કૂલ સમર વેઅર

life style | fashion
life style | fashion

ઉનાળો ચાલુ થતાં જ શું પહેરવું એની મૂંઝવણ ચાલુ થઈ જાય છે. ટિપિકલ કોટન કુરતીને બાજુ પર મૂકી કંઈક અલગ ટ્રાય કરીએ

ઉનાળામાં ખાસ કરીને ફ્લોરલ પ્રિન્ટવાળાં કપડાં પહેરવાં અથવા તો ઝીણી પ્રિન્ટવાળાં કપડાં પહેરવાં. બ્રાઇટ કલરમાં બોલ્ડ પ્રિન્ટવાળાં કપડાં ઓછાં પહેરવાં. બોલ્ડ અને બ્રાઇટ કલરમાં આંખ વધારે ખેંચાય છે અને લાઇટ કલર અને ઝીણી પ્રિન્ટ આંખને ઠંડક આપે છે. જેમ કે ફ્લોરલ પ્રિન્ટ.

ફ્લોરલ પ્રિન્ટ

ફ્લોરલ પ્રિન્ટમાં તમે ઘણું નવું કરી શકો. ફ્લોરલ પ્રિન્ટ માત્ર ટોપ્સ પૂરતી જ સીમિત નથી, ફ્લોરલ પ્રિન્ટવાળાં લેગિંગ્સ પણ મળે છે. લેગિંગ્સ ભલે કોટન ફેબ્રિકમાં હોય, પરંતુ ઉનાળામાં કોટન લેગિંગ્સ પણ પહેરવાં ગમતાં નથી. લેગિંગ્સને બદલે ઘણા બીજા ઑપ્શન છે જેમ કે પટિયાલા, પલાઝો, શોર્ટ અને લોન્ગ ડ્રેસ અથવા સ્કર્ટ-ટાઇપ શોર્ટ્સ.

પટિયાલા

પટિયાલા કમ્ફર્ટેબલ વેઅર છે. પટિયાલામાં સારોએવો ઘેર હોવાથી એ શરીરને ચોંટતું નથી અને ગરમી પણ થતી નથી. પટિયાલા સાથે તમે ઘણું મિક્સ ઍન્ડ મેચ કરી શકો. જેમ કે પટિયાલા સાથે કુરતી તો સારી લાગે જ છે, પરંતુ જો કંઈક અલગ ટ્રાય કરવું હોય તો જે શર્ટ-ટાઇપ હિપ લેન્ગ્થનાં ટોપ્સ તમે ઉનાળામાં જીન્સ સાથે ન પહેરી શકતા હો એ તમે પટિયાલા સાથે પહેરી શકો. કોટન મલમાં જે ટ્રેલ કુરતી આવે છે એ પણ પટિયાલા સાથે પહેરી એક અલગ લુક આપી શકાય.

પલાઝો

પલાઝો દરેક યુવતીનું મસ્ટ વેઅર આઉટફિટ છે. પલાઝોની ખાસિયત એ છે કે એ લૂઝ ફિટિંગમાં હોવાથી ગરમી થતી નથી અને કેઝ્યુઅલી અને ફોર્મલી બન્ને રીતે એને પહેરી શકાય. પલાઝો સિન્થેટિક ફેબ્રિકમાં પણ મળે છે, પરંતુ કોટન ફેબ્રિકવાળાં જ પસંદ કરવાં. જો તમારું શરીર સુડોળ હોય તો તમે પલાઝો સાથે ક્રોપ ટોપ પણ પહેરી શકો. બોડીહગિંગ ક્રોપ ટોપ ન પહેરવું, લૂઝ પહેરવું જેથી ગરમી ન થાય. લોન્ગ કુરતી પહેરી શકાય જે સ્લીવલેસ અથવા ઇન કટવાળી હોય. પરંતુ ઘણા એમ વિચારે છે કે ઉનાળામાં જો સ્લીવલેસ પહેરે તો હાથ ટેન થઈ જાય છે. તો તમે કોટન મલની ફુલ સ્લીવની કુરતી પહેરી શકો. કોટન મલ ખૂબ પાતળું હોય છે અને પરસેવો તરત જ ઍબ્સોર્બ કરી લે છે અને ગરમી થતી નથી. પલાઝો મોટે ભાગે ઘણા પ્લેન પહેરે છે, પરંતુ પ્રિન્ટેડ પણ સારા લાગી શકે. કોટન-પ્રિન્ટેડ પ્લાઝો સાથે પ્લેન ટોપ સારું લાગી શકે. આ આઉટફિટ સાથે ફ્લેટ્સ પહેરી શકાય.

