Abtak Media Google News

તાલાલામાં ૨૪ કલાકમાં ભુકંપનાં ૪ આંચકા અનુભવાયા: ભયનું લખલખુ

હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર અરબી સમુદ્રમાં બે લો-પ્રેશર સર્જાયા છે જેનાં કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ બંધાયું છે. આગામી તા.૫ અને ૬ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ પડે તેવી શકયતા છે જોકે સૌરાષ્ટ્રમાં માવઠુ પડે તેવી શકયતા સાવ નહિવત છે. વાદળો બંધાય ત્યારે તાપમાનમાં વધારો થશે જેનાં કારણે ઠંડીમાં ઘટાડો થશે. ૫ અને ૬ એમ બે દિવસ સુધી વાદળ રહ્યા બાદ ધીરે-ધીરે વાદળો પસાર થશે અને ત્યારબાદ ફરીથી તાપમાનમાં ઘટાડો જોવા મળશે જો ગઈકાલ રાતથી જ અચાનક ઠંડી ગાયબ થઈ હોય તેમ પારો એક જ દિવસમાં ૫ ડિગ્રી સુધી ઉંચકાયો હતો. ગઈકાલે રાજકોટનું લઘુતમ તાપમાન ૧૫ ડિગ્રી જેટલું હતું જોકે આજે પારો ૫ ડિગ્રી ઉંચકીને લઘુતમ તાપમાન ૧૯.૭ ડિગ્રી જેટલું થવા પામ્યું છે. નલીયામાં પણ સિંગલ ડિઝીટ પારો ઉંચકાઈને આજે ૧૧.૫ ડિગ્રીએ પહોંચ્યો હતો.

બીજી બાજુ વાત કરીએ તો રાજયભરમાં તાપમાનનો પારો ઉંચકાયો છે. અમદાવાદનું આજનું લઘુતમ તાપમાન ૧૯.૩ ડિગ્રી, ડિસાનું ૧૪.૮ ડિગ્રી, વડોદરાનું ૨૦.૨ ડિગ્રી, સુરતનું ૨૪.૨ ડિગ્રી, રાજકોટનું ૧૯.૭ ડિગ્રી, ભાવનગરનું ૨૨.૬ ડિગ્રી, પોરબંદરનું ૨૨ ડિગ્રી, વેરાવળનું ૨૨.૪ ડિગ્રી, દ્વારકાનું ૨૧ ડિગ્રી, ઓખાનું ૨૩ ડિગ્રી, ભુજનું ૧૫.૪ ડિગ્રી, નલીયાનું ૧૧.૫ ડિગ્રી, સુરેન્દ્રનગરનું ૧૯ ડિગ્રી, ન્યુ કંડલાનું ૧૮ ડિગ્રી, ગાંધીનગરનું ૧૯.૨ ડિગ્રી, મહુવા ૨૧.૫ ડિગ્રી, દિવનું ૨૧.૪ ડિગ્રી, વલસાડનું ૨૧.૧ ડિગ્રી અને વલ્લભ વિદ્યાનગરનું ૧૯.૮ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.

7537D2F3 1

શિયાળાની સાથો સાથ સૌરાષ્ટ્રનાં તાલાલામાં છેલ્લા ૨૪ કલાકમાં ભુકંપનાં ૪ આંચકા અનુભવાયા હતા. ભુકંપનાં આંચકાથી તાલાલા પંથકનાં લોકોમાં ભયનું લખલખું સર્જાયું છે. ગઈકાલે બપોરે ૪:૩૫ વાગ્યે ૩.૪ તિવ્રતાનો ભુકંપનો આંચકો અનુભવાયો હતો જેનું કેન્દ્રબિંદુ તાલાલાથી ૧૦ કિલોમીટર સાઉથ ઈસ્ટ સાઉથ ખાતે નોંધાયું હતું ત્યારબાદ રાતે ૯:૫૫ કલાકે ૨.૮ તિવ્રતાનો ભુકંપનો આંચકો અનુભવાયો હતો જેનું કેન્દ્રબિંદુ તાલાલાથી ૯ કિલોમીટર દુર ઈસ્ટ સાઉથ ઈસ્ટ ખાતે નોંધાયું હતું. ત્યારબાદ ૧૦:૪૨ કલાકે ૧.૮ની તિવ્રતાનો ભુકંપનો આંચકો અનુભવાયો હતો જેનું કેન્દ્રબિંદુ તાલાલાથી ૧૦ કિલોમીટર દુર નોર્થ ઈસ્ટ ખાતે નોંધાયું હતું ત્યારબાદ આજે વહેલી સવારે ૮:૫૭ કલાકે ૨.૨ની તિવ્રતાનો ભુકંપ નોંધાયો હતો જેનું કેન્દ્રબિંદુ તાલાલાથી ૮ કિલોમીટર ઈસ્ટ સાઉથ ઈસ્ટ ખાતે નોંધાયું હતું. ભુકંપનાં વારંવાર આવતા આંચકાથી ધરતી ધ્રુજી ઉઠતા લોકો ઘરની બહાર નિકળી ગયા હતા અને તાલાલા પંથકમાં ભયનો માહોલ સર્જાયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.