ ભવ્ય એકસ્પો – 2023 – શો કેસનાં કુલ 300 થી વધુ સ્ટોલનું આયોજન કરવામાં આવેલ છે જેમાંથી અંદાજે 250 થી વધુ સ્ટોલનું આ જ સ્થળે સ્પોટ બુકીંગ થયેલ જેથી આ એકસ્પો એક ભવ્ય સફળતા તરફ જઈ રહયો છે તે દર્શાવે છે.આ પ્રસંગે કલેકટર અરૂણ મહેશ બાબુએ પોતાના ઉદ્બોધનમાં જણાવેલ કે આ એકસ્પોનું આયોજન બેનમુન થશે, તેની મને સંપૂર્ણ ખાતરી છે અને રાજકોટ શહેરીજનો માટે એક અવિસ્મરણીય યાદ ચૌક્કસ બની રહેશે. સૌરાષ્ટ્રનાં તમામ જનતાને અન્ડર વન રૂપ નામાંકીત બિલ્ડરોનાં પ્રોપર્ટી પ્રોજેકટ અને બિલ્ડીંગ મટીરીયલ્સ અને પ્રોડકટસ મળી રહેશે જે એક નોંધનીય બાબત છે.રાજકોટ મ્યુનિસિપલ કમીશ્નર અમીત અરોરાએ રાજકોટનાં બિલ્ડરોની બાંધકામની કવોલીટી વખાણ કરતા જ જણાવેલ કે રાજકોટનાં વિકાસમાં રાજકોટ બિલ્ડરોનો સિંહફાળો રહયો છે જે એક નોંધનીય બાબત છે અને રાજકોટવાસીઓ સદાય યાદ રાખશે.

રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવએ વિશેષમાં જણાવેલ કે આવા આંતરરાષ્ટ્રીય એકસ્પો – 2023- શો કેસનાં સુંદર આયોજન બદલ ક્રેડાઈ રાજકોટ બિલ્ડર એસોસીએશન તથા આઈ.આઈ.આઈ.ડી. (ઈન્સ્ટીટયુટ ઓફ ઈન્ડીયન ઈન્ટીરીયર ડીઝાઈર્ન્સ)ને ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છા પાઠવી હતી. આ એકસ્પો સૌરાષ્ટ્રનાં ગ્રાહકો અને બિલ્ડરો તેમજ બીલ્ડીંગ પ્રોડકટ્સનું ઉત્પાદન કરતા એકમો વચ્ચે એક સેતુ બની રહેશે.આ લોન્ચીંગ સમારોહનાં અંતમાં જણાવેલ એકસ્પો-2019 કરતા પણ એકદમ નવીનતમ અને ભવ્યતા સાથેનો 2023માં યોજનાર આંતરરાષ્ટ્રીય એકસ્પો-2023 – શો કેસ બની રહેશે, તેમા શંકાને કોઈ સ્થાન નથી. આ એકસ્પોથી સૌરાષ્ટ્રની જનતાને ખૂબ ફાયદો અને એક જ સ્થળે તમામ પ્રોડકટસની માહીતી મળી રહેશે જે આ એકસ્પોનો મુખ્ય જમા પાસુ બની રહેશે.એકસ્પો – 2023 – શો કેસને સફળ બનાવવા ક્રેડાઈ રાજકોટ બિલ્ડર એસોસીએશનનાં પ્રમુખ પરેશભાઈ ગજેરા અને હોદેદારો તથા આઈ.આઈ.આઈ.ડી. (ઈન્સ્ટીટયુટ ઓફ ઈન્ડીયન ઈન્ટીરીયર ડીઝાઈન્સ)નાં ચેરપેર્સન શૈલી ત્રિવેદી તથા તેમની ટીમ જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.