Abtak Media Google News

પુના પાસે આવેલા ઉરુલી કાંચન આશ્રમમાં નિસર્ગોપચાર પધ્ધતિથી હઠીલા રોગોની સારવાર કરવામાં આવે છે. આ સારવાર પધ્ધતિનાં ગાંધીજી ખૂબ ગુણગાન ગાતા. આ સારવાર પધ્ધતિનો મુળભૂત ખ્યાલ એ છે કે લેવામાં આવતુ ઔષધ આહારની જેમ પોષણક્ષમ હોવુ જોઇએ અને આહાર ઔષધ જેવો અકસિર હોવો જોઇએ. આ શ્રેણીમાં આવતી એક કુદરતી વનસ્પતિ એટલે મુખવાસમાં વપરાતી વરીયાળી. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમીનાં દિવસોમાં ગોળ અને વરીયાળી. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમીનાં દિવસોમાં ગોળ અને વરીયાળીનું સરબત પીવામાં આવે છે.

વરીયાળીનાં ઠંડક આપવાનાં ગુણને આપણાં આયુર્વેદે સ્વિકાર્યો છે એટલે અંશે તેની જાણકારી સર્વ સ્વિકૃત છે. પણ આ સિવાય તેનાં ગુણધર્મો વિશે લોકો અજાણ હોય છે. આજ કાલનાં જુવાનિયાઓ અને જુવાનડીઓમાં અકાળે વાપી સફેદ થઇ જવાની સમસ્યા સર્વ સામાન્ય છે.

સફેદવાળની સમસ્યા ધરાવતી સ્ત્રીઓ રોજ વરીયાળી અને સાકરનું પાણી પીવાનું શરુ કરે તો મહિના દિવસમાં સફેદવાળની સમસ્યા દૂર થવા માંડે છે.રાત્રે વરીયાળી પલાળીને સવારે જીણા કપડાથી તેનું પાણી ગાળીને તેનાથી રોજ આંખો ધોવાથી આંખોનું તેજ વધે છે.

ચશ્માના નંબર ઉતરે છે. જે સ્ત્રીઓને તજા ગરમી એટલે કે ત્વચાની ગરમી રહેતી હોય અને એને કારણે પગની એડી ફાટી જવી, ગર્ભ ન રહેવો, અનિયમિત અને વધુ માસિક આવવાની સમસ્યાથી છૂટકારા માટે સાકર અને વરિયાળીનું ચૂર્ણ ફાકવુ જોઇએ. તજા ગરમી અને કોઠાની એટલે કે પેટની, આંતરડાની ગરમી દૂર કરવા, ગરમીને કારણે થતા ગુમડા મટાડવા, યાદ શક્તિ વધારવા મગજને ઠંડુ રાખવા આમ શરીરની પ્રાકૃતિક ઉષ્ણાંત ઘટાડવા માટે વરીયાળી જેવું ઉત્તમ અને સસ્તુ ઔષધ એક પણ નથી.

મોમાં આવતી દુર્ગધ દૂર કરવા મુખવાસ અપાય છે. અને મુખવાસમાં મુખ્ય ઘટક જ વરીયાળી હોય છે. મુખની વાસ દૂર  કરના દ્રવ્ય એટલે મુખવાસ.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.