શોર્ટ / લોન્ગ ડ્રેસ

ડ્રેસ એટલે વન-પીસ, જેની લેન્ગ્થ અલગ-અલગ હોય છે; જેમ કે અબોવ ની, કાફ-લેન્ગ્થ અને ફુલ લેન્ગ્થ. એમાં ઘણી પેટર્ન આવે છે. આવા ડ્રેસ ઉનાળામાં ફ્લોરલ પ્રિન્ટમાં ઘણા સારા લાગી શકે. સ્લીવ્ઝમાં તમે મેગિયા સ્લીવ પહેરી શકો. સ્લીવલેસ અને ઇન કટનો તો ઑપ્શન છે જ. કંઈક અલગ ટ્રાય કરવું હોય તો ઑફ-શોલ્ડર પણ પહેરી શકાય. આવા ડ્રેસ પસંદ કરતી વખતે લાઇટ અને ફ્રેશ કલર પસંદ કરવા. જેમ કે સની યલો, મિન્ટ ગ્રીન, સી બ્લુ વગેરે. ફ્લોરલમાં પણ ઝીણી અને મીઠી ડિઝાઇન પસંદ કરવી. બોલ્ડ અને બ્રાઇટ ફ્લાવરની પ્રિન્ટ અવોઇડ કરવી. ફ્લોર લેન્ગ્થનાં ગાઉન ઈવનિંગ આઉટિંગ માટે સારાં લાગી શકે. જો ગાઉન ટ્રાન્સપરન્ટ હોય તો કોન્ટ્રાસ્ટ કલરની સ્લિપ પહેરી અલગ લુક આપી શકાય. આવા ડ્રેસમાં પણ તમે ફોર્મલ અને કેઝ્યુઅલ બન્ને લુક આપી શકો, જેમ કે જો કેઝ્યુઅલી પહેરવાનું હોય તો ફ્લેટ્સ પહેરી શકાય અને નેકમાં લોન્ગ નેકપીસ પહેરી શકો. હાથમાં પણ અલગ કલરની પ્લાસ્ટિક બેન્ગલ અથવા બ્રેસલેટ સારું લાગી શકે. અને જો ફોર્મલી પહેરવા માગતા હો તો તમે નો-જ્વેલરી લુક અપનાવી શકો અથવા કાનમાં માત્ર ટોપ્સ પહેરી નેકમાં ડિફરન્ટ નેકપીસઅને હાથમાં માત્ર એક બ્રેસલેટ પહેરી શકાય.

સ્કર્ટ-ટાઇપ શોર્ટ્સ

સ્કર્ટ-ટાઇપ શોર્ટ્સ એટલે જેની લેન્ગ્થ ની સુધી હોય અથવા અબોવ ની હોય. આવી શોર્ટ્સ પહેરવામાં એકદમ કમ્ફર્ટેબલ હોય છે અને પર્હેયા પછી એમ નથી લાગતું કે ટિપિકલ શોર્ટ્સ પહેરી છે. પર્હેયા પછી સ્કર્ટનો લુક આવે છે. આવી શોર્ટ્સ લાંબીપાતળી અથવા તો જેમનું શરીર સુડોળ છે એવી યુવતીઓ પર વધારે સારી લાગશે. આ આઉટફિટ સાથે તમે ક્રોપ ટોપ પહેરી શકો અથવા ફ્રન્ટ બટનવાળું શર્ટ ટક-ઇન કરી પહેરી શકાય અને એના પર બ્રોડ બેલ્ટ પહેરવો. બેલ્ટની સાઇઝની પસંદગી જગ્યાને અનુરૂપ કરવી. આવી શોર્ટ્સ પર પગમાં ટાઇ-અપ્સ પહેરવાં.